નવી દિલ્હીઃ કોરોનાના ડેલ્ટા વેરિએન્ટ વિરુદ્ધ વેક્સિનની અસર આઠ ગણી ઓછી થશે. એક નવા અભ્યાસમાં આ દાવો કરવામાં આવ્યો છે. તેનો અર્થ છે કે વુહાન વેરિએન્ટની તુલનામાં ડેલ્ટા વેરિએન્ટ પર કોરોના વેક્સિનથી બનેલી એન્ટીબોડીનો પ્રભાવ ઓછો હસે. ઉલ્લેખનીય છે કે ડેલ્ટા વેરિએન્ટને લઈને ડબ્લ્યૂએચઓ પહેલા જ ચિંતા વ્યક્ત કરી ચુક્યુ છે. આ સ્ટડી સર ગંગારામ હોસ્પિટલમાં કરવામાં આવી છે. તેમાં તે કહેવામાં આવ્યું છે કે ડેલ્ટા વેરિએન્ટ સાજા થઈ ચુકેલા કોરોના દર્દીઓ પર પણ ઓછો પ્રભાવી હશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રિસર્ચ સ્ક્વોયર દ્વારા કરવામાં આવેલા રિસર્ચ પ્રમાણે રી-ઇન્ફેક્શન અને ટ્રાન્સમિશનને ડેલ્ટા વેરિએન્ટ ફેલાવવામાં મહત્વની ભૂમિકા ભજવી છે. માત્ર એટલું જ નહીં વેક્સિનેટેડ હેલ્થકેર વર્કર્સમાં ટ્રાન્સમિશન ક્લસ્ટરમાં પણ ડેલ્ટા વેરિએન્ટની ભૂમિકા જોવા મળી. સ્ટડીમાં કહેવામાં આવ્યું છે કે ભારતથી ત્રણ સેન્ટર્સના 100 વેક્સિનેટેડ હેલ્થ વર્કર્સ પર એનાલિસિસમાં જોવામાં આવ્યું કે ડેલ્ટા વેરિએન્ટ નોન ડેલ્ટા વેરિએન્ટની તુલનામાં ન માત્ર વધુ પ્રભાવી છે. પરંતુ હેલ્થવર્કર્સમાં તેના સંક્રમણની ગતિ પણ વધુ છે. 


CBSE એ 10-12 બોર્ડ માટે નવી યોજનાની જાહેરાત કરી, વર્ષમાં બે વાર પરીક્ષાઓ લેવાશે


ઉલ્લેખનીય છે કે 2020ના અંતમાં કોરોનાના ડેલ્ટા વેરિએન્ટની ઓળખ સૌથી પહેલા મહારાષ્ટ્રમાં થઈ હતી. ત્યારબાદ ધીમે-ધીમે દેશભરમાં અન્ય કેસ સામે આવવા લાગ્યા હતા. હવે ભારતમાં કોરોનાના અન્ય વેરિએન્ટની તુલનામાં ડેલ્ટા વેરિએન્ટ સૌથી વધુ પ્રભાવવાળો વેરિએન્ટ બની ચુક્યો છે. એક રિપોર્ટ પ્રમાણે સ્ટડીમાં કહેવામાં આવ્યું છે કે આ વેરિએન્ટ સ્પાઇક પ્રોટીનને પ્રોત્સાહન આપે છે. આ વાયરસને કારણે ફેફસાની કોશિકાઓ પર અસર દેખાય છે અને વુહાન વેરિએન્ટની તુલનામાં વધુ લોકોને સંક્રમિત કરે છે. સાથે તેની પ્રસાર ક્ષમતા પણ વધુ છે. તેના કારણે આ સંક્રમણ વધુ ખતરનાક પણ હોઈ શકે છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube