ઝી બ્યૂરો, અમદાવાદઃ 'કર્મ તેરે અચ્છે હૈ તો  કિસ્મત તેરી દાસી હૈ, નિયત તેરી અચ્છી હૈ તો ઘરમેં મથુરા કાશી હૈ'
આ પંક્તિઓ ઈન્દોરના વિજયસિંહ રાઠોડને બંધ બેસતી આવે છે. ખેડૂતના દિકરાએ એવા કર્મ કર્યા કે કિસ્મતને તેની દાશી બનવું પડ્યું. વિજય રાઠોડ એક સમયે ચાની દુકાનમાં નોકરી કરતા હતા. જે લોકોને ચા પીવડાવીને મુશ્કેલીથી 8 રૂપિયા કમાતા હતા જે  આજે કરોડો રૂપિયાના માલિક છે.

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

શું હોય છે હોટ-ડોગ?
120 સ્કેવેર ફૂટની દુકાનમાં જોની હોટ ડોગ (Johny Hot Dog) મળે છે. આ જોની હોટ ડોગ ઈન્દોરથી હોન્ગ- કોન્ગ સુધી મળે છે. જોની હોટ ડોગે તો આંતરાષ્ટ્રીય એવોર્ડ પણ પ્રાપ્ત કર્યો છે. જોની હોટ ડોગ વેચવાવાળા  વિજયસિંહ રાઠોડ (Vijay Singh Rathore) દાદુના નામથી ઓળખાય છે. આ હોટ ડોગને બ્રેડમાં રોલ કરીને બનાવવામાં આવે છે. પહેલા આ હોટ ડોગ સાકાહારી હતો હવે મટન હોટ ડોગ પણ મળવા લાગ્યો છે.

40 વર્ષ પહેલાં જોની હોટ ડોગની શરૂઆત થઈ હતી
1980ના દાયકામાં વિજયસિંહ રાઠોડ (Vijay Singh Rathore) દુકાનને ઈન્દોરના 56 દુકાન ક્ષેત્રમાં લઈ આવ્યા હતા. 56 દુકાન ક્ષેત્ર ઈન્દોરમાં ખાણી - પીણી માટે પ્રખ્યાત જગ્યા છે. આ ડિશ દેશી ઘી અને માખણથી બને છે. ભાગ્ય જ કોઈ એવો વ્યક્તિ હશે કે ઈન્દોર ગયો હોય અને આ ડિશનો સ્વાદ ના ચાખ્યો હોય.

કોણ છે વિજયસિંહ રાઠોડ
વિજયસિંહ રાઠોડ એક ખેડૂતના પુત્ર છે. વિજયસિંહ રાઠોડ (Vijay Singh Rathore)ના સપના મોટ હતા.  વિજયસિંહ રાઠોડ (Vijay Singh Rathore)નું કહેવું છે કે, અહીં એક થિયેટર હતું જે થિયેટરમાં માત્ર અંગ્રેજી ચલચિત્રો જ લાગતા હતા. આ થિયેટરમાં આ પ્રકારના હોટ ડોગ વેચવામાં આવતા હતા. આ થિયેટર 70ના દાયકામાં બંધ થઈ ગયું. થિયેટર બંધ થયા બાદ અહીં હોટ ડોગ વેચવાનું શરૂ કર્યું. આ હોટ ડોગને એશિયા પેસિફિકની સૈથી વધુ લોકપ્રિય ડિશનો પુરસ્કાર મળ્યો છે. હોન્ગ કોન્ગમાં ઈટ્સ એપક રેસ્ટોરન્ટ પાર્ટનર એવોર્ડ 2019નું આયોજન થયું હતું તે સમયે લોકો હેરાન રહી ગયા હતા. મોટી મોટી કંપનીના બર્ગર અને પિત્ઝાને છોડીને જોની હોટ ડોગને આ પુરસ્કાર મળ્યો હતો.

હોટ ડોગ વેચતા પહેલા કર્યા કેટલાય કામ
જોની હોટ ડોગ બનાવતા પહેલા વિજયસિંહ રાઠોડે (Vijay Singh Rathore) કેટલીક જગ્યા પર નોકરી કરી. વિજયસિંહના પિતા ખેડૂત હતા અને ખેતી કરવામાં ખૂબ મુશ્કેલી પડતી હતી. ન મોટર હતી કે ના વિજળી. ખેડૂતને સંપૂર્ણ રીતે વરસાદ પર આધાર રાખવો પડતો. વિજયસિંહ રાઠોડ (Vijay Singh Rathore) તેની માતાને જમવાનું બનાવતા જોતા અને તેમના મનમાં કેટલાય પ્રકારના વિચારો આવતા હતા. આ સમયે વિજયસિંહે તેમની માતાની સહાયથી હોટ ડોગની રેસિપી તૈયાર કરી. જે સમયે લોકો પોતાની દુકાનના નામ ચાટ હાઉસ,સ્વીટ્સ હાઉસ જેવા નામ રાખતા હતા ત્યારે વિજયસિંહે હોટ ડોગની દુકાન ખોલી હતી. હવે તે કરોડપતિ છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube