CBSE એ 10-12 બોર્ડ માટે નવી યોજનાની જાહેરાત કરી, વર્ષમાં બે વાર પરીક્ષાઓ લેવાશે

CBSE class 10, 12 Board Exams 2022: સીબીએસઈએ કહ્યું કે, આંતરિક મૂલ્યાંકન  (Internal Assessment) અને પ્રોજેક્ટ વર્ક (Project Work) ને વધુ વિશ્વસનીય તથા કાયદેસર બનાવવાનો પ્રયાસ જારી રહેશે. 

CBSE એ 10-12 બોર્ડ માટે નવી યોજનાની જાહેરાત કરી, વર્ષમાં બે વાર પરીક્ષાઓ લેવાશે

નવી દિલ્હીઃ CBSE class 10, 12 board exams 2022: સીબીએસઈએ 2021-2022 સત્રની ધોરણ-10 અને 12ની બોર્ડની પરીક્ષાઓ માટે વિશેષ મૂલ્યાંકન યોજના જાહેર કરી દીધી છે. એકેડેમિક સેશનને 50-50 ટકા સિલેબસ અનુસાર બે ભાગમાં વેચવામાં આવશે. પ્રથમ પરીક્ષા નવેમ્બર-ડિસેમ્બરમાં જ્યારે બીજી પરીક્ષા માર્ચ-એપ્રિલમાં લેવાશે. 

2022ની 10 અને 12 બોર્ડ પરીક્ષાઓની યોજના પર સીબીએસઈએ કહ્યું કે, આંતરિક મૂલ્યાંકન  (Internal Assessment) અને પ્રોજેક્ટ વર્ક (Project Work) ને વધુ વિશ્વસનીય તથા કાયદેસર બનાવવાનો પ્રયાસ જારી રહેશે. 

— ANI (@ANI) July 5, 2021

કોરોના સંકટને જોતા CBSE એ આ નિર્ણય લીધો છે. મહત્વનું છે કે થોડા સમય પહેલા પીએમ મોદીએ સીબીએસઈએ ધોરણ-12ની પરીક્ષા રદ્દ કરવાનો નિર્ણય કર્યો હતો. 

CBSEએ પોતાની નોટિસમાં જણાવ્યું કે, નવા સત્રને 50 ટકા અભ્યાસક્રમની સાથે બે સત્રમાં વેચવામાં આવશે. પ્રત્યેક સત્રના અંતમાં 50 ટકા સિલેબસની પરીક્ષાનું આયોજન કરવામાં આવશે. આમ કરવાથી છેલ્લા સત્ર માટે વર્ગો લેવાની સંભાવના વધી જશે. આ સિવાય સીબીએસઈએ અન્ય દિશા નિર્દેશ પણ જારી કર્યાં છે. 

બોર્ડે જણાવ્યું કે આ વર્ષો કોરોના મહામારીને કારણે તમામ શાળાઓએ ઓનલાઇન ક્લાસ ચલાવ્યા છે. તેવામાં ઘણા હિતધારકો તરફથી મળેલા સૂચનોના આધાર પર સીબીએસઈએ 2021-2022 સત્ર માટે વૈકલ્પિક રીતે બોર્ડ પરિણામ જાહેર કરવાની યોજના બનાવી છે. ઘણી શાળાઓએ અભ્યાસક્રમ ઘટાડવાની માંગ કરી હતી. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news