J&K: અખનૂર સેક્ટરમાં રહસ્યમય વિસ્ફોટ, સેનાનો એક જવાન શહીદ અને 2 ઘાયલ
જમ્મુ અને કાશ્મીરમાં એક વાર ફરીથી આતંકવાદીઓએ નાપાક હરકત કરી છે. આ વખતે તેમણે ભારતીય સેનાના જવાનોને નિશાન બનાવવાનો પ્રયત્ન કર્યો છે.
Trending Photos
નવી દિલ્હી: જમ્મુ અને કાશ્મીર (Jammu Kashmir)માં એક વાર ફરીથી આતંકવાદીઓએ નાપાક હરકત કરી છે. આ વખતે તેમણે ભારતીય સેનાના જવાનોને નિશાન બનાવવાનો પ્રયત્ન કર્યો છે. આતંકીઓએ અખનૂર સેક્ટર (Akhnoor Sector)માં IED વિસ્ફોટ (IED Blast) કર્યો છે. જેમાં ભારતીય સેનાના 3 જવાનો ઘાયલ થયા હતાં જેમાંથી એકનું સારવાર દરમિયાન મોત થયું છે.
#UPDATE: One of the three injured Army personnel has succumbed to his injuries, at the Military Hospital in Udhampur. #JammuAndKashmir https://t.co/GRXLfuVmR9
— ANI (@ANI) November 17, 2019
LoC પર જંગની તૈયારી કરી રહ્યું છે પાકિસ્તાન!
પાકિસ્તાન એકવાર ફરીથી સરહદ પર ગતિવિધિઓ વધારી રહ્યું છે. પોતાના તોપખાનાને સરહદની વધુ નજીક અનેક સ્થળોએ તહેનાત કરી રહ્યું છે. સૂત્રોના જણાવ્યાં મુજબ સરહદ પાસે પાકિસ્તાને 105 મિમી તોપોવાળી 4 રેજિમેન્ટ અને 155 મિમી તોપોવાળી 6 રેજિમેન્ટ સરહદની નજીક લાવી રહ્યું છે. તેમને નવી જગ્યાઓ પર તૈનાત કરવામાં આવી રહી છે. જેથી કરીને ભારતીય વિસ્તારો પર વધુ કારગર રીતે ગોળાબારી કરી શકાય. જો કે હાલના દિવસોમાં ભારતીય સેનાના તોપખાનાએ પાકિસ્તાનની સેનાની અનેક પોસ્ટ તબાહ કરી હતી અને આતંકી કેમ્પોને પણ નિશાન બનાવ્યાં હતાં.
જુઓ LIVE TV
પાકિસ્તાને સરહદ પર સેનાની તૈનાતી પણ વધારી છે. સૂત્રોના જણાવ્યાં મુજબ પાકિસ્તાની સેનિકોની સંખ્યા 90000 કરતા વધુ છે. આ ઉપરાંત પાકિસ્તાની સેનાની ખાસ ટુકડીSPECIAL SERVICE GROUP (SSG)ના 2000થી વધુ કમાન્ડો પણ તહેનાત કરાયા છે. પાકિસ્તાનની સેનાએ મોટા પાયે હથિયારો પણ ખરીદ્યા છે. એવા અહેવાલો છે કે પાકિસ્તાને 5.56 કેલિબરની એક લાખ રાઈફલો ઉપરાંત 7.62 કેલિબરની 5000 સ્નાઈપર રાઈફલો ખરીદી છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાવો : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે