પટનાઃ ચિરાગ પાસવાને બિહાર વિધાનસભા ચૂંટણીમાં મુખ્યમંત્રી નીતીશ કુમાર વિરુદ્ધ મોર્ચો ખોલીને પરિણામને અનપેક્ષિત રીતે પ્રભાવિત કરી દીધા છે. સ્થિતિ તે થઈ ગઈ છે કે નીતીશ કુમારની જનતા દળ યૂનાઇટેડ  (JDU)ભારતીય જનતા પાર્ટી (BJP), રાષ્ટ્રીય જનતા દળ (RJD) બાદ ત્રીજા નંબરે ખસી ગઈ છે. હવે નીતીશની સામે નૈતિકતાની મોટી સમસ્યા ઉભી થઈ ગઈ છે. પરંતુ ભાજપે ચૂંટણી દરમિયાન ઘણીવાર કહ્યું કે, પરિણામ ગમે તે ગોય, રાષ્ટ્રીય જનતાંત્રિક ગઠબંધન (NDA)ના નેતા નીતીશ કુમાર જ હશે. પરંતુ ભાજપના મુકાબલે મોટા અંતરથી ઓછી સીટો આવવાને કારણે સ્થિતિ પેચીદી બની છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ સમાચાર પ્રકાશિત કરવા સમયે ચૂંટણી પંચ પ્રમાણે ભાજપ 73 અને આરજેડી 64 સીટો પર આગળ છે જ્યારે જેડીયૂએ 49 સીટો પર લીડ મેળવી છે. ત્યારે એલજેપીની દાવેદારી માત્ર એક સીટ પર જોવા મળી રહી છે પરંતુ તેના ખાતામાં 5.8 ટકા મત ગયા છે. તો ભાજપના ખાતામાં 19.8 ટકા જ્યારે જેડીયૂના ખાતામાં 15.4 ટકા મત આવી ચુક્યા છે. તો આરજેડીને 22.9 ટકા મત મળ્યા છે. તેવામાં કહી સકાય કે જો એલજેપીએ જેડીયૂ વિરુદ્ધ ઉમેદવારો ન ઉતાર્યા હોત તો નીતીશ કુમારની પાર્ટી જેડીયૂ બિહારમાં સૌથી મોટી પાર્ટી બનીને ઉભરવાની સંભાવના હોત.


બિહારમાં ચૂંટણી NDA જીતશે તો શું નીતીશ કુમાર ફરી બનશે સીએમ? જાણી લો ભાજપનો જવાબ  


હકીકતમાં એક્સપર્ટસ જેડીયૂની સીટો ઓછી કરવામાં ભાજપની મોટી ભૂમિકા માની રહી છે. તે પ્રમાણે ભાજપ ભલે 2005થી જેડીયૂના નેતૃત્વમાં સરકાર બનાવતું હોય, પરંતુ નીતીશનું કદ નાનુ કરવાની તેની ઈચ્છા સમયની સાથે વધતી ગઈ છે. ઘણા નિષ્ણાંતો માને છે કે ભાજપે પોતાની ઈચ્છા પૂરી કરવા માટે આ વખતે ચિરાગ પાસવાનને પાછલા દરવાજાથી આગળ કર્યો. ચિરાગની એલજેડીએ જેડીયૂના મત કાપવામાં ભૂમિકા નિભાવી અને હવે ભાજપની વાત બનતી જોવા મળી રહી છે. 
 


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube