Madhya Pradesh: મધ્યપ્રદેશના સિંગરૌલી જિલ્લામાં માનવતાને શર્મસાર કરતો એક વીડિયો સામે આવ્યો છે. એક અસહાય પિતાએ પોતાના નવજાત શિશુની લાશને પોતાની બાઇકની સાઇડ બેગમાં લઈ જવા માટે મજબૂર થવું પડ્યું છે. અનેક પ્રયાસો છતાં હોસ્પિટલે તેમને એમ્બ્યુલન્સ આપવાનો ઇનકાર કરી દીધો હતો. પીડિત પિતાએ આ ચોંકાવનારી વહીવટી બેદરકારીની ફરિયાદ કલેક્ટર કચેરીમાં કરી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મધ્યપ્રદેશમાં મોટી વહીવટી બેદરકારી
હોસ્પિટલના આ અમાનવીય વ્યવહાર બાદ પિતા નવજાતનો મૃતદેહ પોતાની બાઇકની ડેકીમાં નાખીને સીધા કલેક્ટર ઓફિસે પહોંચી ગયા હતા. પીડિતે આરોપ લગાવ્યો કે ડોક્ટરે તેની પત્નીની ડિલીવરી કરવા માટે 5 હજાર રૂપિયા માંગ્યા હતા. પીડિત વ્યક્તિનો બાઇકની સાઇડની બેગમાંથી મૃતદેહ કાઢવાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. લોગો આ મામલામાં વહીવટી બેદરકારીની આલોચના કરી રહ્યાં છે. 


મોદી સરકાર પર નિશાન અને ગાંધી પરિવારની પ્રશંસા, અધ્યક્ષ બન્યા બાદ શું બોલ્યા ખડગે


ડીએમે કહ્યું- થશે કાર્યવાહી
પરિવારે પોતાના બાળકના મૃતદેહને ગામ લઈ જવા માટે એમ્બ્યુલન્સની માંગ કરી હતી. હોસ્પિટલે દિનેશને આવી કોઈ સુવિધા આપવાની નાપાડી દીધી હતી. ત્યારે મીનાના પતિ દિનેશ બાળકના શબને બાઇકની સાઇડ બેગમાં રાખીને કલેક્ટર ઓફિસ પહોંચ્યા હતા. કલેક્ટર રાજીવ રંજન મીણાને ફરિયાદ કરી, ત્યારબાદ કલેક્ટરે તપાસના આદેશ આપ્યા છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube