ઝી મીડિયા/બ્યૂરો :દિલ્હી એનસીઆરમાં પ્રદૂષણ ફેલાવવા માટે બદનામ પરાલી સૂરજકુંડ મેળામાં જોરદાર નામ કમાવી રહી છે. જમ્મુ કાશ્મીરના કઠુઆ જિલ્લામાં યોજાયેલ મેળામાં પહોંચેલ શિલ્પકાર પરાલી (Parali) થી ઘરેલુ ઉપયોગમાં લેવાતી સામગ્રી બનાવી રહ્યાં છે. જેમાં બેસવા માટે આસન, આરામ કરવા માટે ચટ્ટાઈ, પહેરવા માટે ચપ્પલ અને સામાન રાખવા માટે ટોપલી પણ બનાવી રહ્યાં છે. જમ્મુ કાશ્મીરની શિલ્પકાર મહિલાઓએ આ સાબિત કરી દીધું કે, પરાલી સમસ્યા નહિ, પણ સમાધાન છે. તેને બાળો નહિ, પરંતુ ઉપયોગ કરો. તેનો પ્રયોગ કરો. પરાલીથી બનેલા બહુ જ સુંદર અને આકર્ષક સામાન મેળામાં પહોંચી રહ્યાં છે. જે પર્યટકોને પણ ગમી રહ્યાં છે. આ મેળામાં પરાલી ન બાળવા માટેનું શિક્ષણ પણ આપવામાં આવી રહ્યું છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કેન્દ્ર સરકારે રાશન કાર્ડ મામલે મોટો નિર્ણય લીધો, 1 જૂનથી આખા દેશમાં થઈ જશે લાગુ 


ગત અનેક વર્ષોથી દિલ્હી એનસીઆર અને હરિયાણાનો ઘણો મોટો વિસ્તાર પરાલી બાળવાને કારણે થતા પ્રદૂષણથી ત્રસ્ત હતો. અત્યાર સુધી લોકોને આ પ્રયોગ કરવાનો કોઈ રસ્તો મળી રહ્યો ન હતો. જોકે, સરકારે પરાલીખ ખરીદવાનું અભિયાન ચલાવ્યું હતું, પરંતુ તેના બાદ પણ લોકો ખેતરમાં પરાલી બાળતા હતા. જેનાથી લાખો લોકોના સ્વાસ્થ્ય પર ખરાબ અસર પડે છે. પરંતુ સૂરજકુંડ મેળામાં પહેલીવાર આ તસવીરોને જોઈને લોકો આશ્ચર્યચકિત રહી ગયા. કારણ કે, અત્યાર સુધઈ જોવામાં આવ્યું અને સાંભળ્યું પણ હતું કે પરાલી માત્ર સમસ્યા છે, પરંતુ જમ્મુ-કાશ્મીરમાં આવેલા શિલ્પકારોએ આ સમસ્યાનું બહુ જ સારી રીતે સમાધાનમાં બદલી દીધું.


નિર્ભયાના દોષિતોનું ડેથ વોરન્ટ જાહેર કરવાની પટિયાલા હાઉસ કોર્ટની સ્પષ્ટ ના, દોષિતો પાસે હજી પણ છે સમય


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


દેશના સમાચાર જાણવા માટે કરો ક્લિક...