PM મોદીએ કહ્યું, ન્યૂ ઇન્ડિયા માટે દિવસ રાત કામ કરી રહ્યા છીએ

વડાપ્રધાન નરેન્દ્ર મોદી હ્યુસ્ટનનાં એનઆરજી સ્ટેડિયમમાં આજે 50 હજાર લોકોની વિશાળ જનમેદનીને સંબોધિત કરી રહ્યા છે

PM મોદીએ કહ્યું, ન્યૂ ઇન્ડિયા માટે દિવસ રાત કામ કરી રહ્યા છીએ

ટેક્સાસ : Howdy Modi Event: વડાપ્રધાન નરેન્દ્ર મોદી હ્યુસ્ટનનાં એનઆરજી સ્ટેડિયમમાં આજે 50 હજાર લોકોની વિશાળ જનમેદનીને સંબોધિત કરી આ કાર્યક્રમને હાઉડી મોદી નામ આપવામાં આવ્યું છે. જેનો રંગારંગ કાર્યક્રમ ચાલુ થઇ ચુક્યો છે. આ પ્રસંગે વડાપ્રધાનમોદીની સાથે અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પણ હાજર રહ્યા. બંન્ને દિગ્ગજ આશરે 100 મિનિટ સુધી સાથે રહેશે. વડાપ્રધાન મોદી અને ટ્રમ્પ એક સાથે સ્ટેજ પર હાજર રહ્યા હતા. વડાપ્રધાન મોદીએ 10.44 અનુસાર પોતાનું સંબોધન ચાલુ કર્યું હતું અને ત્યાર બાદ તેમણે ટ્રમ્પને આવકાર્યા હતા. અહીં સ્વાગત સંબોધન બાદ ટ્રમ્પને આમંત્રીત કર્યા. ટ્રમ્પના સંબોધન બાદ હવે તેઓ ભારતીય સમુદાયનાં 50 હજાર લોકોને સંબોધિત કરી રહ્યા છે. 

વડાપ્રધાન મોદીનું સંબોધન લાઇવ...

- મિત્રો આપણે ભ્રષ્ટાચારને પણ પડકારી રહ્યા છીએ, તેને દરેક સ્તર પર ફેરવેલ આપવા માટે એક પછી એક પગલા ઉઠાવી રહ્યા છીએ. 
- છેલ્લા 3-4 વર્ષમાં ભારતે સાડા ત્રણ લાખ લાખ કરતા પણ વધારે શંકાસ્પદ કંપનીઓને ફેરવેલ આપી દીધું છે.
- 8 કરોડથી વધારે એવા નકલી નામોને પણ ફેરવેલ આપ્યું છે જે માત્ર કાગળ પર હતા અને સરકારી સેવાઓનાં ફાયદો ઉઠાવી રહ્યાહ તા. 
- આ નકલી નામોને હટાવીને ડોઢ લાખ કરોડ રૂપિયા ખોટા હાથમાં જતા અટકાવ્યા છે. 
- અમે દેશમાં એક પારદર્શક ઇકો સિસ્ટમ બનાવી રહ્યા છીએ જેથી વિકાસનો લાભ દરેક ભારતીય સુધી પહોંચે.
- એક પણ ભારતીય વિકાસથી દુર રહે તે પણ ભારતને મંજુર નથી. 
- દેશની સામે 70 વર્ષ કરતા વધારે સમયથી એક મોટો પડકાર હતો જેને થોડા દિવસો પહેલા ભારતે ફેરવેલ આપી દીધું છે. 
- આ વિષય છે આર્ટિકલ 370નો તમે સમજી ચુક્યા હશો. 
- આર્ટિકલ 370 ના કારણે જમ્મુ કાશ્મીર અને લદ્દાખના લોકોને વિકાસ અને સમાન અધિકારોથી વંચીત રાખ્યા હતા. આ સ્થિતીનો લાભ આતંકવાદ, અલગતાવાદીઓ ઉઠાવી રહ્યા હતા. 
- હવે ભારતના સંવિધાને જે અધિકાર બાકી ભારતીયોને આપ્યા છે તે જ અધિકાર જમ્મુ કાશ્મીર અને લદ્દાખના લોકોને પણ મળી ચુક્યા છે. 
- ત્યાંની મહિલા, બાળકો અને દલિતો સાથે થઇ રહેલો ભેદભાવ ખતમ થઇ ચુક્યો છે. સાથીઓ અમારી પાર્લામેન્ટનાં અપર હાઉસ લોઅર હાઉસ બંન્નેમાં કલાકો સુધી તેના પર ચર્ચા થઇ જેનો દેશ અને દુનિયામાં લાઇવ ટેલિકાસ્ટ થયું ભારતમાં અમારી પાર્ટી પાસે અપર હાઉસ (રાજ્યસભા)માં બહુમતી નહી હોવા છતા પાર્લામેન્ટનાં બંન્ને હાઉસમાં બહુમતીથી 370 અંગેના નિર્ણયોને 2/3 બહુમતીથી પાસ કર્યો છે. 
- હિન્દુસ્તાનનાં તમામ સાંસદો માટે સ્ટેન્ડિંગ ઓવેશન થઇ જાય.
- ભારત જે પગલા ઉઠાવી રહ્યું છે તેના કારણે કેટલાક એવા લોકોને સમસ્યા થઇ રહી છે જે પોતે પોતાનો દેશ સંભાળી નથી શકતા. 
- આ લોકોએ ભારત પ્રત્યે નફરતને જ પોતાની રાજનીતિનું કેન્દ્ર બનાવી દીધેલું છે. 
- આ એવા લોકો છે જે અશાંતિ ઇચ્છે છે, આતંકવાદનું કેન્દ્ર છે અને આતંકવાદીઓ પાળે પોષે છે. તેની ઓળખ માત્ર તમે જ નહી પરંતુ સમગ્ર વિશ્વ સારી રીતે જાણે છે. 
- અમેરિકામાં 9/11 હોય કે મુંબઇમાં 26/11 તેના કાવત્રાખોરો માત્ર એક જ જગ્યાએ હોય છે. 
- હવે સમય આવી ચુક્યો છે કે આતંકવાદની વિરુદ્ધ અને આતંકવાદને ઉશ્કેરનારા લોકો વિરુદ્ધ નિર્ણાયક લડાઇ લડવામાં આવે. 
- હું અહી ભારપુર્વક જણાવવામાંગીશ કે આ લડાઇમાં રાષ્ટ્રપતિ ટ્રમ્પ સંપુર્ણ મજબુતી સાથે આતંકવાદની વિરુદ્ધ ઉભા છે. 
- એકવાર આતંકની વિરુદ્ધ લડવાનો રાષ્ટ્રપતિ ટ્રમ્પનું જે મનોબળ છે તેને સ્ટેન્ડિંગ ઓવિએશન આપીશું.
- ભારતમાં ઘણુ બધુ ચાલી રહ્યું છે. ઘણુ બદલાઇ રહ્યું છે અને ઘણુ બધુ કરવાનાં ઇરાદાઓ લઇને અમે ચાલી રહ્યા છીએ. 
- અમે નવા પડકારો ઝીલવાની એક ઝીદ સાથે આગળ વધી રહ્યા છીએ, દેશની આ જ ભાવનાઓ પર મે થોડા દિવસો અગાઉ એક કવિતા લખી હતી. 
- કવિતા 
વો જો મુશ્કિલો કા અંબાર હે, વહી તો મેરે હોસલો કી મિનાર હે.
- મિત્રો ભારત આજે પડકારોને ટાળી નથી રહ્યું પરંતુ પડકારો સામે ટકરાઇ રહ્યું છે. 
- ભારત આજે થોડા નાના મોટા ફેરફારો નહી પરંતુ સમસ્યાના સંપુર્ણ સમાધાન પર ભાર આપી રહ્યું છે. અસંભવ તમામ વાતોને ભારત આજે સંભવ કરીને દેખાડી રહ્યું છે. 
- ભારતે હવે 5 ટ્રિલિયન ડોલરની ઇકોનોમી બનવા કમર કસી છે. અમે પ્રિપલ ફ્રેન્ડલી, ઇનવેસ્ટ મેન્ટ અને ડેવલપમેન્ટ ફ્રેન્ડલી વાતાવરણ બનાવી રહ્યા છીએ. 
- ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર 100 લાખ કરોડ રૂપિયાનો ખર્ચ કરવાનાં છીએ. 
- સાથીઓ ગત્ત પાંચ વર્ષોમાં વિશ્વમાં તમામ અનિશ્ચિતતા છતા પણ ભારતનો વિકાસદર 7.5 ટકા સરેરાશ રહી છે. 
- ગત્ત તમામ સરકારોનાં કાર્યકાળનો સરેરાશ વિકાસ દર જોશો તો આ આંકડો ક્યારે પણ રહ્યો નથી. 
- આજે ભારત એફડીઆઇ હેવન ગણાય છે, 2014 પછીથી એફડીઆઇમાં બમણો વધારો થયો છે. 
- સિંગલ બ્રાન્ડ રિટેલમાં એફડીઆઇ સરળ બનાવ્યું, કોલમાઇનિંગમાં હવે વિદેશી રોકાણ 100 ટકા થઇ શકે છે. 
- હું એનર્જી સેક્ટરનાં સીઇઓને મળ્યો અને કોર્પોરેટ ટેક્સમાં જે ઘટાડાનો નિર્ણય લીધો તેઓ તેનાથી ખુબ જ ઉત્સાહીત હતા. 
- ભારતનાં આ નિર્ણયથી માત્ર ભારત જ નહી પરંત સમગ્ર વિશ્વમાં પોઝીટીવ મેસેજ ગયો છે, આ નિર્ણય ભારતને વધારે ગ્લોબલ કોમ્પિટેટિવ બનાવશે. 
- ભારતમાં અમેરિકા અને અમેરિકનો માટે આગળ વધવાની અપાર સંભાવનાઓ છે. 
- 5 ટ્રિલિયન ડોલરની ઇકોનોમી માટે ભારતની યાત્રા રાષ્ટ્રપતિ ટ્રમ્પની મિત્રતા આ સંભાવનાઓમાં નવી પાંખો લગાવશે. 
- ટ્રમ્પે પોતાના સંબોધનમાં જે ઇકોનોમિક મિરેકલની વાત કરી તે સોનામાં સુગંધ સમાન હશે. 
-આગામી સમયમાં ટ્રમ્પ સાથે હું વાતચીત કરવાનો છું તેમાંથી પણ સકારાત્મક વાતચીત થશે. 
- ટ્રમ્પ આમ તો મને ટફ નેગોશિએટર કહે છે પરંતુ તેઓ પોતે પણ ધ આર્ટ ઓફ ધ ડીલમાં નિષ્ણાંત છે, હું તેમની પાસેથી ઘણુ શીખી રહ્યો છું. 
- એક ઉજ્વળ ભવિષ્ય માટે અમારી આ ફોરવર્ડ માર્ચ વધારે ગતિથિ આગળ વધવાની છે. 
- તમામ મિત્રો તેનો મહત્વનો હિસ્સો છો. તમે વતનથી દુર છો પરંતુ વતનની સરકાર તમારાથી દુર નથી. 
- ગત્ત પાંચ વર્ષોમાં અમે ઇન્ડિયન ડાયસ પર સંવાદની પદ્ધતીઓમાં પરિવર્તન લાવ્યા છીએ. 
- વિદેશી દુતાવાસ હવે સરકારી કાર્યાલય નહી પરંતુ તમારી પહેલા સાથીઓની ભુમિકામાં છે, તેમનાં હિતોની સુરક્ષા માટે સરકાર સતત કામ કરી રહી છે. મદદ, ઇ માઇગ્રેટ, વિદેશ જતા પહેલા પ્રિ ડિપાર્ચર ટ્રેનિંગ, એનઆરઆઇમાં સુધાર, તમામ પીઆઇ, ઓસીઆઇ કાર્ડ જેવી સુવિધા અપાઇ રહી છે. 
- અમારી સરકારે ઇન્ડિયન કોમ્યુનિટી વેલફેર ફંડને મજબુત બનાવ્યું છે, વિદેશમાં અનેક નવા શહેરોમાં પ્રવાસી ભારતીય સહાયતા કેન્દ્ર પણ ખોલવામાં આવ્યા છે. 
- આજે આ મંચ પરથી જે સંદેશ નિકળ્યો છે તેની છાપ 21મી સદીમાં નવી પરિષાભા અને સંભાવનાને જન્મ આપશે. 
-આપણી પાસે સમાન લોકશાહી સંકલ્પો અને શક્તિ છે. બંન્નેનો સાથ આપણને એક ઉજ્વળ ભવિષ્ય તરફ લઇ જશે. 
- રાષ્ટ્રપતિ ટ્રમ્પ હું ઇચ્છીશ કે તમે સહ પરિવાર ભારત આવો અને અમને તમારુ સ્વાગત કરવાની તક આપો. આપણી મિત્રતા ભારત- અમેરિકાનાં શેર ડ્રિમ્સ અને વાઇબ્રન્ટ ફ્યુચરને નવી ઉંચાઇઓ આપશે. 
- રાષ્ટ્રપતિ ટ્રમ્પ, ભારતીય સમુદાય અને હાજર તમામ લોકોનો હું હૃદયથી ખુબ જ આભાર વ્યક્ત કરૂ છું. 
- ટેક્સાસની સરકાર, અહીના તંત્રનો, થેંકયું હ્યુસ્ટન, થેંકયું અમેરિકા

- સસ્તો ડેટા ભારતમાં ડિજીટલ ઇન્ડિયાની એક નવી ઓળખ બનાવી રહ્યું છે, આ ડેટાએ ગવર્નન્સની સ્થિતીને રિડિફાઇન પણ કર્યું છે. 
- આજે ભારતમાં એક અઠવાડીયા કરતા પણ ઓછા સમયમાં પાસપોર્ટ બનીને ઘરે આવી જાય છે. 
- પહેલા વિઝાની કેટલી સમસ્યાઓ છે, તે તમે જાણો છો. આટે અમેરિકાની ઇ વિઝા ફેસેલિટીનું સૌથી મોટુ યુઝર છે. 
- હવે 24 કલાકની અંદર નવી કંપની રજીસ્ટર થઇ જાય છે. 
- એક સમય હતો જ્યારે ટેક્સ રિટર્ન ભરવું એક મોટો માથાનો દુખાવો ગણાતો હતો. ટેક્સ રિફરન્ડ આવવામાં મહિનાઓ થઇ જતા હતા. 
- આ વખતે 31 ઓગષ્ટે એક દિવસમાં આશરે 50 લાખ લોકોએ પોતાનું ઇન્કમ ટેક્સ રિટર્ન ઓનલાઇન ભર્યું છે. 
- હ્યુસ્ટનની કુલ વસ્તી કરતા બમણા લોકોએ એક જ દિવસમાં આઇટી રિટર્ન ભર્યું. બીજી સૌથી મોટી વાત હવે ટેક્સ રિટર્ન મહિનાઓ પછી આવતું હવે તે 10 દિવસમાં પાછુ આવે છે. 
- ઝડપી વિકાસ કરતા કોઇ પણ દેશમાં પોતાનાં નાગરિકો માટે વેલફેર સ્કીમ જરૂરી હોય છે. 
- જરૂરિયાતમંદ નાગરિકો માટે વેલફેર સ્કીમ ઉપરાંત નવા ભારતના નિર્માણ માટે કેટલીક વસ્તુઓના ફેરવેલ પણ અપાઇ રહ્યું છે. 
- આ 2 ઓક્ટોબરે જ્યારે દેશ મહાત્મા ગાંધીની 150મી જન્મ જયંતી મનાવશે ત્યારે ભારત ઓપન ડેફીકેશનને ફેરવેલ આપી દેશે. 
- ભારત ગત્ત 5 વર્ષમાં 1500થી વધારે બિનજરૂરી કાયદાઓને ફેરવેલ આપી ચુક્યું છે. 
- આજે ભારતમાં 1 જીબી ડેટાની 25-30 સેન્ટની આસપાસની પણ છે. એટલે કે એક ડોલરનો પણ ચોથો ભાગ
- જો સમગ્ર વિશ્વમાં સૌથી ઓછી કિંમતે ડેટા ક્યાંય ઉપલબ્ધ હોય તો તે દેશ છે ભારત
- કહેવાય છે કે, ડેટા ઇઝ ન્યુ ઓઇલ, તમે હ્યુસ્ટનનાં લોકો ઓઇલનું મહત્વ સારી રીતે જાણો છો. ડેટા નવું સોનું છે તેવું પણ કહી શકાય. 
- જ્યારે દેશનો સામાન્ય માણસ એમ્પાવર હશે ત્યારે દેશનો વિકાસ ઝડપથી આગળ વધશે. 
- આપણા માટે જેટલું ઇઝ ઓફ ડુઇંગનું મહત્વ છે તેટલું જ ઇઝ ઓફ લિવિંગનું પણ મહત્વ છે, તેનો એક માત્ર રસ્તો છે એમ્પાવરમેન્ટ. 
- આજે જ્યારે લોકોની પ્રાથમિક જરૂરિયાત પુર્ણ થઇ રહી છે ત્યારે તેઓ હવે મોટા સપના જોવા લાગ્યા છે. 
- 5 વર્ષમાં અમે 37 કરોડ લોકોનાં નવા બેંક એકાઉન્ટ ખોલાવડાવ્યા છે. 
- ભારતનાં 50 ટકાથી પણ ઓછા લોકોનાં જ બેંક એકાઉન્ટ હતા, પરંતુ આજે દેશનાં 100 ટકા પરિવારો બેંકિંગ વ્યવસ્થા સાથે જોડાઇ ચુક્યા છે. 
- માત્ર 5 વર્ષમાં અમે દેશા ગ્રામીણ વિસ્તારોમાં 2 લાખ કિલોમીટરથી પણ વધારેની સડકોનું નિર્માણ કર્યું. 
- ભારતમાં ગ્રામ્ય માર્ગ કનેક્ટિવિટી 55 ટકા હતી પાંચ વર્ષમાં અમે તેને 97 ટકા સુધી લઇ ગયા.
- માત્ર 5 વર્ષમાં અમે 15 કરોડ લોકોને ગેસ કનેક્શન સાથે જોડ્યા છે. 
- દેશમાં રાંધણ ગેસ કનેક્શન પણ પહેલા 55 ટકા જેટલા જ હતા, 5 વર્ષમાં અમે 95 ટકા સુધી પહોંચાડી દીધું. 
- 7 દશકમાં દેશનું ગ્રામ્ય સ્વચ્છતા 38 ટકા જ હતું પરંતુ 5 વર્ષમાં અમે 11 કરોડ શૌચાલય બનાવ્યા. આજે ગ્રામ્ય સ્વચ્છતા આંક 99 ટકા પર છે. 
- અમે ઉચુ વિચારી પણ રહ્યા છીએ ઉચ્ચતમ પ્રાપ્ત પણ કરી રહ્યા છીએ. 
- ગત્ત 5 વર્ષોમાં 130 કરોડ ભારતીયોએ મળીને દરેક ક્ષેત્રમાં એવા પરિણામો પ્રાપ્ત કર્યા છે કે જેની પહેલા કોઇ કલ્પના પણ કરતું નહોતું. 
- આજે ભારત કેટલાક લોકોની એ વિચારસરણીને પડકારી રહ્યું છે જેનું વિચાર છે કે કંઇ બદલી શકે તેમ નથી. 
- આજે ભારત પહેલાની તુલનાએ વધારે ઝડપી ગતિથી આગળ વધવા માંગે છે. 
- આ સપનાને પુર્ણ કરવા માટે આપણે કોઇ બીજા સાથે નહી પરંતુ પોતાની જાત સાથે જ હરિફાઇ કરી રહ્યા છીએ
- ભારત હવે ન્યુ ઇન્ડિયાના સપનાને પુર્ણ કરવા માટે દિવસ રાત મહેનત કરી રહ્યું છે. 
- આજે ભારતનો સૌથી ચર્ચિત શબ્દ વિકાસ છે, સૌથી મોટો મંત્ર સબકા સાથ સબકા વિકાસ છે. 
- આજે ભારતની સૌથી મોટી નીતિ પબ્લિક ભાગીદારી છે, સૌથી પ્રચલિત નારો છે સંકલ્પથી સિદ્ધી અને ભારતનો સૌથી મોટો સંકલ્પ છે ન્યુ ઇન્ડિયા
- ધેર્ય આપણી ભારતીયોની ઓળખ છે પરંતુ હવે આપણે અધીર છીએ. દેશના વિકાસ માટે, 21 મી સદીમાં દેશને નવી ઉંચાઇ પર લઇ જવા માટે. 
- આ બધુ જ શા માટે થયું અને કોના કારણે થયું ? મોદીના કારણે નહી આ હિન્દુસ્તાન વાસીઓનાં કારણે થયું
- પ્રથમ વાર એવું બન્યું કે ગત્ત સરકાર વધારે મજબુત બનીને 2019માં ફરી આવી
- 2019ની ચૂંટણીમાં વધારે એક રેકોર્ડ બન્યો કે 60 વર્ષ પછી કોઇ સ્પષ્ટ બહુમતી વાળી સરકાર આવી
- આ વખતે ચૂંટાઇને પણ મહિલાઓ અત્યાર સુધીની તુલનાએ ચૂંટાઇને આવી છે. 
- ભારતીય લોકશાહીનાં ઇતિહાસમાં સૌથી વધારે મહિલાઓએ મતદાન કર્યું
- તેમાં પણ 8 કરોડ યુવાનો તો એવા હતા જેઓ પહેલીવાર મતદાન કરી રહ્યા હતા. 
- એક પ્રકારે અમેરિકાની કુલ વસ્તીનાં ડબલ લોકોએ આ ચૂંટણીમાં મતદાન કર્યું
- આ ચૂંટણીમાં 61 કરોડ ભારતીય નાગરિકોએ હિસ્સો લીધોહ તો. 
- દેશની 2019ની ચૂંટણીમાં ભાગ લેનારા કેટલાક લોકો પણ અહી હાજર છે.
- દેશની મોટી પરંપરાનું ગૌરવ અમેરિકામાં પણ ભારતીયો વધારી રહ્યા છે.
- અલગ અલગ ભાષા અલગ અલગ પંથ અલગ અલગ વેશભુષા ભારતને વિશેષ બનાવે છે. 
- વિવિધતામાં એકતા જ અમારી ધરોહર છે, વિશેષતા છે
- વડાપ્રધાન મોદીએ અલગ અલગ ભાષામાં કહ્યું ભારતમાં બધુ જ યોગ્ય છે. 
- હું દરેક ભારતીય વ્યક્તિ તરફથી અહીં હાજર તમામ લોકોનું સ્વાગત કરૂ છું. 
- હાઉડી મોદીનો જવાબ છે કે ભારતમાં બધુ જ સારુ છે, સબ ચંગા સી, બધુ જ સારુ છે.
- મોદી એકલો કંઇ જ નથી હું 130 કરોડ ભારતીયોનાં આદેશ પર કામ કરનારો સાધારણ વ્યક્તિ છું. 
- આ 130 કરોડ ભારતીયોનું સન્માન છે
- અહી આવીને જે આનંદ અનુભવી રહ્યો છું તેના માટે મારી પાસે શબ્દ નથી
- આ વાતાવરણ અકલ્પનીય છે. 
- અહીં નવી કેમિસ્ટ્રી બનતી જોઇ રહ્યા છીએ। 
- અહીં નવો ઇતિહાસ રચાઇ રહ્યો છે. 
- રાષ્ટ્રપતિ ટ્રમ્પ આપનો ખુબ ખુબ આભાર
- આપણે અહીં ઇતિહાસ બનતો જોઇ રહ્યા છીએ
- રાષ્ટ્રપતિ ટ્રમ્પ આપનો ખુબ ખુબ આભાર

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news