1. ચંદ્ર દેવતાની કૃપા મેળવવા માટે દુધમાં કાળા તલ નાખીને શિવલિંગનો રૂદ્રાભિષેક કરો. શિવની ઉપાસનાથી ચંદ્ર દેવતા સંબધિત દોષ દુર થઇ જશે અને તેમની કૃપા મળવાની શરૂ થઇ જશે. 
2. સોમવારનાં દિવસે ચંદ્ર કૃપા મેળવવા માટે ચાંદીનાં કોઇ પાત્રમાં ગંગાજળ, દુધ, ચોખા અને પતાસા અથવા ખાંડ નાખીને સૂર્યાસ્ત બાદ ચંદ્રમાને અર્ધ્ય અર્પવું. 
3. ચંદ્રની કૃપા મેળવવા માટે સોમવારનાં દિવસે દુધ અને ચોખાની ખીર બનાવીને ગરીબ, અસહનાય લોકોને દાન કરવું. 
4. સોમવાર અથવા પુનમનાં દિવસે દુધ, ચોખા, સફેદ કપડું, ખાંડ, સફેદ ચંદન અને દહીનું દાન કરવાથી ચંદ્રની કૃપા પ્રાપ્ત થાય છે. 
5. પુનમનાં દિવસે ચંદ્ર દેવતાનાં દર્શન કરો અને તેના પ્રકાશમાં બેસીને ચંદ્ર-મંત્રનો જાપ કરવો જોઇએ. 
6. ચંદ્ર દોષને દુર કરવા અને તેની કૃપા પ્રાપ્ત કરવા માટે ચંદ્ર દેવતાનાં નિમ્ન મંત્રોનો જાપ ખુબ જ શુભ અને અસરકારત સાબિત થાય છે. 
7. શરદ પુર્ણિમાનાં દિવસે ચંદ્રની કૃપાદ્રષ્ટી પાત્ર દુધ પૌઆ ચંદ્રની નીચે બેસીને ગ્રહણ કરવા.
8.માત્ર ધાર્મિક પુજા પાઠનાં ઉપાય જ નહી પરંતુ વ્યાવહારીક રીતે પણ તમામ ઉપાય કરીને આપણે ચંદ્રની કૃપા પ્રાપ્ત કરી શકીએ છીએ. ચંદ્રમાની કૃપા મેળવવા માટે પ્રતિદિવસ પોતાનાં માં-બાપના ચરણ સ્પર્શ કરવા.

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ચંદ્રના મંત્રનો જાપ કરવો
ॐ श्रां श्रीं श्रौं स: चन्द्रमसे नम:।।

ચંદ્રને નમસ્કાર કરવાનો મંત્ર
दधिशंख तुषाराभं क्षीरॊदार्णव संभवम्।
नमामि शशिनं सॊमं शम्भोर्मकुट भूषणम्॥