કોલકાતા : કોલકાતા સહિત પશ્ચિમ બંગાળના ઓછામાં ઓછા 50 કોલેજોએ પોતાની આસ્થાનો ખુલાસો કરવાના અનિચ્છુક વિદ્યાર્થીઓને પ્રવેશ માટે ઓનલાઇન ફોર્મમાં ધર્મના ખાનામાં માનવતા, અજ્ઞેયવાદ, ધર્મનિરપેક્ષ અને બિન ધાર્મિક વિકલ્પ જોડ્યા છે. શહેરનાં જુના બેથ્યુન કોલેજનાં એક અધિકારીએ જણાવ્યું કે, તેના કારણે આ કોલેજોમાં સ્નાતક કોર્સ માટે અરજી કરનારા વિદ્યાર્થી પોતાની ધાર્મિક માન્યતા ગુપ્ત રાખી શકશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મમતા બેનર્જી હિરણ્યકશ્યપના ખાનદાનમાંથી તો નથી: સાક્ષી મહારાજનું વિવાદિત નિવેદન
આ નિર્ણય ત્યારે લેવામાં આવ્યો જ્યારે અનેક ડિગ્રી કોર્સનાં અરજદારોએ કોલેજમાં પ્રવેશ માટે અરજી દરમિયાન પોતાની ધાર્મિક ઓળખ જાહેર કરવાની જરૂર અંગે સવાલ ઉઠાવ્યા. પ્રવેશ પ્રક્રિયામાં જોડાયેલા એક અધિકારીએ કહ્યું કે, અમે તપાસમાં સામે આવ્યું કે, અનેક અરજદારો તે ખાનામાં સ્વયંને નાસ્તિક જાહેર કરી રહ્યા હતા, જેમાં તેમણે પોતાનાં ધર્મનો ઉલ્લેખ કરતો હતો. 


ચીન સાથેની અવળચંડાઇ અમેરિકાને પડી રહી છે મોંઘી, અર્થવ્યવસ્થાને મોટુ નુકસાન
રામ મંદિર મુદ્દે કાલે અયોધ્યામાં સંતોની મોટી બેઠક, થશે મહત્વનાં નિર્ણય !
અધિકારીઓએ કહ્યું કે, ત્યાર બાદ કોલેજનાં પ્રાધિકરણનો નિર્ણય કર્યો કે ફોર્મ ભરનારા વિદ્યાર્થીઓને માનવતાનો વિકલ્પ પુરો પાડવામાં આવશે. આ સુવિધા પહેલા ઓનલાઇન અરજી માટે મુહૈયા કરવામાં આવી. ઉત્તર કોલકાતાની કોલેજનાં એક અધિકારીએ જણાવ્યું કે, શહેરનાં કેટલીક અન્ય કોલેજો જેવા સ્કોટિશ ચર્ચ કોલેજે પણ વિદ્યાર્થીઓને અજ્ઞેયવાદ, ધર્મનિરપેક્ષ અને બિન ધાર્મિક જેવા વિકલ્પો પુરા પાડવામાં આવશે. 


વિશ્વ પ્રસિદ્ધ ડાન્સર 'ક્વીન હરીશ'નું અકસ્માતમાં મોત, CM ગેહલોતે શોક વ્યક્ત કર્યો
જે કોલેજોએ માનવતાને એક વિકલ્પ તરીકે વિકલ્પ પુરા પાડ્યા છે, તેમાં મૌલાના આઝાદ કોલેજ, રામમોહન કોલેજ, બંગબાસી મોર્નિંગ કોલેજ, મહારાજા શ્રીશચંદ્ર કોલેજ અને મિદનાપુર નગર કોલેજનો સમાવેશ થાય છે.