હૈદરાબાદ : વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગના કેન્દ્રિય મંત્રી ડો. હર્ષ વર્ધન દાવો કરી રહ્યા છે કે દેશમાં મોદી સરકારમાં માહોલ બદલાઇ રહ્યો છે. અગાઉ દેશ માટે બ્રેઇન ડ્રેઇનની વાતો થતી હતી હવે સ્થિતિઓ અનુકૂળ બનતાં બ્રેઇન ગેઇન થઇ રહ્યું છે. દેશમાં છેલ્લા ત્રણ ચાર વર્ષમાં વૈજ્ઞાનિકો માટે સુવિધા, આધુનિક પ્રયોગશાળાઓમાં વધારો થઇ રહ્યો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કેન્દ્રિય વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રી હર્ષવર્ધને રવિવારે કહ્યું કે, વિદેશમાં કામ કરી રહેલા ઘણા વૈજ્ઞાનિકો છેલ્લા ત્રણ ચાર વર્ષમાં એનડીએ સરકારના પ્રયાસોને પગલે ભારત પરત ફર્યા છે. હર્ષવર્ધને કહ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીથી પહેલા લોકો બ્રેઇન ડ્રેઇન અંગે ઘણી વાતો કરતા હતા. સેન્ટર ફોર ડીએનએ ફિંગરપ્રિન્ટ એન્ડ ડાયગ્નોસ્ટિક્સ (સીડીએફડી)ના નવા ભવનના ઉદઘાટન સમારોહમાં તેમણે કહ્યું કે, હજુ પણ કેટલીક હદે બ્રેન ડ્રેનની વાતો થાય છે પરંતુ હવે વધુ બ્રેઇન ગેઇનની વાતો વધુ થાય છે. 


તેમણે કહ્યું કે, છેલ્લા ત્રણ ચાર વર્ષમાં ઘણા વૈજ્ઞાનિકો પરત ફર્યા છે. કારણ કે દેશમાં બહેતરીન માહોલ અને કામ કરવા માટે વધુ આધુનિક સાધન સંપન્ન મળી રહ્યા છે. તેમણે કહ્યું કે, વૈજ્ઞાનિકોને સારી સુવિધાઓ, અત્યાધુનિક પ્રયોગશાળાઓ અને ઉપકરણ મળી રહ્યા છે અને એક એવી સરકાર મેળવી છે એમના વિચારોને ગ્રહણ કરે છે અને આધુનિક પ્રણાલી શરૂ કરવા ઇચ્છે છે. 


વિજ્ઞાન અને ટેકનોલોજી કેન્દ્રિય મંત્રી હર્ષવર્ધને કહ્યું કે, કેન્દ્ર ડીએનએ ટેકનોલોજી વિધેયકના મામલે તમામ ચિંતાઓને લઇને જવાબ આપશે. ડીએનએ ટેકનોલોજી વિનિયમન વિધેયક 2018 9મી ઓગસ્ટે લોકસભામાં રજૂ કરવામાં આવ્યું હતું. વિધેયક રજૂ કરનાર કેન્દ્રિય મંત્રીએ કહ્યું કે, અગાઉ અટલ બિહારી વાજપેયીના નેતૃત્વવાળી સરકારે આ વિધેયકમાં સુધાર કરવાની શરૂઆત કરી હતી અને ત્યારથી લઇને તમામ પાસાઓની ચકાસણી કરવામાં આવી છે. 


તેમણે અહીંના ઉપ્પલ વિસ્તારમાં સેન્ટર ફોર ડીએનએ ફિંગરપ્રિન્ટ એન્ડ ડાયગ્નોસ્ટિક્સ (સીડીએફડી)ના નવા ભવનનું ઉદ્ઘાટન કર્યા બાદ પત્રકારો સાથે વાત કરતાં કહ્યું કે, જ્યારે આ મામલે ચર્ચા થશે, અમને વિશ્વાસ છે કે અમે લોકોના તમામ સવાલોના જવાબ આપવા સક્ષમ છીએ. આ એક સકારાત્મક વિધેયક છે. 


હર્ષવર્ધને કહ્યું કે, લાંબી મંજીલ બાદ આ વિધેયક લોકસભામાં રજૂ કરાયું છે અને એનો હેતુ ફોરેન્સિક ગતિવિધિ, તપાસ એજન્સીઓને કામને વધુ મજબૂત કરશે તથા આ ભવિષ્યમાં એક મોટી ભૂમિકા નિભાવશે. તેમણે આશા વ્યક્ત કરી કે, સંસદના આગામી એક કે બે સત્રમાં સરકારને આ વિધેયક પસાર કરવામાં સફળતા મળશે. 


દેશના મહત્વના અન્ય સમાચાર જાણવા અહીં ક્લિક કરો