નવી દિલ્હીઃ જમ્મુ-કાશ્મીરમાંથી આર્ટિકલ 370 હટ્યા બાદ કેટલા બહારના લોકોએ ત્યાં સંપત્તિ ખરીદી છે, તેની જાણકારી આજે સંસદમાં આપવામાં આવી છે. ગૃહમંત્રાલયે મંગળવારે લોકસભામાં જણાવ્યું કે જમ્મુ-કાશ્મીરની બહારના 34 લોકોએ તત્કાલીન રાજ્યમાંથી આર્ટિકલ 370 રદ્દ કર્યા બાદ કેન્દ્ર શાસિત પ્રદેશમાં સંપત્તિ ખરીદી છે. કેન્દ્રીય ગૃહ રાજ્યમંત્રી નિત્યાંનદ રાયે બહુજન સમાજવાદી પાર્ટીના નેતા હાઝી ફજલુર રહમાનના એક પ્રશ્નના લેખિત ઉત્તરમાં આ જાણકારી આપી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કેન્દ્ર શાસિત પ્રદેશના આ જિલ્લામાં બહારના લોકોએ ખરીદી સંપત્તિ
તે પૂછવા પર કે શું ગૃહમંત્રી તે જણાવવાની કૃપા કરશે કે જમ્મુ-કાશ્મીરમાંથી આર્ટિકલ 370 રદ્દ કર્યા બાદ આ કેન્દ્ર શાસિત પ્રદેશમાં કેટલા લોકોએ સંપત્તિ ખરીદી છે. તેના પર મંત્રી નિત્યાનંદ રાયે કહ્યુ કે, જમ્મુ-કાશ્મીર સરકાર દ્વારા પ્રદાન કરવામાં આવેલી જાણકારી અનુસાર રાજ્યની બહારના 34 લોકોએ આર્ટિકલ 370 હટ્યા બાદ જમ્મુ-કાશ્મીરના કેન્દ્ર શાસિત પ્રદેશમાં સંપત્તિ ખરીદી છે. સાથે મંત્રીએ તે પણ જણાવ્યું કે આ સંપત્તિ જમ્મુ, રિયાસી, ઉધમપુર અને ગાંદરબલ જિલ્લામાં સ્થિત છે. 


આ પણ વાંચોઃ અસમ અને મેઘાલય માટે ઐતિહાસિક દિવસ, 50 વર્ષ જૂના સરહદ વિવાદનો આવ્યો ઉકેલ


પહેલાં માત્ર સ્થાયી લોકો ખરીદી શક્તા હતા જમીન
મહત્વનું છે કે 5 ઓગસ્ટ 2019 પહેલાં જમ્મુ-કાશ્મીરમાં આર્ટિકલ 370ને રદ્દ કરવામાં આવ્યો નહોતો, ત્યારે રાજ્યને વિશેષ દરજ્જો પ્રાપ્ત હતો અને ત્યાં માત્ર સ્થાનીક લોકો જમીન અને સંપત્તિ ખરીદી શકતા હતા. કેન્દ્ર સરકારે 5 ઓગસ્ટ 2019ના રોજ આર્ટિકલ 370ને રદ્દ કરી દીધો હતો અને રાજ્યને બે કેન્દ્ર શાસિત પ્રદેશોમાં વિભાજીત કરી દેવામાં આવ્યું હતું. જમ્મુ-કાશ્મીરને કેન્દ્ર શાસિત અને લદ્દાખને એક અલગ કેન્દ્ર શાસિત પ્રદેશનો દરજ્જો આપવામાં આવ્યો હતો. 


ઉલ્લેખનીય છે કે આર્ટિકલ 370 હટાવ્યા બાદ કેન્દ્ર સરકારે જમ્મુ-કાશ્મીર અને લદ્દાખના કેન્દ્ર શાસિત પ્રદેશોમાં ભૂમિ અને સંપત્તિઓ ખરીદવાના કાયદામાં ફેરફાર કર્યો અને ત્યારબાદ નવો ભૂમિ ખરીદ કાયદો બનાવવામાં આવ્યો હતો. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube