નવી દિલ્હીઃ Home Minister Amit Shah: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ચૂંટણી રાજ્ય ત્રિપુરામાં એક રેલીને સંબોધિત કરતા ગુરૂવારે જાહેરાત કરી કે આગામી વર્ષે એક જાન્યુઆરી સુધી અયોધ્યામાં રામ મંદિર બનીને તૈયાર થઈ જશે. ચૂંટણી રાજ્ય ત્રિપુરામાં એક જાહેર સભાને સંબોધતા શાહે કહ્યું કે કોંગ્રેસ અને સીપીઆઈ (એમ)એ લાંબા સમયથી રામ મંદિરનો મુદ્દો કોર્ટના અધિકારક્ષેત્રમાં રાખ્યો હતો, જ્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સુપ્રીમ કોર્ટના ચુકાદા પછી મંદિરનો શિલાન્યાસ કર્યો હતો.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

નોંધનીય છે કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઓગસ્ટ 2020માં અયોધ્યામાં રામ મંદિરનો શિલાન્યાસ કર્યો હતો. નવેમ્બર 2019ના સર્વોચ્ચ ન્યાયાલયના એક ચુકાદાથી અયોધ્યામાં રામ મંદિરના નિર્માણનો માર્ગ મોકળો થયો હતો. 


અમિત શાહે રાહુલ પર કર્યો હુમલો
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી પર હુમલો કરતા અમિત શાહને કહ્યુ, રાહુલ બાબા સબરૂમથી સાંભળો, એક જાન્યુઆરી 2024 સુધી ભવ્ય રામ મંદિર બનીને તૈયાર થઈ જશે. દક્ષિણ ત્રિપુરા જિલ્લાના સબરૂમમાં શાહે ભાજપની રથયાત્રાને લીલીઝંડી દેખાડી હતી. આ પહેલા તેમણે ઉત્તર ત્રિપુરા જિલ્લાના ધર્મનગરમાં પણ રથ યાત્રાને રવાના કરી હતી. 


આ પણ વાંચોઃ અમેરિકા જવા માંગતા ભારતીયો માટે સારા સમાચાર! ચલો 2023માં થઈ જાઓ તૈયાર


આ રથ યાત્રાનો ઉદ્દેશ્ય પ્રદેશમાં આ વર્ષે યોજાનાર વિધાનસભા ચૂંટણી પહેલા રાજ્ય સરકારની સિદ્ધિઓ વિશે જનતાને જણાવવાનો છે. કેન્દ્રીય મંત્રી અમિત શાહે કહ્યુ કે, પ્રધાનમંત્રી મોદીના હાથમાં દેશ સુરક્ષિત છે. 


તેમણે કહ્યું, કાશ્મીરના પુલવામામાં થયેલી દુર્ઘટનાના 10 દિવસની અંદર મોદીના નેતૃત્વમાં ભારતીય સૈનિક પાકિસ્તાનની અંદર ગયા અને સફળતાપૂર્વક અભિયાનને અંજામ આપ્યો હતો. ઉલ્લેખનીય છે કે 14 ફેબ્રુઆરી 2019ના પુલવામાં જિલ્લામાં એક આત્મઘાતી હુમલાવરે સીઆરપીએફ (કેન્દ્રીય રિઝર્વ પોલીસ દળ) ના ગ્રુપને નિશાન બનાવ્યું જેમાં 40 જવાનો શહીદ થયા હતા. ભારતીય વાયુ સેનાએ ત્યારબાદ 26 ફેબ્રુઆરીએ પાકિસ્તાનના બાલાકોટમાં એક આતંકવાદી શિબિરને ટાર્ગેટ કરી નેસ્તનાબૂદ કરી હતી. 


આ પણ વાંચોઃ જૈન સમાજની મોટી જીત : મોદી સરકારે વીટો વાપર્યો, 'શ્રી સમ્મેદ શિખર' તીર્થસ્થળ જ રહેશે


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube