હૈદરાબાદઃ Telangana Election 2023: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે તેલંગણાના ખમ્મમમાં 'રાયથુ ગોસા-ભાજપ ભરોસા' રેલીને સંબોધિત કરતા કહ્યું કે આ વખતે ભાજપ સત્તામાં આવશે. તેમણે કહ્યું કે કોંગ્રેસ 4G પાર્ટી છે, જેનો મતલબ છે- ચાર પેઢીની પાર્ટી (જવાહરલાલ નેહરૂ, ઈન્દિરા ગાંધી, રાજીવ ગાંધી અને રાહુલ ગાંધી), બીઆરએસ  2G પાર્ટી છે, જેનો મતલબ છે- બે પેઢીની પાર્ટી (KCR અને બાદમાં KTR)અને ઓવૈસીની પાર્ટી  3G પાર્ટી છે, 3 પેઢીઓથી ચાલી રહી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

તેમણે દાવો કર્યો હતો કે આ વખતે રાજ્યમાં ન તો 2G, ન 3G, ન 4G આવશે. આ વખતે અહીં ભારતીય જનતા પાર્ટીની સરકાર આવશે, આ વખતે કમળનો વારો છે. શાહે કહ્યું કે કેસીઆરે ઓવૈસી સાથે બેસીને તેલંગાણા મુક્તિ સંગ્રામના લોકોના સપનાઓને ચકનાચૂર કરવાનું કામ કર્યું છે. કેસીઆર હવે આગામી દિવસોમાં સીએમ નહીં રહે. આ વખતે રાજ્યમાં ભાજપના સીએમ બનશે.


કેટીઆરને સીએમ બનાવવા ઈચ્છે છે કેસીઆર- અમિત શાહ
ગૃહમંત્રી અમિત શાહે ભારત રાષ્ટ્ર સમિતિ (BRS) પર ટકાક્ષ કરતા કહ્યું- અમે જાણીએ છીએ કે તમે (KCR) KTR ને રાજ્યના  મુખ્યમંત્રી બનાવવા ઈચ્છો છો, પરંતુ આ વખતે ન તો કેસીઆર અને ન તો કેટીઆર મુખ્યમંત્રી બનશે. આ વખતે અહીં ભાજપના મુખ્યમંત્રી બનશે. 


આ પણ વાંચોઃ ચંદ્રયાન-3ની પ્રથમ શોધ: ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર તાપમાન કેટલું છે, સામે આવી જાણકારી


ઓવૈસીના હાથમાં કેસીઆરની કારનું સ્ટીયરિંગ
તેમણે લોકોને સંબોધિત કરતા કહ્યું- કેસીઆરની પાર્ટીનું ચૂંટણી ચિન્હ કાર છ. તે કાર ભદ્રાચમલ સુધી જાય છે, પરંતુ તે રામ મંદિર સુધી જતી નથી કારણ કે તે કારનું સ્ટીયરિંગ ઓવૈસીના હાથમાં છે.


'ભાજપ કેસીઆર સાથે નહીં જાય'
કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે પર પ્રહાર કરતા અમિત શાહે કહ્યું કે, "કોંગ્રેસ અધ્યક્ષે કહ્યું કે કેસીઆર અને બીજેપી ચૂંટણી પછી એક થઈ જશે, ખડગે સાહેબ, તમે આ ઉંમરે કેમ જુઠ્ઠું બોલો છો? તમને ખબર છે કે અસદુદ્દીન ઓવૈસી કેસીઆર સાથે બેઠા છે. હું તે કહેવા આવ્યો છું. ભલે ગમે તે થાય, ભાજપ ક્યારેય કેસીઆર અને ઓવૈસી સાથે નહીં જાય. અમે મજલિસ લોકો સાથે એક જ મંચ પર પણ બેસી શકતા નથી, સત્તાની વાત તો છોડી દો."


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube