ફૈઝાબાદ જંક્શનનું નામ થશે અયોધ્યા કેન્ટ રેલવે સ્ટેશન, CM યોગી આદિત્યનાથે આપી મંજૂરી

ઉત્તર પ્રદેશમાં ભગવાન રામની નગરી અયોધ્યામાં રામ મંદિર (Ayodhya Ram Temple) ના નિર્માણની સાથે ત્યાંની કાયાકલ્પ થઈ રહી છે. આ વચ્ચે ફૈઝાબાદ (Faizabad ) રેલવે જંક્શનને લઈને મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. 

ફૈઝાબાદ જંક્શનનું નામ થશે અયોધ્યા કેન્ટ રેલવે સ્ટેશન, CM યોગી આદિત્યનાથે આપી મંજૂરી

લખનઉઃ ઉત્તર પ્રદેશ  (UP) માં રામની નગરી અયોધ્યામાં રામ મંદિર (Ram Temple) ના નિર્માણની સાથે-સાથે ત્યાંની કાયાકલ્પ થઈ રહી છે. આ કડીમાં હવે ફૈઝાબાદ રેલવે જંક્શનને લઈને મોટો નિર્ણય થયો છે. જાણકારી પ્રમાણે ફૈઝાબાદ રેલવે સ્ટેશન (Faizabaad Junction) નું નામ અયોધ્યા કેન્ટ રેલવે સ્ટેશન (Ayodhya Cantt) રાખવાનો નિર્ણય થઈ ગયો છે. એટલે કે તે વાત પર મહોર લાગી ગઈ છે કે જલદી આ સ્ટેશન અયોધ્યા કેન્ટના નામથી ઓળખવામાં આવશે.

રાજ્ય સરકારે આપી મંજૂરી
ઉલ્લેખનીય છે કે કેટલાક મહિના પહેલા આ સંદર્ભમાં પ્રસ્તાવ મોકલવામાં આવ્યો હતો જેને યૂપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે (CM Yogi Adityanath) મંજૂરી આપી દીધી છે. હકીકતમાં રામ મંદિર મોડલ અનુસાર અયોધ્યા રેલવે સ્ટેશનને ભવ્યતા આપવામાં આવી રહી છે. તે પ્રસ્તાવની સાથે અયોધ્યા નજીક આવેલા જિલ્લા દરિયાબાદ બારાબંકી પર સુવિધા વધારવાનો પ્રસ્તાવ આપવામાં આવ્યો હતો. 

— ANI UP (@ANINewsUP) October 23, 2021

ઘણા સમયથી ચાલી રહી હતી તૈયારી
તમને જણાવી દઈે કે ફૈઝાબાદ રેલવે સ્ટેશનનું નામ બદલવાના સવાલ પર થોડા મહિના પહેલા ઉત્તર રેલવેના જનરલ મેનેજર આશુતોષ ગંગલે કહ્યુ હતુ કે તેનો પ્રસ્તાવ રેલવે બોર્ડને મોકલવામાં આવ્યો છે. ત્યારે તેમણે કહ્યું હતું કે અયોધ્યામાં બની રહેલ આંતરરાષ્ટ્રીય સ્તરના રેલવે સ્ટેશનનો આકાર તે પ્રકારે હશે કે ટ્રેનથી ઉતરવાની સાથે શ્રદ્ધાળુઓને અનુભવ થશે કે તે આધ્યાત્મિક પૌરાણિક નગરીમાં પહોંચી ચુક્યા છે. સ્ટેશનનું નિર્માણ ભગવાન રામ મંદિરના મોડલની જેમ કરવામાં આવી રહ્યું છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news