અમેરિકા જવા ઈચ્છતા લોકો થઇ જાઓ તૈયાર, US સ્ટેટ મિનિસ્ટ્રીએ આપ્યા રાહતના સમાચાર

India-US Relations: અમેરિકા જઈને ભણવા માંગતા ભારતીય વિદ્યાર્થીઓ માટે સારા સમાચાર છે. વિદેશ વિભાગના પ્રવક્તા નેડ પ્રાઈસે જણાવ્યું છે કે ભારતમાં યુએસ એમ્બેસી અને કોન્સ્યુલેટ્સે પોતાનો રેકોર્ડ તોડ્યો છે કારણ કે નાણાકીય વર્ષ 2022 માં લગભગ 1,25,000 વિદ્યાર્થી વિઝા આપવામાં આવ્યા હતા.

અમેરિકા જવા ઈચ્છતા લોકો થઇ જાઓ તૈયાર, US સ્ટેટ મિનિસ્ટ્રીએ આપ્યા રાહતના સમાચાર

US Student Visa: અમેરીકા જવા માગતા ભારતીયો માટે એક ખુશખબર મળી રહ્યા છે. વિઝા ઇન્ટરવ્યુ માટે અપોઇનટમેન્ટની લાંબી સમય ઘટાડવા અમેરીકાએ તૈયારી દર્શાવી છે અને જણાવ્યું છે કે બને એટલી ઝડપથી એપોઇનટમેન્ટ આપવાના પ્રયાસ થશે. કોરોના બાદ લોકોને ઇન્ટરવ્યુ માટે લાંબો સમય રાહ જોવી પડે છે. અમેરીકાના વિદેશ વિભાગે મીડિયાને મોડી પ્રક્રિયા અંગે  પ્રતિક્રિયા આપી હતી. અગાઉ યુકે અને કેનેડા ઝડપી પ્રક્રિયાની જાહેરાત કરી ચુકયા છે. 

અમેરિકા જઈને ભણવા માંગતા ભારતીય વિદ્યાર્થીઓ માટે સારા સમાચાર છે. વિદેશ વિભાગના પ્રવક્તા નેડ પ્રાઈસે જણાવ્યું છે કે ભારતમાં યુએસ એમ્બેસી અને કોન્સ્યુલેટ્સે પોતાનો રેકોર્ડ તોડ્યો છે કારણ કે નાણાકીય વર્ષ 2022 માં લગભગ 1,25,000 વિદ્યાર્થી વિઝા આપવામાં આવ્યા હતા. ભારત અને અમેરિકા વચ્ચે સારા સંબંધો હોવા છતાં ભારતીયોને અમેરિકા જવા માટે લાંબો સમય રાહ જોવી પડે છે, જેને લઈને બંને દેશોના નેતાઓએ ઘણી ચર્ચા કરી. યુએસ તરફથી એવું પણ કહેવામાં આવ્યું હતું કે તે આ પ્રક્રિયામાં લાગતો સમય ઘટાડવાનો પ્રયાસ કરશે. હવે આ સંદર્ભમાં માહિતી આપતાં અમેરિકી વિદેશ મંત્રાલયના પ્રવક્તા નેડ પ્રાઈસે કહ્યું કે અમેરિકા ભારતમાં વિઝા ઈન્ટરવ્યુ પ્લાનિંગ માટે લાગતો સમય ઘટાડવા માટે તમામ સંભવિત પગલાં લઈ રહ્યું છે.

વિદેશ કાર્યાલયના પ્રવક્તા નેડ પ્રાઈસે પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે, વિઝા પ્રક્રિયા અપેક્ષા કરતા વધુ ઝડપથી સુધરી રહી છે અને અમે આશા રાખીએ છીએ કે તે આગામી સમયમાં વૈશ્વિક મહામારી પહેલાના સ્તર પર પહોંચશે. તેમણે જણાવ્યું કે 2016 પછીના કોઈપણ વર્ષની સરખામણીમાં યુએસએ નાણાકીય વર્ષ 2022માં સૌથી વધુ સંખ્યામાં વિદ્યાર્થી વિઝા આપ્યા છે.

અમે લોકોની સમસ્યાઓ સમજીએ છીએ: નેડ પ્રાઈસ
ભારતમાં તેના દૂતાવાસ અને વાણિજ્ય દૂતાવાસોએ નાણાકીય વર્ષમાં જાહેર કરાયેલા વિદ્યાર્થી વિઝાની સંખ્યા માટે તેમના અગાઉના તમામ રેકોર્ડ તોડી નાખ્યા છે. પ્રાઈસે કહ્યું, “અમે લગભગ 1,25,000 સ્ટુડન્ટ વિઝા જાહેર કર્યા છે. અમે જાણીએ છીએ કે કેટલાક અરજદારો હજુ પણ વિઝા અરજી પ્રક્રિયામાં લાંબી રાહનો સામનો કરી રહ્યા છે. અમે પ્રવાસી વિઝા અરજદારો સહિત ભારત અને સમગ્ર વિશ્વમાં વિઝા ઇન્ટરવ્યુ શેડ્યૂલ કરવામાં લાગતો સમય શક્ય તેટલી ઝડપથી ઘટાડવા માટે તમામ પ્રયાસો કરી રહ્યા છીએ.”

પ્રવક્તા નેડ પ્રાઈસે એક પ્રશ્નના જવાબમાં જણાવ્યું હતું કે તેઓ જે લોકો લાંબા સમય સુધી રાહ જોવી પડે છે તેમની દુર્દશા સમજે છે. તેમણે વધુમાં કહ્યું, હું તમને કહી શકું છું કે તે મંત્રી અને મંત્રાલયની પ્રાથમિકતા છે કે અમે તે બેકલોગ (પેન્ડિંગ અરજીઓ) ઘટાડવા અને આખરે રાહ જોવાનો સમય ઘટાડવા માટે શક્ય તેટલું બધું કરીએ. અમે નોન-ઇમિગ્રન્ટ પ્રવાસીઓ માટે કાયદેસર મુસાફરી પ્રદાન કરતી વખતે રાષ્ટ્રીય સુરક્ષાની સુરક્ષા માટે પ્રતિબદ્ધ છીએ."

અમે બમણા સેવા કર્મચારીઓની ભરતી કરી: નેડ પ્રાઈસ
પ્રાઈસે જણાવ્યું હતું કે વિઝા સેવાઓની માંગ વધી છે કારણ કે વૈશ્વિક મહામારીના કારણે વિશ્વભરના દેશોએ પ્રતિબંધો હળવા કર્યા છે અને લોકો યુ.એસ.ની મુસાફરી કરવા માંગે છે. તેમણે કહ્યું, “અમે સમગ્ર વિશ્વમાં વિઝા પ્રોસેસિંગ માટે લાગતો સમય ઘટાડી રહ્યા છીએ. અમે ક્રિટિકલ વિઝા વર્ક માટે યુએસ ફોરેન સર્વિસના કર્મચારીઓની ભરતી બમણી કરી છે. વિઝા પ્રક્રિયાએ અપેક્ષા કરતાં વધુ પ્રગતિ કરી છે અને અમે અપેક્ષા રાખીએ છીએ કે તે આ વર્ષે પૂર્વ સ્તરે પહોંચશે.

ઉલ્લેખનીય છે કે, નોન-ઇમિગ્રન્ટ વિઝા, વિઝિટર વિઝા (B1/B2), સ્ટુડન્ટ વિઝા (F1/F2) અને ટેમ્પરરી વર્કર વિઝા (H, L, O, P, Q) માટેની અરજીઓ ભારત, પાકિસ્તાન સહિત ઘણા એશિયન દેશો દ્વારા પ્રક્રિયા કરવામાં આવી રહી છે. બાંગ્લાદેશ, નેપાળ, દેશો અને પેસિફિક ટાપુઓના દૂતાવાસોમાં લાંબા સમયથી પેન્ડિંગ છે. ભારતમાં વિઝા અરજી પ્રક્રિયા પૂર્ણ થવામાં 1000 દિવસથી વધુ સમય લાગે છે.

અમેરિકા જવા માટે વધુ પૈસા ચૂકવવા પડશે, H-1B વિઝા પર લીધો આ નિર્ણય
દર વર્ષે મોટી સંક્યામાં વિદેશ જતા ભારતીય નાગરિકોએ હવે પોતાના ખિસ્સા વધુ ઢીલા કરવા પડશે. કારણ કે અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડનની આગેવાની હેઠળના વહીવટીતંત્રે  H1-B વિઝા માટે ફી વધારવાનો પ્રસ્તાવ રજૂ કર્યો છે. આ દરખાસ્ત ભારતીય વ્યાવસાયિકોને સૌથી વધુ અસર કરશે તેવી અપેક્ષા છે. કારણ કે હવે તેમને વિદેશ જવા માટે વધુ પૈસા ખર્ચવા પડશે. યુએસ સિટિઝનશિપ એન્ડ ઇમિગ્રેશન સર્વિસિસ (USCIS) એ બુધવારે (5 જાન્યુઆરી) H-1B વિઝા માટેની અરજી ફી US$ 460 થી US$ 780 સુધી વધારવાનો પ્રસ્તાવ મૂક્યો હતો.

આ ઉપરાંત બાઈડન પ્રશાસન એલ-1 કેટેગરીના વિઝા માટેની ફી 460 અમેરિકી ડોલર થી વધારીને 1,385 અમેરિકી ડોલર કરવાની તૈયારી કરી રહ્યું છે, જ્યારે O-1 વિઝા માટેની અરજી ફી 460 અમેરિકી ડોલર થી વધારીને 1,055 અમેરિકી ડોલર કરવાની દરખાસ્ત કરવામાં આવી છે.

H1-B વિઝા શું છે?
H-1B વિઝા એ નોન-ઇમિગ્રન્ટ વિઝા છે, આ વિઝા દ્વારા અમેરિકન કંપનીઓ વિદેશી કામદારોને યુએસ બોલાવી શકે છે. આ વિઝા દ્વારા અમેરિકન ટેક કંપનીઓ મોટાભાગે ભારતીય અને ચાઈનીઝ ટેક પ્રોફેશનલ્સને હાયર કરે છે. અને આ વિઝા દ્વારા તે તેમને પોતાના દેશમાં બોલાવે છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news