નવી દિલ્હી: ભારતમાં અનેક રાજકીય પક્ષો છે. દેશમાં આઠ રાષ્ટ્રીય પક્ષ, 50થી વધુ માન્યતા પ્રાપ્ત પ્રાદેશિક પક્ષો છે. આ ઉપરાંત દેશમાં અનેક માન્યતા ન મળેલી હોય તેવા પણ રાજકીય પક્ષો છે. બિન માન્યતાપ્રાપ્ત રાજકીય પક્ષોને લઈને ચૂંટણી સંબંધિત અભ્યાસ અને વિશ્લેષણ કરનારા સમૂહ એસોસિએશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ્સ (એડીઆર)એ એક રિપોર્ટ બહાર પાડ્યો છે. જે મુજબ 2010થી 2021 વચ્ચે રજિસ્ટર્ડ બિન માન્યતાપ્રાપ્ત રાજકીય પક્ષોની સંખ્યા વધીને બમણી થઈ ગઈ છે. લોકસભા ચૂંટણીના વર્ષમાં તો ખુબ વધારો થયો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કયા પક્ષો બિન માન્યતાપ્રાપ્ત પક્ષ કહેવાય?
નવા રજિસ્ટર્ડ રાજકીય પક્ષો કે વિધાનસભા અથવા લોકસભા ચૂંટણીમાં કોઈ રાજ્યની માન્યતા પ્રાપ્ત પાર્ટી બનવા માટે જરૂરી પર્યાપ્ત મત ટકાવારી નહીં મેળવનારા પક્ષોને બિન માન્યતાપ્રાપ્ત પક્ષ ગણવામાં આવે છે. આમા એવા પક્ષો પણ સામેલ છે જેમણે રજિસ્ટ્રેશન બાદ ક્યારેય ચૂંટણી લડી નથી. એડીઆરએ નવા રિપોર્ટમાં કહ્યું છે કે 2010માં આવા પક્ષોની સંખ્યા 1112 હતી. જે 2019માં વધીને 2301 થઈ ગઈ અને 2021માં આ સંખ્યા 2858 પર પહોંચી ગઈ. 


એક કોન્સ્ટેબલની સંપત્તિ જોઈને અધિકારીઓના હોશ ઉડ્યા, આલિશાન ઘર, છત પર સ્વીમિંગ પૂલ


લોકસભા ચૂંટણીમાં વધી જાય છે સંખ્યા
રિપોર્ટ મુજબ એ વાત પર ભાર મૂકવો જરૂરી છે કે ખાસ કરીને લોકસભા ચૂંટણીવાળા વર્ષોમાં આ પાર્ટીઓની સંખ્યા અસમાન રીતે વધી છે. 2018થી 2019 વચ્ચે તેમાં 9.8 ટકા કરતા વધુ વધારો નોંધાયો જ્યારે 2013થી 2014 વચ્ચે આ વધારો 18 ટકા હતો. એડીઆરએ કહ્યું કે કુલ 2796 રજિસ્ટર્ડ બિન માન્યતાપ્રાપ્ત પક્ષોમાંથી 2019-20 માટે માત્ર 230 કે 8.23 ટકા રજિસ્ટર્ડ બિન માન્યતાપ્રાપ્ત પક્ષોનું વાર્ષિક ઓડિટ તથા ફક્ત 160 કે 5.72 ટકાનું વાર્ષિક અનુદાન રિપોર્ટ જાહેરમાં ઉપલબ્ધ છે. 


5 ચૂંટણીવાળા રાજ્યોમાં કેટલા બિન માન્યતાપ્રાપ્ત પક્ષો
આ વર્ષે જે પાંચ રાજ્યોમાં ચૂંટણી થવાની છે તે સંબંધઇત 889 રજિસ્ટર્ડ બિન માન્યતાપ્રાપ્ત પક્ષોનું વિશ્લેષણ કરવામાં આવ્યું અને ઉત્તર પ્રદેશ, પંજાબ તથા ઉત્તરાખંડથી સંબંધિત આવા માત્ર 90 કે 10.12 ટકા પક્ષો માટે પ્રદેશના મુખ્ય ચૂંટણી અધિકારીની વેબસાઈટ પર વાર્ષિક ઓડિટ ઉપલબ્ધ છે. જ્યારે મણિપુર અને ગોવા માટે 2019-20 માટે બિન માન્યતાપ્રાપ્ત પક્ષો અંગે આ જાણકારી ઉપલબ્ધ નથી. 


Dance Video: લટકા ઝટકા કરતી યુવતીઓ અચાનક સ્ટેજ પર ઝઘડવા લાગી, જે વચ્ચે પડ્યા તેને અધમૂઆ કર્યા


જાણો તેમના ખર્ચ અને આવકની વિગતો
ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ, અને પંજાબ માટે જે 90 બિન માન્યતાપ્રાપ્ત પક્ષોનો ઓડિટ રિપોર્ટ મળ્યો છે તેમણે 2019-20 માટે કુલ 840.25 લાખ રૂપિયાની આવક જાહેર કરી હતી. જ્યારે કુલ ખર્ચો 876.76 લાખ રૂપિયા જાહેર કર્યો હતો. વર્ષ 2019-20માં આ બિન માન્યતા પ્રાપ્ત પક્ષોએ પોતાની કુલ આવક કરતા 36.51 લાખ રૂપિયા વધુ ખર્ચ કર્યો હતો. ઉત્તર પ્રદેશની જન રાજ્ય પાર્ચીએ 2019-20 માટે સૌથી વધુ આવક જાહેર કરી હતી. જે 338.01 લાખ રૂપિયા હતી. જ્યારે પાર્ટીનો કુલ ખર્ચ 332.16 લાખ રૂપિયા હતો. ઉત્તર પ્રદેશની જ અનારક્ષિત સમાજ પાર્ટી અને અપના દળ (સોનેલાલ) એ આ સમયગાળામાં ક્રમશ બીજી સૌથી વધુ આવક (157.68 લાખ રૂપિયા) અને ત્રીજી સૌથી વધુ આવક (76.05 લાખ રૂપિયા) જાહેર કરી હતી. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube