જો ગાડી ખરીદવાનો પ્લાન હોય તો વાંચી લેજો આ સમાચાર, Electric વાહનોની કિંમતને લઇને કેન્દ્રીયમંત્રીએ કહી આ વાત
રોડ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નિતિન ગડકરીએ શુક્રવારે કહ્યું કે એક વર્ષની અંદર ઇલેક્ટ્રિક વાહનોની કિંમત પેટ્રોલ ગાડીઓની બરાબર હશે. નિતિન ગડકરીએ એ પણ કહ્યું કે સરકાર પેટ્રોલ અને ડીઝલ્ના બદલે પાક અવશેષોથી ઇથનોલ ઉત્પાદનને પ્રોત્સાહન આપી રહી છે.
Nitin Gadkari On Electric Vehicle: રોડ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નિતિન ગડકરીએ શુક્રવારે કહ્યું કે એક વર્ષની અંદર ઇલેક્ટ્રિક વાહનોની કિંમત પેટ્રોલ ગાડીઓની બરાબર હશે. નિતિન ગડકરીએ એ પણ કહ્યું કે સરકાર પેટ્રોલ અને ડીઝલ્ના બદલે પાક અવશેષોથી ઇથનોલ ઉત્પાદનને પ્રોત્સાહન આપી રહી છે.
તેમણે એક સમાચાર ચેનલના કાર્યક્રમમાં કહ્યું કે હું પ્રયત્ન કરી રહ્યો છું કે દેશમાં એક વર્ષની અંદર ઇલેક્ટ્રિક વાહનોની કિંમત પેટ્રોલ ગાડીઓની પડતર બરાબર હોય. તેનાથી પેટ્રોલ ડીઝલ પર ખર્ચ થનાર વિદેશી મુદ્રાને બચાવી શકાય.
ઘણી મોંઘી છે ઇલેક્ટ્રિક ગાડીઓ
હાલમાં બેટરીની ઉંચી પડતર કિંમતના કારણે ઇલેક્ટ્રિક વાહનો મોંઘા છે. તેની ભાગીદારી વાહન કિંઅમ્તમાં 35 થી 40 ટકા છે. મંત્રીએ એ પણ કહ્યું કે સરકાર વ્યાપક સ્તર પર હરિત ઇંધણને પ્રોત્સાહન આપી રહી છે.
Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube