લખનઉઃ મોબ લિન્ચિંગની વધતી ઘટનાઓ પર યૂપીના મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથે કહ્યું કે, ગાયોની ઉપયોગિતા અમારા જેટલી છે. દરેક પ્રાણીની અલગ-અલગ ઉપયોગિતા હોઈ છે. દરેકનો બચાવ કરવો જોઈએ. તેમણે કહ્યું કે, તેમની સરકાર દરેકને સુરક્ષા પ્રદાન કરશે પરંતુ તે પણ કહ્યું કે, દરેક વ્યક્તિ, સમુદાય અને ધર્મની જવાબદારી છે કે તે એકબીજાનું સન્માન કરે. કોગ્રેસ દ્વારા લિન્ચિંગનો મામલો ઉઠાવવા પર યોગીએ કહ્યું કે 1984માં શીખ દંગા મોબ લિન્ચિંગની સૌથી મોટી ઘટના છે. આ ઘટનાઓને અનાવશ્યક રીતે ઉછાળવામાં આવી રહી છે. જો તમે મોબ લિન્ચિંગની વાત કરો છો તો જણાવો 1984માં શું થયું હતું. કાયદો-વ્યવસ્થા રાજ્યોનો મુદ્દો છે. કોંગ્રેસનો ઈરાદો તલનો પહાડ બનાવવાનો છો પરંતુ તે સફળ થશે નહીં.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી પર નિશાન સાધતા યોગીએ કહ્યું કે, સંસદમાં વડાપ્રધાન મોદીને ગળે લગાવવા તે બાળકો જેવી હરકત હતી. દેશે આ કૃત્યને નકારી દીધું છે. અવિશ્વાસ પ્રસ્તાવથી કોંગ્રેસ ઉઘાડી પડી ગઈ છે. પ્રસ્તાવ પર ચર્ચા દરમિયાન રાહુલની નિવેદનબાજી અને વિપક્ષનું વલણ બિનજવાબદાર હતું. 


થોડા દિવસો પહેલા યોગીએ શાહજહાંપુરમાં એક રેલી દરમિયાન કહ્યું હતું કે, તે મહત્વપૂર્ણ હોઈ છે કે કોઈ વ્યક્તિ પોતાને ક્યા રૂપમાં પ્રસ્તુત કરે પરંતુ રાહુલ ગાંધીએ તો પોતાને પપ્પુ માની લીધા છે. તેણે પોતે સ્વીકાર કરી લીધું તે હું પપ્પુ છું અને પપ્પુ જ રહીશ. આ ભાવ પણ દેશ અને દુનિયાએ જોયો છે. તેમણે કોંગ્રેસ પર આરોપ લગાવ્યો કે તે જનતાની સાથે ખોટો દિલાસો દેખાડે છે. જ્યારે દેશની વધુ પડતી સમસ્યા કોંગ્રેસની દેન છે. તેમણે કહ્યું કે સંસદમાં શું થયું તે વિશ્વએ જોયું છે. તેના વ્યક્તિથી અંતરનો ખ્યાલ આવે છે.