પહેલીવાર કોઇ પશુને કરવામાં આવ્યો હોમ કોરોન્ટાઇન, રેડ ઝોનમાંથી પરત ફર્યો હતો ઘોડો
જમ્મૂના રાજૌરી જિલ્લાના થાના મંડી વિસ્તારમાં એક ઘોડા અને તેના ઘોડેસવારને કોરોન્ટાઇન કરવાનો રસપ્રદ કિસ્સો સામે આવ્યો છે, જેને લઇને સમગ્ર વિસ્તારમાં ચર્ચાઓનું બજાર ગરમ છે.
રાજૌરી: જમ્મૂના રાજૌરી જિલ્લાના થાના મંડી વિસ્તારમાં એક ઘોડા અને તેના ઘોડેસવારને કોરોન્ટાઇન કરવાનો રસપ્રદ કિસ્સો સામે આવ્યો છે, જેને લઇને સમગ્ર વિસ્તારમાં ચર્ચાઓનું બજાર ગરમ છે.
જોકે કાશ્મીર ઘાટીથી એક વ્યક્તિ મુગલ રોડના માર્ગે મંગળવારે રાત્રે રાજૌરીના થાના મંડી પહોંચ્યો, જેની જાણકારી જ્યારે વહિવટીતંત્રને મળી તો કોરોનાની આશંકાને જોતાં ઘોડા અને તેના માલિકને કોરોન્ટાઇન કરી દેવામાં આવ્યો છે. કોઇ પશુને કોરોન્ટાઇન કરવાનો પહેલો કિસ્સો સામે આવ્યો છે.
125 કિલોમીટર ઘોડા પર સવાર થઇને માલિક રેડ ઝોન શોપિયાથી થઇને રાજૌરી સાથે થાના મંડી પહોંચ્યો હતો.
કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube