નવી દિલ્હી/ યુનાઈટેડ નેશન્સઃ આગામી 24 કલાક કરતાં પણ ઓછા સમયમાં સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ (UNSC)ની 1267 ધારાની કમિટી જૈશ-એ-મોહમ્મદના વડા મસૂદ અઝહરને વૈશ્વિક આતંકવાદી જાહેર કરવા અંગેનો નિર્ણય લઈ શકે છે. ફ્રાન્સ, બ્રિટન અને અમેરિકા દ્વારા 27 ફેબ્રુઆરીના રોજ મસૂદ અઝહરને વૈશ્વિક આતંકવાદીઓની યાદીમાં સામેલ કરવા માટે સંયુક્ત રાષ્ટ્રની સુરક્ષા પરિષદમાં એક પ્રસ્તાવ દાખલ કરાયો હતો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જો સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદનો એક પણ સભ્ય વાંધો નહીં ઉઠાવે તો આજે રાત્રે 12.30 કલાકે (ન્યૂયોર્કનો સમય 3.00 pm, 13 માર્ચ)ના રોજ સંયુક્ત રાષ્ટ્રની ધારા 1267 (દ-એશ) અને અલ-કાયદા પ્રતિબંધ યાદી અંતર્ગત મસૂદ અઝહરનું નામ વૈશ્વિક આંતકવાદીઓની યાદીમાં સામેલ થઈ શકે છે. જોકે, તેમાં સંપૂર્ણ આધાર ચીન પર રહેલો છે. કેમ કે, સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં ચીન પાસે વીટો અધિકાર છે અને તે આનો ઉપયોગ અગાઉ પણ કરી ચૂક્યું છે. 


1267 ISIL (Da’esh) & Al-Qaida Sanctions Committee


1267 અને અલ-કાયદા પ્રતિબંધ સમિતિની સ્થાપના 1988ના રોજ કરવામાં આવી હતી. ત્યાર બાદ આ સમિતિનું નામ બદલીને '1267 ISIL (Da’esh) અને અલ કાયદા પ્રતિબંધ સમિતિ' કરવામાં આવ્યું હતું. આ યાદીમાં કોઈ એક વ્યક્તિ કે સંસ્થાનું નામ સામેલ કરવા માટે પુરાવો આપવાનો રહે છે કે, "જે તે વ્યક્તિ અથવા સંસ્થા પોતે અથવા તો આડકતરી રીતે ISIL (Da’esh) અને અલ કાયદા સાથે સંકળાયેલી છે."


આ પ્રતિબંધિત યાદીમાં અત્યારે 162 વ્યક્તિના અને 83 સંસ્થાના નામ સામેલ કરાયેલા છે અને છેલ્લે 28 ફેબ્રુઆરી, 2019ના રોજ તેને અપડેટ કરાઈ હતી. હાફિઝ સઈદ, અલ-કાયદા, જૈશ-એ-મોહમ્મદ, લશ્કર-એ-તૈયબા, બોકો હરામ તેમાંના કેટલાક જાણીતા નામ છે. 


સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ મુજબ આ યાદીમાં સામેલ વ્યક્તિ અથવા સંસ્થા ....


  • આ સંસ્થાઓ ISIL (Da’esh), અલ કાયદા અથવા તેમની પેટા સંસ્થા, સહયોગી સંસ્થા અને તેમાંથી જન્મેલી સંસ્થાને

  • નાણા પુરવઠા, આયોજન, સુવિધાઓ પુરી પાડવી, તૈયારી કરવી અથવા તો આતંકી ગતિવિધીઓ કરવી, તેની સાથે સંકળાઈને, તેના નામ હેઠળ અથવા તેના બદલામાં અથવા તો તેની ટેકામાં, 

  • હથિયારો અને વિસ્ફટકના મટિરિયલની સપ્લાય કરે છે, વેચાણ કરે છે અથવા તો પરિવહન કરે છે, 

  • ભરતી કરે છે અથવા તો તેમની ગતિવિધિઓમાં મદદ કરે છે અથવા જાતે સામેલ થાય છે.


મસૂદ અઝહરને વૈશ્વિક આતંકી જાહેર કરવાના માર્ગમાં ચીન કરશે અવળચંડાઈ


સંયુક્ત રાષ્ટ્રના પ્રતિબંધોમાં શું સમાવેશ થાય છે? 
1. સંપત્તિ ટાંચમાં લેવી 
આ યાદીમાં સામેલ કોઈ વ્યક્તિ કે સંસ્થાની તમામ સંપત્તિ, તેનાં આર્થિ સ્રોત અને તેના ફંડને વિશ્વનાં તમામ રાષ્ટ્રો- રાજ્યોએ ટાંચમાં લેવાના રહેશે. 


2. પ્રવાસ પર પ્રતિબંધ
આ યાદીમાં સામેલ વ્યક્તિને તમામ રાષ્ટ્રો અને રાજ્યોએ તેમના દેશમાં પ્રવેશ કે તેમના દેશમાંથી પસાર થતાં રોકવાની રહેશે. 


3. શસ્ત્રોના વેચાણ પર પ્રતિબંધ 
તમામ રાષ્ટ્રો - રાજ્યોએ "તેમના વિસ્તારમાં, તેમના દેશની સરહદ પર આ યાદીમાં સામેલ વ્યક્તિઓ કે સંસ્થાઓને સીધા અથવા આડકતરા શસ્ત્રોના વેચાણ અથવા સંબંધિત મીટિરિયલના રોકાણ પર પ્રતિબંધ લગાવાનો રહેશે. જેમાં શસ્ત્રોના સ્પેર પાર્ટ્સ, ટેક્નિકલ સલાહ, મદદ, તાલીમ સંબંધિત લશ્કરી કવાયત વગેરે પર સંપૂર્ણ પ્રતિબંધ મુકવાનો રહેશે."


દુનિયામાં થઇ રહી હતી શોધ, અમેરિકાની નજરથી માત્ર 3 માઈલ દૂર હતો 1 આંખવાળો મુલ્લા ઓમર


પાકિસ્તાને કરવી પડશે ત્વરિત કાર્યવાહી
જો સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં મસૂદ અઝહરને '1267 ISIL (Da’esh) અને અલ કાયદા પ્રતિબંધ સમિતિ' દ્વારા વૈશ્વિક આતંકવાદી યાદીમાં સામેલ કરવામાં આવે છે તો ઉપરના તમામ પ્રતિબંધો તાત્કાલિક અસરથી લાગુ પડી જાય છે. બીજા શબ્દોમાં, પાકિસ્તાને તાત્કાલિક ધોરણે મસૂદ અઝરના ફંડ અને અન્ય આર્થિક સંપત્તિઓને તાત્કાલિક ધોરણે ટાંચમાં લેવાની રહેશે. આ ઉપરાંત તેની તમામ ગતિવિધિઓ પર નજર રાખવી પડશે. 


વિશ્વના વધુ સમાચાર વાંચવા અહીં કરો ક્લિક...