Jahangirpuri Violence: રાજધાની દિલ્હીના જહાંગીરપુરીમાં થયેલી હિંસા મામલે કેન્દ્રીય ગૃહ મંત્રાલયે મોટી કર્યાવાહી કરી છે. ગૃહ મંત્રાલયે હિંસામાં સામેલ 5 આરોપીઓ પર એનએસએ લગાવી છે. આ 5 આરોપી વિરૂદ્ધ એનએસએ હેઠળ કાર્યવાહી કરવામાં આવશે. માનવામાં આવી રહ્યું છે કે, હિંસાનો મુખ્ય આરોપી સોનુ શેખ, અંસાર અને અસલમ પર એનએસએ લગાવી શકાય છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

એક તરફ ગૃહ મંત્રાલયે આખા મામલે કાર્યવાહી કરી છે તો બીજી તરફ દિલ્હી પોલીસ સીસીટીવી ફૂટેજના આધારે આરોપીઓની ધરપકડ કરી રહી છે. મંગળવારના મોડી સાંજે દિલ્હી પોલીસ ક્રાઈમ બ્રાન્ચે હિંસાના વધુ એક આરોપી ગુલામ રસૂલ ઉર્ફે ગુલ્લીની ધરપકડ કરી છે. ગુલામ રસૂલ પર આરોપ છે કે તેણે સોનુ શેખને ફાયરિંગ માટે હથિયાર સપ્લાય કર્યા હતા.


કર્મચારીઓ માટે સારા સમાચાર! આ 4 ભથ્થામાં થશે વધારો, પગારમાં થશે બમ્પર વધારો


આ પહેલા જહાંગીરપુરી હિંસા મામલે આરોપી સોનુ શેખને રોહિણી કોર્ટમાં હાજર કરવામાં આવ્યો હતો. જ્યાં કોર્ટે સોનુને 4 દિવસના પોલીસ રિમાન્ડ પર મોકલી દીધો છે. જણાવી દઈએ કે, દિલ્હી પોલીસે આરોપી શેખ માટે 7 દિવસના રિમાન્ડની માંગ કરી હતી. સોનુને પોલીસ સુરક્ષામાં રોહિણી કોર્ટ લાવવામાં આવ્યો હતો. જ્યાં તેની સાથે મીડિયાને કોર્ટ રૂમમાં જવા પર રોકવામાં આવી હતી. સોનુ શેખને કોર્ટ નંબર 6 થી ક્રાઈમ બ્રાન્ચની કોર્ટ નંબર 115 માં લાવવામાં આવ્યો હતો.


બોલીવુડ એક્ટ્રેસના ઘરમાં ગુંજશે બાળકની કિલકારી, કાજલ અગ્રવાલે પુત્રને આપ્યો જન્મ


શું છે NSA?
નેશનલ સિક્યોરિટી એક્ટ અથવા રાષ્ટ્રીય સુરક્ષા કાયદ અથવા રાસુકા, એક એવો કાયદો છે જે અતંર્ગત કોઈપણ ચોક્કસ જોખમ માટે વ્યક્તિને અટકાયતમાં લઈ શકાય છે. જો સ્થાનિક તંત્રને કોઈ શખ્સથી દેશની સુરક્ષા અને સંવાદિતાને સંક્ટ અનુભવાય છે તો તે બને તે પહેલા તે વ્યક્તિને પકડી શકે છે. આ કાયદો તંત્રને કોઈપણ વ્યક્તિને મહિનાઓ સુધી કસ્ટડીમાં રાખવાનો અધિકાર આપે છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube