How To prevent Milk From Curdling: ઘણીવાર એવું થાય છે કે તમે દૂધ ગરમ કરીને ફ્રિજમાં મુક્યું હશે પરંતુ તેમછતાં પણ ફાટી જાય છે. જેથી તમારે ઘણીવાર પરેશાનીનો સામનો કરવો પડ્યો છે. ક્યાંક એવું તો નથી ને કે તમે દૂધને સ્ટોર કરવા માટે ખોટા કંટેનરનો ઉપયોગ કરી રહ્યા છો. જો તમે સાચા કંટેનરનો ઉપયોગ કરો છો તો દૂધને લાંબા સમય સુધી સ્ટોર કરીને રાખી શકશો. તો આવો દૂધને કયા પ્રકારના વાસણમાં રાખવું બેસ્ટ રહેશે તેના વિશે જાણીએ. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગ્લાસ બોટલ
જો તમે ઇચ્છો છો કે લાંબા સમય સુધી દૂધને ફ્રેશ રાખવું હોય તો તેના માટે કાચની બોટલમાં સ્ટોર કરવું એક શ્રેષ્ઠ ઓપ્શન છે. જો તમારી પાસે કાચની બોટલ નથી અને તમે તેને ગ્લાસના વાસણમાં સ્ટોર કરો છો તો તેને કોઇ વાસણ વડે જરૂર ઢાંકી દો. આમ કરવાથી તમે ઓછામાં ઓચા 2 દિવસ સુધી સેફ રાખી શકો છો. 

Viral Video: ગણેશજીની પૂજામાં હનુમાન બનીને ડાન્સ કરનારનું મોત, જુઓ અંતિમ પળનો વીડિયો


સ્ટીલનું વાસણ
સ્ટીલનું વાસણ દૂધને સ્ટોર કરવા માટે યોગ્ય કંટેનર છે. દૂધને તેમાં સ્ટોર કરવાથી તેનો સ્વાદ પણ ખરાબ થતો નથી. બસ ધ્યાન રાખો કે દૂધને તેમાં સ્ટોર કરતાં પહેલાં તેને યોગ્ય રીતે ધોઇ લો અને ફરીથી ચેક કરી લો તેમાં ક્યાંક સાબુ લાગેલો ન હોય નહીતર દૂધ ફાટી શકે છે. 

Hera Pheri 3 ને લઇને મોટી અપડેટ આવી સામે, ફિરોજ નડિયાદવાલાએ ફિલ્મ પર શરૂ કર્યું કામ


સ્ટીલનું કેન
સ્ટીલના કેનમાં પણ દૂધને આરામથી રાખી શકો છો, પરંતુ દિવસમાં એકવાર દૂધને તેમાં રાખતાં પહેલાં જરૂર તેને ઉકાળી લો, આમ કરવાથી તમે ગરમીમાં પણ દૂધને ફાટતું રોકી શકશો. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube