નવી દિલ્હીઃ લોકસભા ચૂંટણી 2019 માટે પશ્ચિમ બંગાળમાં મમતા બેનરજી સરકાર માટે ચૂંટણી પ્રચાર કરવો બાંગ્લાદેશના અભિનેતા ફિરદોસ અહેમદને ભારે પડી ગયું છે. ગૃહમંત્રાલયે બ્યૂરો ઓફ ઈમિગ્રેશન પાસેથી રિપોર્ટ મળ્યા બાદ તાત્કાલિક કાર્યવાહી કરતા બાંગ્લાદેશના અભિનેતાનો બિઝનેસ વિઝા રદ્દ કરી નાખ્યો છે. તેની સાથે જ ગૃહમંત્રાલયે ફિરદોસને તાત્કાલિક ભારત છોડી દેવાની નોટિસ પણ ફટકારી છે. આ ઉપરાંત ભવિષ્ય માટે તેને બ્લેકલિસ્ટમાં મુકી દેવાયો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ઉલ્લેખનીય છે કે, બાંગ્લાદેશના અભિનેતા ફિરદૌસ અહેમદે રાજગંજ બેઠક પર તૃણમુલ કોંગ્રેસના ઉમેદવાર કન્હૈયાલાલ અગ્રવાલના સમર્થનમાં યોજાયેલા ચૂંટણી પ્રચારમાં કથીત રીતે ભાગ લીધો હતો. બાંગ્લાદેશના આ ફિલ્મ અભિનેતાએ ભારત-બાંગ્લાદેશની સરહદ નજીક હેમતાબાદ અને કરાંદિધીમાં કન્હૈયાલાલ અગ્રવાલના સમર્થમાં યોજાયેલી ચૂંટણી રેલીમાં વોટ માગતા જોવા મળ્યા છે. 


બાંગ્લાદેશના સ્ટાર પાસે પ્રચાર કરાવીને ફસાયા મમતા બેનરજી, ગૃહ મંત્રાલયે માગ્યો અહેવાલ


લોકસભા ચૂંટણીના વધુ સમાચાર જાણવા અહીં કરો ક્લિક...