રસોઈ ગેસની સબસિડી પર બની રહી છે નવી યોજના, જાણો કોના ખાતામાં કેટલા રૂપિયા જમા થશે?

હાલના મહિનાઓમં દેશના 15 રાજ્યોના પસંદગીના જિલ્લાઓમાં જ LPG સિલિન્ડર પર સબસિડીના લાભ આપવામાં આવતા હતા. પરંતુ હવે તેને ઘટાડીને 8 રાજ્યો કરવામાં આવ્યા છે. જેમાં કેન્દ્રશાસિત પ્રદેશનો પણ સમાવેશ થાય છે.

રસોઈ ગેસની સબસિડી પર બની રહી છે નવી યોજના, જાણો કોના ખાતામાં કેટલા રૂપિયા જમા થશે?

નવી દિલ્હીઃ વધતી મોંઘવારી વચ્ચે LPG સિલિન્ડરની સબસિડી અંગે મોટા સમાચાર મળી શકે છે. સતત એવી ચર્ચા ચાલી રહી છે કે  LPG સિલિન્ડરની કિંમત 1000ના આંકડાને સ્પર્શી શકે છે. જો કે  LPG સિલિન્ડરની વધતી જતી મોંઘવારી અંગે સરકારનો પક્ષ હજુ સામે આવ્યો નથી. આ મહિને પણ LPG અને કોમર્શિયલ ગેસના ભાવમાં વધારો થયો છે. પરંતુ સરકારનું આંતરિક મૂલ્યાંકન (Internal Assessment) દર્શાવે છે કે ગ્રાહકો સિલિન્ડર માટે 1000 રૂપિયા સુધી ચૂકવવા માટે તૈયાર છે. સૂત્રોના જણાવ્યા અનુસાર સરકાર LPG સિલિન્ડર અંગે બે રીતે નિર્ણય લઈ શકે છે. જેમાં પ્રથમ નિર્ણયમાં સરકારે સબસિડી વગર સિલિન્ડર સપ્લાય કરવા અંગે વિચાર કરી શકે છે. તો બીજા નિર્ણયમાં કેટલાક પસંદ કરેલા ગ્રાહકોને સબસિડીનો લાભ પણ આપવા પર વિચારણા થઈ શકે.

સબસિડી પર સરકારની યોજના શું છે?
સબસિડી આપવા અંગે સરકાર તરફથી હજુ સુધી કંઈ સ્પષ્ટ કરવામાં આવ્યું નથી. પરંતુ અત્યાર સુધી મળેલી માહિતી મુજબ 10 લાખની આવકનો નિયમ અમલમાં રહેશે અને ઉજ્જવલા યોજનાના લાભાર્થીઓને સબસિડીનો લાભ મળશે. તમને જણાવી દઈએ કે બાકીના લોકો માટે સબસિડી સમાપ્ત થઈ શકે છે.

હવે સબસિડી કોને મળે છે?
LPG પર સબસિડી છેલ્લા કેટલાક મહિનાઓથી કેટલીક જગ્યાએ બંધ કરી દેવામાં આવી છે. આ નિયમનો મે 2020થી અમલ ચાલુ છે. આંતરરાષ્ટ્રીય બજારોમાં કોરોના મહામારી દરમિયાન ક્રૂડ ઓઇલ અને ગેસના ભાવમાં સતત ઘટાડો થયો છે. જેને ધ્યાનમાં રાખી આ નિર્ણય લેવામાં આવ્યો છે. જો કે હાલ સરકારે એલપીજી સિલિન્ડર (LPG cylinder) પરની સબસિડી સંપૂર્ણપણે બંધ કરી નથી.

સરકાર સબસિડી પાછળ ખૂબ ખર્ચ કરે છે:
નાણાકીય વર્ષ 2021 દરમિયાન સબસિડી પર સરકારનો ખર્ચ 3,559 રૂપિયા હતો. જ્યારે નાણાકીય વર્ષ 2020માં આ ખર્ચ 24,468 કરોડ રૂપિયા હતો. વાસ્તવમાં આ DBT યોજના હેઠળ આવે છે. જે જાન્યુઆરી 2015માં શરૂ કરવામાં આવી હતી. જે અંતર્ગત ગ્રાહકોને બિન સબસિડીવાળા LPG સિલિન્ડર માટે સંપૂર્ણ રકમ ચૂકવવી પડે છે. તો સરકાર તરફથી ગ્રાહકના બેંક ખાતામાં સબસિડીના પૈસા પરત કરવામાં આવે છે. આ રિફંડ સીધું ખાતામા જમા થતું હોવાથી આ યોજનાને DBTL નામ આપવામાં આવ્યું છે.

LPG ગેસ સિલિન્ડરની કિંમતમાં વધારો:
સબસિડી વગર 14.2 કિલો સિલિન્ડરની કિંમતમાં 15 રૂપિયાનો વધારો થયો છે. આ સાથે હવે રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં LPG સિલિન્ડરની કિંમત 884.50 રૂપિયાથી વધીને 899.50 રૂપિયા થઈ છે. નોંધનીય છે કે અગાઉ મહિનાના પહેલા દિવસે ઓઇલ કંપનીઓએ 19 કિલોના કોમર્શિયલ ગેસ સિલિન્ડરની કિંમતમાં પ્રતિ સિલિન્ડર 43.5 રૂપિયાનો વધારો કર્યો હતો. જોકે તે સમયે ઘરેલું LPG સિલિન્ડરના ભાવમાં કોઈ વધારો થયો ન હતો.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube 

 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news