યુક્રેનમાં કઈ રીતે ખતમ થશે જંગ? જયશંકર બોલ્યા- આ બે રીતે રોકાશે હિંસા
વિદેશ મંત્રી એસ જયશંકરે યુક્રેનમાં રશિયાની સૈન્ય કાર્યવાહી પર ભારતના વલણની આલોચનાનો મંગળવારે વિરોધ કરતા કહ્યુ હતુ કે પશ્ચિમી શક્તિઓ પાછલા વર્ષે અફઘાનિસ્તાનમાં થયેલા ઘટનાક્રમ સહિત એશિયાના મુખ્ય પડકારોથી બેજવાબદાર થઈ રહી છે.
નવી દિલ્હીઃ વિદેશ મંત્રી એસ જયશંકરે બુધવારે કહ્યુ કે યુક્રેનમાં સંઘર્ષનો સામનો કરવા માટે બે સર્વશ્રેષ્ઠ રીત છે. લડાઈ રોકવી અને વાર્તા કરવા પર ભાર આપવો. સાથે આ સંકટ પર ભારતનું વલણ આ પ્રકારની કોઈ પહેલને આગળ વધારવાનું છે. તેમણે ભારતની વિદેશ નીતિ તથા ભૂ-આર્થિક સંમેલન 'રાયસીના ડાયલોગ'માં એક ચર્ચા સત્ર દરમિયાન એક સવાલના જવાબમાં આ વાત કહી હતી.
વિદેશ મંત્રી એસ જયશંકરે યુક્રેનમાં રશિયાની સૈન્ય કાર્યવાહી પર ભારતના વલણની આલોચનાનો મંગળવારે વિરોધ કરતા કહ્યુ હતુ કે પશ્ચિમી શક્તિઓ પાછલા વર્ષે અફઘાનિસ્તાનમાં થયેલા ઘટનાક્રમ સહિત એશિયાના મુખ્ય પડકારોથી બેજવાબદાર થઈ રહી છે. તેમણે કહ્યું, આપણે યુક્રેનના મુદ્દા પર કાલે ઘણો સમય પસાર કર્યો અને મેં ન માત્ર તે વિસ્તારથી જણાવવાનો પ્રયાસ કર્યો કે અમારા વિચાર શું છે, પરંતુ તે પણ સ્પષ્ટ કર્યુ કે અમને લાગે છે કે આગળનો સર્વશ્રેષ્ટ માર્ગ લડાઈ રોકવી, વાર્તા કરવી અને આગળ વધવાના માર્ગ શોધવા પર ભાર આપવો પડશે. અમને લાગે છે કે અમારા વિચાર, અમારૂ વલણ તે દિશામાં આગળ વધવાની યોગ્ય રીત છે.
ઉલ્લેખનીય છે કે ભારતે યુક્રેન પર હુમલાની અત્યાર સુધી જાહેરમાં નિંદા કરી નથી અને વાર્તા તથા કૂટનીતિ દ્વારા સંઘર્ષનું સમાધાન કરવાની અપીલ કરતું આવ્યું છે.
આ પણ વાંચોઃ પુતિનનો ડર થયો દૂર! એક સાથે નાટોમાં સામેલ થવા અરજી કરશે ફિનલેન્ડ અને સ્વીડન, જણાવી તારીખ
જયશંકરે પોતાના સંબોધનમાં ભારતની આઝાદી બાદના 75 વર્ષના સંઘર્ષ વિશે ચર્ચા કરી અને તે વાતનો ઉલ્લેખ કર્યો કે દેશે દક્ષિણ એશિયામાં લોકતંત્રને આગળ વધારવા ક્યા પ્રકારે ભૂમિકા નિભાવી છે. વિદેશ મંત્રીએ માનવ સંસાધન અને વિનિર્માણ પર પૂરતુ ધ્યાન ન આપવાનો ઉલ્લેખ કર્યો અને કહ્યું કે, વિદેશ નીતિ હેઠળ બાહરી સુરક્ષા ખતરા પર લગભગ વધુ ધ્યાન આપવામાં આવ્યું નહીં. જયશંકરે આ સવાલ પર કે આગામી 25 વર્ષોની પ્રાથમિકતાઓ શું હોવી જોઈએ, કહ્યું કે તમામ સંભવિત ક્ષેત્રોમાં ક્ષમતા નિર્માણ પર મુખ્ય રૂપથી ભાર હોવો જોઈએ.
વિદેશ મંત્રીએ કહ્યું- આપણો કોણ છીએ, આ વિશે આપણે ચોક્કસ રહેવું પડશે. મને લાગે છે કે આપણે કોણ છીએ... તે આધાર પર વિશ્વના દેશો સાથે વાત કરવી સારી રહેશે. તેમણે આશા વ્યક્ત કરી કે ભારત પોતાની પ્રતિબદ્ધતા, જવાબદારીઓ અને આગામી 25 વર્ષોમાં પોતાની ભૂમિકાઓના સંદર્ભમાં વધુ આંતરરાષ્ટ્રીય હશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube