Cryptocurrency: ક્રિપ્ટોકરન્સી પર સરકાર જલદી નિર્ણય લેવાના મૂડમાં, PM મોદીની મહત્વની બેઠક

“સરકાર એ હકીકતથી વાકેફ છે કે આ એક અદ્યતન તકનીક છે, તેથી તેની નજીકથી દેખરેખ રાખવામાં આવશે અને સક્રિય પગલાં લેવામાં આવશે. સરકાર દ્વારા આ ક્ષેત્રમાં લેવાયેલા પગલાં પ્રગતિશીલ અને દૂરંદેશી હશે તે અંગે પણ સહમતિ સધાઈ હતી.
 

Cryptocurrency: ક્રિપ્ટોકરન્સી પર સરકાર જલદી નિર્ણય લેવાના મૂડમાં, PM મોદીની મહત્વની બેઠક

નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં શનિવારે એક મહત્વની બેઠક યોજાઈ છે. આ બેઠકમાં ક્રિપ્ટોકરન્સી અને તેની સાથે જોડાયેલા મુદ્દા પર ગંભીર ચર્ચા કરવામાં આવી છે. સરકારી સૂત્રોના હવાલાથી જણાવવામાં આવી રહ્યું છે કે યુવાનોને ખોટા વચન આપી અને પૈસાની લાલચ આપીને તેને લલચાવવાનો કોઈ પ્લાન નિષ્ફળ કરવાને લઈને આ બેઠકમાં ચર્ચા કરવામાં આવી છે. બેઠકમાં તે નક્કી કરવામાં આવ્યું છે કે ક્રિપ્ટોકરન્સીને લઈને સરકાર નિષ્ણાંતો અને સ્ટેક હોલ્ડર્સની સાથે સતત ચર્ચા કરતી રહેશે. 

પ્રધાનમંત્રી મોદીની આગેવાનીમાં યોડાયેલી આ બેઠકમાં તે વાત પર પણ ચર્ચા થઈ કે અસ્થાયી ક્રિપ્ટો માર્કેટને મની લોન્ડ્રિંગ અને ટેટર ફન્ડિંગનું હથિયાર બનવા દેવામાં આવશે નહીં. આ દિશામાં પ્રયાસ કરવા માટે મજબૂત રણનીતિ બનાવવામાં આવી છે. ક્રિપ્ટો કરન્સીના ખોટા ઉપયોગ પર સરકારે ચિંતા વ્યક્ત કરતા તેનો સામનો કરવાના ઉપાયો પર ચર્ચા કરી છે. 

સૂત્રોએ કહ્યું કે, આ બેઠકમાં લલચાવતી જાહેરાતો દ્વારા યુવાનોને ગેરમાર્ગે દોરવાના પ્રયાસોને રોકવાની જરૂરીયાત પર ભાર આપવામાં આવ્યો છે. સૂત્રોએ કહ્યું, “સરકાર એ હકીકતથી વાકેફ છે કે આ એક અદ્યતન તકનીક છે, તેથી તેની નજીકથી દેખરેખ રાખવામાં આવશે અને સક્રિય પગલાં લેવામાં આવશે. સરકાર દ્વારા આ ક્ષેત્રમાં લેવાયેલા પગલાં પ્રગતિશીલ અને દૂરંદેશી હશે તે અંગે પણ સહમતિ સધાઈ હતી.

મહત્વનું છે કે આ મહત્વની બેઠક તેવા સમયે થઈ છે જ્યારે કોંગ્રેસે હાલમાં કરોડો રૂપિયાના બિટકોઇન કૌભાંડ અને કર્ણાટકમાં ભાજપ સરકાર દ્વારા તેને છુપાવવાનો આરોપ લગાવ્યો છે અને આ મામલાની સ્વતંત્ર તપાસ કરાવવાની માંગ કરી છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news