હ્યુસ્ટન  : હાઉડી મોદી  (Howdy Modi) કાર્યક્રમને સંબોધિત કરતા વડાપ્રધાન મોદીએ (Narendra modi) નવો નારો આપ્યો. અબકી બાર ટ્રમ્પ સરકાર (Abki baar Trump sarkar). ભાષણ દરમિયાન વડાપ્રધાન મોદીએ ભારત- અમેરિકાની મિત્રતાને દર્શાવવા માટે લોસ એન્જલસ ટુ લુધિયાણા અને ન્યૂજર્સી ટુ ન્યૂ દિલ્હી જેવા શહેરોના જોડકા બનાવી શબ્દો પ્રયોગ કર્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે, ન્યૂ જર્સી અને લોસ એન્જલસ અમેરિકાનાં શહેરો છે તો લુધિયાણા અને નવી દિલ્હી ભારતના શહેરો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Howdy Modi: અમેરિકામાં PM મોદીએ પાકિસ્તાનને ઉઘાડુ પાડ્યું, મહત્વના 5 ચાબખા
મોદીએ આટલું કહેતા જ બાજુમાં ઉભેલા અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ  (Donald trump) હસવા લાગ્યા હતા. વડાપ્રધાન મોદીએ પોતાના સંબોધનમાં કહ્યું કે, આજે મારી સાથે તે વ્યક્તિવત્વ છે જેને કોઇ પરિચયની જરૂર નથી. તેમનું નામ વિશ્વનાં દરેક વ્યક્તિ જાણે છે. વડાપ્રધાન મોદીએ ડોનાલ્ડ ટ્રમ્પની તરફ ઇશારો કરતા કહ્યું કે, 2017માં તમે મને પોતાનાં પરિવાર સાથે મળાવ્યો હતો. આજે હું તમને મારા પરિવાર સાથે મુલાકાત કરાવી રહ્યો છું. 


હ્યુસ્ટનમાં લાગ્યા જય શ્રીરામ, રામલલા અમે આવીશું મંદિર ત્યાં જ બનાવીશુંના નારા
PM મોદીએ કહ્યું, ન્યૂ ઇન્ડિયા માટે દિવસ રાત કામ કરી રહ્યા છીએ
વડાપ્રધાને કહ્યું કે, ટ્રમ્પે મારા માટે જે ઉષ્મા દેખાડી છે, હું તેમને અનેક વખત મળી ચુક્યો છું દરેક વખતે તેમનો વ્વહાર ખુબ જ ઉષ્માસભર હોય છે. હું તેમના નેતૃત્વની પ્રશંસા કરુ છું. ટ્રમ્પનું લક્ષ્ય અમેરિકાને ફરીથી મહાન બનાવવાની છે. તેઓ અમેરિકી અર્થવ્યવસ્થાને મજબુત બનાવી રહ્યા છે. તેમણે અમેરિકા અને વિશ્વ માટે ઘણુ કર્યું છે.