બીજાપુરઃ છત્તીસગઢના બીજાપુર અને સુકમાની સરહદ પર આ વર્ષના સૌથી મોટા નક્સલી હુમલા (Naxal attacks) બાદ ગૃહમંત્રી અમિત શાહે (Amit shah) રાજ્યનો પ્રવાસ કર્યો. તેમણે બીજાપુરમાં સીઆરપીએફ કેમ્પ જઈને જવાનો સાથે મુલાકાત કરી અને તેમનો જુસ્સો વધાર્યો હતો. શાહે વિશ્વાસ અપાવ્યો કે જવાનોનું બલિદાન વ્યર્થ જશે નહીં. ઈજાગ્રસ્ત જવાનો સાથે મુલાકાત દરમિયાન શાહની સાથે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેશ બધેલ પણ હાજર હતા. સાથે જવાનોને સંબોધિત કરતા શાહે નક્સલીઓને સરેન્ડર કરવા માટે કહ્યુ અને ચેતવણી આપી કે જો હથિયાર ન છોડ્યા તો સરકારની પાસે કોઈ અન્ય વિકલ્પ રહેશે નહીં. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

બીજાપુરમાં સીઆરપીએફ જવાનોને સંબોધિત કરતા ગૃહમંત્રીએ કહ્યુ, 'આપણા જવાનોએ અવર્ણનીય હિંમત સાથે સંઘર્ષ કર્યો. તમને વિશ્વાસ અપાવુ છું કે તમારા સહયોગીઓનું બલિદાન વ્યર્થ જશે નહીં, ભારત સરકાર અને છત્તીસગઢ સરકારમાં વિશ્વાસ રાખો. ભારત સરકાર તમારી તમામ સમસ્યાઓ સમજે છે અને આ લડાઈમાં મજબૂતીથી તમારી સાથે ઊભી છે. અમે જલદી બધી ખામીઓને દૂર કરીશું.'


ઉદ્ધવ સરકાર પૂરો નહીં કરી શકે કાર્યકાળ, દેશમુખના રાજીનામા બાદ કેન્દ્રીય મંત્રીનું નિવેદન


તો શાહે બસ્તર જિલ્લાના મુખ્યાલય જગદલપુરમાં સંવાદદાતાઓ સાથએ વાતચીત દરમિયાન કહ્યુ કે, તેમણે છત્તીસગઢમાં શહીદ થયેલા જવાનોને દેશ, ભારત સરકાર અને પ્રધાનમંત્રી મોદી તરફથી શ્રદ્ધાંજલિ આપી છે. તેમણે કહ્યું કે, જવાનોનું આ બલિદાન વ્યર્થ જશે નહીં, દેશ આ લડાઈને નિર્ણાયક તબક્કામાં લઈ જવા માટે જવાનોના બલિદાનને હંમેશા યાદ રાખશે. 


દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube