નવી દિલ્હી: સરકારે બુધવારે કહ્યું કે 2018 અને 2020 ની વચ્ચે નાદારી અથવા દેવાના કારણે 16,000 થી વધુ લોકોએ આત્મહત્યા કરી છે, જ્યારે 9,140 લોકો બેરોજગારીને કારણે મૃત્યુ પામ્યા છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

બેરોજગારીના કારણે ઘણા લોકોએ કરી આત્મહત્યા
ગૃહ રાજ્ય મંત્રી નિત્યાનંદ રાયે રાજ્યસભામાં એક પ્રશ્નના લેખિત જવાબમાં આ માહિતી આપી હતી. તેમણે કહ્યું કે બેરોજગારીને કારણે 2020 માં 3548, 2019 માં 2851 અને 2018 માં 2741 લોકોએ આત્મહત્યા કરી.


નાદારી અથવા દેવાના કારણે લોકોએ આપ્યો પોતાનો જીવ
તેમણે કહ્યું કે, 2020 માં 5213 લોકોએ નાદારી અથવા દેવાને કારણે આત્મહત્યા કરી હતી. જ્યારે 2019 માં 5908 અને 2018 માં 4970 લોકોએ આત્મહત્યા કરી હતી.
(ભાષા ઇનપુટ સાથે)