શ્રીનગરઃ જમ્મુ-કાશ્મીરના પ્રવાસે પહોંચેલા ગૃહમંત્રી અમિત શાહના આવવાથી ઘાટીના રાજકીય માહોલમાં ગરમી આવી છે. ગૃહમંત્રીએ બેઠકોનો દોર શરૂ કરી દીધો છે, અનેક વિકાસ યોજનાઓનો શિલાન્યાસ પણ કરવામાં આવી રહ્યો છે. પરંતુ પૂર્વ મુખ્યમંત્રી અને પીડીપી પ્રમુખ મહેબૂબા મુફ્તીને આ પ્રવાસથી કોઈ આશા નથી. તેમની નજરમાં માત્ર બધુ સામાન્ય દેખાડવાનું નાટક ચાલી રહ્યું છે, પરંતુ વાસ્તવિકતા તેનાથી ઘણી અલગ છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મુફ્તીએ કર્યુ ટ્વીટ
મહેબૂબા મુફ્તીએ કહ્યું કે શાહના પ્રવાસ પહેલા 700 સિવિલિયનને ડિટેન કરવામાં આવ્યા. ઘમા અપરાધિોને કાશ્મીરની બહારની જેલોમાં શિફ્ટ કરવામાં આવ્યા. આવા પગલાં તણાવ વધારવાનું કામ કરે છે. બધુ સામાન્ય દેખાડવાનો પ્રયાસ સતત થઈ રહ્યો છે, પરંતુ હકીકતને દબાવવાનું બધા ઈચ્છે છે. 


ફૈઝાબાદ જંક્શનનું નામ થશે અયોધ્યા કેન્ટ રેલવે સ્ટેશન, CM યોગી આદિત્યનાથે આપી મંજૂરી


આ સિવાય મુફ્તી તરફથી અમિત શાહને સૂચન કરવામાં આવ્યું છે. તેમના પ્રમાણે જો સમય રહેતા કેટલાક કેદીઓને જેલમાંથી છોડવામાં આવ્યા હોત, જો લોકોને હેરાન કરવાનું બંધ કરવામાં આવ્યું હોત, તો અર્થવ્યવસ્થાને પાટા પર લાવવાનું કામ યોગ્ય અંદાજમાં થાત. તો લોકોને ખરેખર રાહત મળત અને ઘાટીમાં વિકાસ થયો હોત.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube