નવી દિલ્હીઃ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે લૉકડાઉન-4 પર ગુરૂવારે બધા રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે વાત કરી છે. તેમણે લૉકડાઉન 4.0ને લઈને રાજ્યના મુખ્યમંત્રીઓના વિચાર જાણ્યા છે. અમિત શાહે લૉકડાઉન 4.0ની વર્તમાન સ્થિતિ પર ચર્ચા કરી હતી. ગૃહમંત્રીએ રાજ્યોના મુખ્યમંત્રીઓ પાસે 31 મે બાદ લૉકડાઉન પર તેમના રાજ્યોનો અભિપ્રાય અને આગળ શું વિચારે છે તેના પર તેમના વલણો જાણ્યા હતા. શું દેશમાં લૉકડાઉન 5.0 લાગૂ થશે, હાલ બધાની નજર તેના પર છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પરંતુ સરકારનું લૉકડાઉન 5.0 પર મંથન ચાલી રહ્યું છે. લૉકડાઉન ચાર પૂરુ થતાં પહેલા લૉકડાઉન-5 આવવાની શક્યતા જોવા મળી રહી છે. 31 મેએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી મનકી બાત કરશે. સૂત્રોનું કહેવું છે કે પીએમ મોદી મનકી બાતમાં ઘણું સ્પષ્ટ કરી શકે છે. સૂત્રોએ તે પણ જણાવ્યું કે, બે સપ્તાહ માટે લૉકડાઉન વધવાનું નક્કી છે. 


સરકાર વધુ છૂટ આપીને અર્થવ્યવસ્થાને પાટા પર લાવવાનો પ્રયાસ કરતી જોવા મળી રહી છે. પરંતુ જે જિલ્લા કોરોનાથી સૌથી વધુ પ્રભાવિત છે, તેને આ વખતે પણ રાહત મળવાની આશા ઓછી છે. સૂત્રો પ્રમાણે, લૉકડાઉન 5માં 11 શહેરો પર કડક પગલાં જારી રહેશે. આ તે શહેર છે જ્યાં કોરોના વાયરસના કેસ સતત વધી રહ્યાં છે. 


Covid 19: દર્દીઓની સંખ્યા પ્રમાણે એશિયામાં ટોપ પર પહોંચ્યું ભારત, વિશ્વમાં નવમાં ક્રમે  


આ શહેરોમાં યથાવત રહી શકે છે પ્રતિબંધો
જે શહેરોમાં પ્રતિબંધો યથાવત રહી શકે છે તેમાં દિલ્હી, મુંબઈ, બેંગલુરૂ, પુણે, ઠાણે, ઇન્દોર, ચેન્નઈ, અમદાવાદ, જયપુર, સુરત અને કોલકત્તા છે. આ 11 શહેરોમાં ભારતના કુલ સંક્રમિત કેસોના 70 ટકા મામલા સામે આવ્યા છે, જ્યારે અમદાવાદ, દિલ્હી, પુણે, કોલકત્તા અને મુંબઈમાં આ વધુ ખતરનાક છે. અહીં દેશના કુલ દર્દીઓના 60 ટકા લોકો છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર