અમરાવતીમાં બબાલ પર ગૃહ મંત્રાલયનું નિવેદન, ત્રિપુરામાં નથી તૂટી કોઈ મસ્જિદ, અફવાથી બચવાની સલાહ
ગૃહ મંત્રાલયે ત્રિપુરામાં થઈ રહેલી હિંસા અંગે નિવેદન જાહેર કર્યું છે. મંત્રાલયે જણાવ્યું કે, ત્રિપુરાના ગોમતી જિલ્લામાં એક મસ્જિદના ક્ષતિ અને તોડફોડ અંગે સોશિયલ મીડિયા પર ખોટી માહિતી ફેલાવવામાં આવી રહી છે. સત્ય એ છે કે ત્રિપુરામાં કોઈ મસ્જિદ તોડવામાં આવી નથી.
નવી દિલ્હીઃ ગૃહ મંત્રાલયે ત્રિપુરામાં થઈ રહેલી હિંસાને લઈને નિવેદન જાહેર કર્યુ છે. મંત્રાલયે કહ્યું કે ત્રિપુરાના ગોમતી જિલ્લામાં એકપણ મસ્જિદને ક્ષતિ પહોંચાડવા અને તોડફોડ વિશે સોશિયલ મીડિયા પર ખોટી જાણકારી ફેલાવવામાં આવી રહી છે. તથ્યોને ખોટી રીતે રજૂ કરવામાં આવી રહ્યાં છે. લોકોએ શાંત રહેવું જોઈએ અને આવા સમાચારોથી ગેરમાર્ગે ન દોરાવું જોઈએ.
ગૃહમંત્રાલયનું નિવેદન
ગૃહ મંત્રાલયે સ્પષ્ટ કર્યું છે કે હાલના દિવસોમાં ત્રિપુરામાં કોઈ મસ્જિદના માળખાને તોડફોડનો કોઈ મામલો સામે આવ્યો નથી. આવી કોઈપણ ઘટનામાં કોઈ વ્યક્તિને ઈજા પહોંચવી/બળાત્કાર/મોતનો કોઈ રિપોર્ટ નથી.
આ પણ વાંચોઃ ક્રિપ્ટોકરન્સી પર સરકાર જલદી નિર્ણય લેવાના મૂડમાં, PM મોદીની મહત્વની બેઠક
અમરાવતીમાં જારી છે કર્ફ્યૂ
નોંધપાત્ર રીતે, અમરાવતી શહેરમાં શનિવારે ઇન્ટરનેટ સેવાઓ સ્થગિત કરવામાં આવી હતી અને કર્ફ્યુ લાદવામાં આવ્યો હતો. ત્રિપુરામાં તાજેતરની હિંસાના વિરોધમાં શુક્રવારે મુસ્લિમ સંગઠનો દ્વારા આયોજિત રેલીઓના વિરોધમાં બીજી બાજુના લોકોએ શનિવારે બંધનું આયોજન કર્યું હતું. દરમિયાન, ટોળાએ કેટલીક દુકાનો પર પથ્થરમારો કર્યો હતો, જેના કારણે સ્થિતિ વધુ વણસી હતી.
ત્રિપુરા મુદ્દે હોબાળો
તમને જણાવી દઈએ કે ગયા મહિને બાંગ્લાદેશમાં હિંદુઓ પર હિંસા વિરુદ્ધ પાણીસાગરમાં પ્રદર્શન દરમિયાન હિંસા થઈ હતી. આ દરમિયાન મકાનો અને દુકાનોને નુકસાન થયું હતું. જો કે, અરાજક તત્વોએ સોશિયલ મીડિયા પર ઘટનાની નકલી તસવીરો પણ ફેલાવી હતી. આ પછી પોલીસે સ્પષ્ટતા કરી હતી કે ત્રિપુરામાં કોઈ મસ્જિદને આગ લગાડવામાં આવી નથી અને સોશિયલ મીડિયા પર જે તસવીરો શેર કરવામાં આવી રહી છે તે નકલી છે. આ જ નિવેદન ગૃહ મંત્રાલય તરફથી પણ આવ્યું છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube