શું કોરોના સંકટ વચ્ચે ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષા યોજાશે? HRD મંત્રાલયે આપ્યું નિવેદન
દિલ્હીના ઉપમુખ્યમંત્રી મનીષ સિસોદિયાએ સલાહ આપી છે કે વિદ્યાર્થીઓના આંતરિક મૂલ્યાંકનના આધારે માર્કસ આપવા જોઇએ કારણ કે અત્યારે પેન્ડીંગ પરીક્ષાઓ આયોજિત કરવી સંભવ નથી. તેમણે કહ્યું કે પરીક્ષા આયોજિત કરવામાં મોડું થતાં દિલ્હીના વિદ્યાર્થીઓ સૌથી વધુ પ્રભાવિત થશે કારણ કે વિભિન્ન રાજ્યોના પોતપોતાના બોર્ડ છે.
નવી દિલ્હી: જેવું જ શક્ય થશે, એચઆરડી મિનિસ્ટ્રી ધોરણ 10 અને ધોરણ 12ની પરીક્ષા માટે પેન્ડીંગ 29 મહત્વપૂર્ણ વિષયોની બોર્ડની પરીક્ષા આયોજિત કરવા માટે તૈયાર છે. અધિકારીઓએ આ આશયની જાણકારી આપી. મંત્રાલયે રાજ્યોને નિર્દેશ આપ્યા છે કે જે પરીક્ષા પહેલાં લેવામાં આવી છે, તેના મૂલ્યાંકનની પ્રક્રિયા શરૂ કરવામાં આવે અને કેન્દ્રીય માધ્યમિક બોર્ડને ઉત્તર પુસ્તિકાઓના મૂલ્યાંકનમાં મદદ કરવામાં આવશે. તો બીજી તરફ બોર્ડ 10મા અને અને 12માના 29 મહત્વપૂર્ણ વિષયોની પરીક્ષા આયોજિત કરવા માટે તૈયાર છે.
સીબીએસઇ (CBSE)ના પરીક્ષા નિયંત્રક ડો.સન્યામ ભારદ્વાજે કહ્યું કે ''સીબીએસઇ બોર્ડ પરીક્ષાઓ વિશે તાજેતરમાં ઘણી અટકળો લગાવવામાં આવી છે. બોર્ડની ધોરણ 10 અને ધોરણ 12ના 29 વિષયોની પરીક્ષા લેવાનું વિચારી રહી છે. જેની જાહેરાત પહેલાં જ કરવામાં આવી છે. બોર્ડની પરીક્ષા આયોજિત કરવા વિશેના વલણમાં કોઇ ફેરફાર કરવામાં આવશે નહી. પરીક્ષા આયોજિત કરવામાં આવશે.''
સીબીએસઇ અધિકારીઓએ આપ્યું સ્પષ્ટીકરણ
સીબીએસઇ અધિકારીઓનું આ સ્પષ્ટીકરણ એવા સમયે આવ્યું છે જ્યારે પરીક્ષા આયોજિત કરવાને લઇને અનિશ્વિતતાની સ્થિતિ છે અને ઘણા પ્રકારની અટકળો પણ લગાવવામાં આવી રહી છે.જોકે મંત્રાલયના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે અમે ધોરણ 10 અને ધોરણ 12 માટે બોર્ડની પરીક્ષા આયોજિત કરવા તૈયાર છીએ જે દેશમાં કોવિડ-19ને ધ્યાનમાં રાખતાં લોકડાઉનના કારણે પેન્ડિંગ છે. આ પરીક્ષા તે 29 વિષયો માટે યથાસંભવ સમય પર આયોજિત કરવામાં આવશે જે આગામી ધોરણમાં અને સ્નાતક કોર્સમાં એડમિશન માટે મહત્વપૂર્ણ છે. તેમણે કહ્યું કે વિદ્યાર્થીઓને પરીક્ષા આયોજિત કરવાના 10 દિવસ પહેલાં નોટીસ આપવામાં આવશે.
અધિકારીએ કહ્યું કે રાજ્યોને કહેવામાં આવ્યું છે કે જે વિષયોની પરીક્ષા પહેલાં જ લેવામાં આવી છે, તેમની મૂલ્યાંકન પ્રક્રિયા શરૂ કરવામાં આવે. તેમણે જણાવ્યું કે સીબીએસઇ 29 વિષયોની યાદી બહારના વિષયોમાં માર્ક આપવા અને મૂલ્યાંકન કરવા માટે નિર્દેશ જાહેર કરશે.
દિલ્હીના ઉપમુખ્યમંત્રી મનીષ સિસોદિયાએ સલાહ આપી છે કે વિદ્યાર્થીઓના આંતરિક મૂલ્યાંકનના આધારે માર્કસ આપવા જોઇએ કારણ કે અત્યારે પેન્ડીંગ પરીક્ષાઓ આયોજિત કરવી સંભવ નથી. તેમણે કહ્યું કે પરીક્ષા આયોજિત કરવામાં મોડું થતાં દિલ્હીના વિદ્યાર્થીઓ સૌથી વધુ પ્રભાવિત થશે કારણ કે વિભિન્ન રાજ્યોના પોતપોતાના બોર્ડ છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર