જો પાર્કિંગમાં ગાડી ચોરી થઈ કે કોઈ નુકસાન થયું તો હોટલ જવાબદાર, ચૂકવવું પડશે વળતર, ખાસ વાંચો
હોટલો (Hotel)ની બહાર પાર્કિંગ સુવિધા તો હોય છે પરંતુ ત્યાં એમ પણ લખ્યું હોય છે કે વાહન તમારા જોખમે પાર્ક કરો. જેને લઈને સુપ્રીમ કોર્ટે (Supreme Court) ગાઈડલાઈન્સ બહાર પાડી છે. કોર્ટનું કહેવું છે કે જો હોટલના પાર્કિંગ(Parking)માંથી ગાડી ચોરી થાય તો તેની સંપૂર્ણ જવાબદારી હોટલની રહેશે.
નવી દિલ્હી: હોટલો (Hotel)ની બહાર પાર્કિંગ સુવિધા તો હોય છે પરંતુ ત્યાં એમ પણ લખ્યું હોય છે કે વાહન તમારા જોખમે પાર્ક કરો. જેને લઈને સુપ્રીમ કોર્ટે (Supreme Court) ગાઈડલાઈન્સ બહાર પાડી છે. કોર્ટનું કહેવું છે કે જો હોટલના પાર્કિંગ(Parking)માંથી ગાડી ચોરી થાય તો તેની સંપૂર્ણ જવાબદારી હોટલની રહેશે.
J&K: અખનૂર સેક્ટરમાં રહસ્યમય વિસ્ફોટ, સેનાનો એક જવાન શહીદ અને 2 ઘાયલ
આ સાથે જ કોર્ટે એમ પણ કહ્યું કે જો ગાડીના માલિકની ગાડી કે ચાવી પાર્કિંગ દરમિયાન હોટલના સ્ટાફને આપે છે અને આ દરમિયાન ગાડી ચોરી થાય કે ગાડીમાં કોઈ નુકસાન થાય તો હોટલે જ વળતરની રકમ આપવી પડશે.
વાત જાણે એમ છે કે National Consumer Disputes Redressal Commissionના એક નિર્ણયને યોગ્ય ઠેરવતા કોર્ટે આ વાત કરી. અત્રે જણાવવાનું કે દિલ્હીની તાજ મહેલ હોટલના પાર્કિંગમાંથી 1998માં એક વ્યક્તિની મારૂતિ ઝેન ગાડી ચોરી થઈ હતી. ત્યારબાદ National Consumer Disputes Redressal Commissionએ હોટલને જવાબદાર ઠેરવી હતી. આયોગે કહ્યું કે હોટલ પાર્કિંગમાં ગ્રાહક જે સ્થિતિમાં વાહન પાર્ક કરીને ગયો હોય તે જ સ્થિતિમાં તેને પાછું મળવું જોઈએ. દિલ્હીની તાજ હોટલ પર ગ્રાહક આયોગે 2.8 લાખ રૂપિયાનો દંડ પણ ફટકાર્યો હતો.
જુઓ LIVE TV
Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાવો : facebook | twitter | youtube