નવી દિલ્હી: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (PM Narendra Modi) એ સ્વતંત્રતા દિવા (15 ઓગસ્ટ)ના અવસર પર લાલ કિલ્લા પરથી સરકારની તમામ ઉપલબ્ધિઓ વિશે જણાવ્યું હતું. આ દરમિયાન તેમણે હેલ્થ સાથે જોડાયેલી એક નવી સ્કીમ (National Digital Health Mission) ની ઘોષણા કરી હતી. ભારતના 74મા સ્વતંત્રતા દિવસના અવસર પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ લાલ કિલ્લા પરથી દેશને સંબોધિત કરતાં નેશનલ ડિજિટલ હેલ્થ મિશન (National Digital Health Mission)ને લોન્ચ કરી. આ યોજનાને લોન્ચ કરતાં પીએમ મોદીએ કહ્યું હતું કે દેશમાં વધુ એક મોટું અભિયાન શરૂ થવા જઇ રહ્યું છે. અહીં અમે તમને આ સ્કીમ સાથે જોડાયેલી તમામ જાણકારી આપી રહ્યા છીએ. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

શું છે નેશનલ ડિજિટલ હેલ્થ મિશન
નરેન્દ્ર મોદી સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલા 'નેશનલ ડિજિટલ હેલ્થ મિશન'નો હેતું લોકોને સારી સ્વાસ્થ્ય સેવાઓ પુરી પાડવાનો છે. આ મિશનમાં સરકારે ટેક્નોલોજીનો વધુ ઉપયોગ કરવાનો નિર્ણય કર્યો છે. આ યોજના માટે સરકાર એક મોબાઇલ એપ પણ તૈયાર કરવાનું પ્લાનિંગ કરી રહી છે. નેશનલ ડિજિટલ હેલ્થ મિશનના મુખ્યરૂપથી હેલ્થ, વ્યક્તિગત સ્વાસ્થ્ય રેકોર્ડ, દેભરના ખાનગી ડોક્ટરો અને સ્વાસ્થ્ય સુવિધાઓના રજિસ્ટ્રેશન પર ફોકસ હોવાની આશા છે. 


રિપોર્ટ વિના હેલ્થ ID થી ખબર પડી જશે બિમારી
આગામી સમયમાં દરેક વ્યક્તિ પાસે આધાર કાર્ડ અને પાન કાર્ડની માફક હેલ્થ આઇડી કાર્ડ પણ ફરજિયાત કરી દેવામાં આવશે. 'નેશનલ ડિજિટલ હેલ્થ મિશન'ના હેઠળ દરેક વ્યક્તિનું એક હેલ્થ ID તૈયાર કરવામાં આવશે. આ હેલ્થ કાર્ડમાં દરેક વ્યક્તિનો મેડિકલ રિપોર્ટ હશે. આ કાર્ડમાં વ્યક્તિના દરેક ટેસ્ટ, બિમારી, ડોક્ટરનું નામ, દવા અને રિપોર્ટ્સ વિશે જાણકારી હશે. તેને સરળ ભાષામાં સમજી તો આગામી સમયમાં જો તમે દેશના કોઇપણ ખૂણામાં સારવાર કરાવશો તો પરચી અથવા ટેસ્ટ રિપોર્ટ સાથે લઇ જવાની જરૂર નહી પડે. કારણ કે તમારી હેલ્થની સંપૂર્ણ જાણકારી તમારા હેલ્થ કાર્ડમાં હશે. એવામાં ડોક્ટર યૂઇક આઇડી દ્વારા તમારી બિમારી વિશે જાણી શકશે. 


આધારકાર્ડ માફક હશે હેલ્થ ID
અત્યારે કોઇ એવો ડેટા નથી જેના દ્વારા એ જાણી શકાય કે વ્યક્તિ પહેલાં કઇ બિમારીનો શિકાર રહી ચૂક્યો છે અને કઇ દવાઓનું તેણે સેવન કર્યું છે. પરંતુ હેલ્થ કાર્ડમાં આ તમામ ડિટેલ્સ ઉપલબ્ધ હશે. નેશનલ ડિજિતલ હેલ્થ મિશન હેઠળ દરેક વ્યક્તિને એક યૂનિક કાર્ડ ઇશ્યૂ કરવામાં આવશે. હેલ્થ કાર્ડ પણ આધાર કાર્ડની માફક હશે. આ કાર્ડ દ્વારા દર્દીના અંગત મેડિકલ રેકોર્ડ વિશે જાણી શકાશે. કોઇપણ વ્યક્તિ ઘરે બેઠા હેલ્થ આઇડી બનાવી શકે છે. તમારે તમારા આધાર કાર્ડ અથવા મોબાઇલ નંબર સથે તેને લિંક કરીને તમારું હેલ્થ કાર્ડ બનાવવું પડશે. એકવાર બની ગયા પછી આઇડી દ્વારા હોસ્પિટલો અને ડોક્ટરો વચ્ચે ડિજિટલ રૂપથી ડેટા શેર કરવાની પરવાનગી હશે. 


હેલ્થ કાર્ડ સાથે લિંકઅપ હશે હોસ્પિટલ, ક્લિનિક
દર્દીઓના મેડિકલ ડેટા રાખવા માટે હોસ્પિટલ, ક્લિનિક, ડોક્ટર એક સેંટ્રલ સર્વર સાથે લિંક રહેશે. તેમાં તપાસ ક્લિનિક પણ રજિસ્ટર્ડ હશે. હેલ્થ કાર્ડમાં 14 અંકનો પોર્ટેબલ નંબર હશે. તમારે આ 14 આંકડાનો અંબર યાદ રાખવાની જરૂર નહી પડે પરંતુ આઇડી થી કામ ચાલી જશે. 


6 રાજ્યોમાં હેલ્થ મિશનની શરૂઆત
દેશના 6 કેન્દ્ર શાસિત પ્રદેશોમાં તેની શરૂઆત થઇ રહી છે. જે કેન્દ્ર શાસિત પ્રદેશોને તેનો સૌથી પહેલાં લાભ મળવાનો છે, તેમાં અંદમાન નિકોબાર દ્વીપ, ચંદીગઢ, લદ્દાખ, લક્ષદ્વીપ, દાદરા નગર હવેલી અને દમણ-દીવ અને પોડેંચેરી સામેલ છે. આ કેન્દ્ર શાસિત રાજ્યો બાદ દેશના બીજા રાજ્યોમાં આ યોજના શરૂ કરવામાં આવશે. 


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube