સોશિયલ મીડિયા પર એક એવો વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં બે મહિલાઓ જાહેરમાં બાથંબાથી કરી રહી છે. એક બીજાના વાળ ખેંચી રહી છે અને લાફાવાળી કરી રહી છે. બંને મહિલાઓ વચ્ચે એક પુરુષ પણ છે જે તેમને છોડાવવાનો પ્રયાસ કરતો જોવા મળે છે. તેને પણ મહિલાએ ચપ્પલોથી પીટ્યો. વીડિયો નાલંદાનો હોવાનું કહેવાય છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મળતી માહિતી મુજબ વીડિયોમાં જોવા મળી રહેલો વ્યક્તિ આ બંને મહિલાઓનો પતિ છે. પતિ પર એવો આરોપ છે કે તેણે દગો કરીને બીજા લગ્ન કરી લીધા. ત્રણેયનો આમનો સામનો એક હોસ્પિટલમાં થઈ ગયો. મહિલાએ જ્યારે પતિને કોઈ બીજી મહિલા સાથે જોયો તો તેના વાળ પકડીને ખેંચવા લાગી હતી. બંને મહિલાઓ એકબીજાને લાફા મારતી જોવા મળી. 


બંને મહિલાઓને છોડાવવા માટે જ્યારે પતિ વચ્ચે પડ્યો તો તેની પણ ચપ્પલોથી પીટાઈ શરૂ કરી દેવાઈ. ત્યાં ઊભેલા લોકોએ આ ઘટનાને કેમેરામાં કેદ કરી જે વીડિયો હવે વાયરલ થઈ રહ્યો છે. હોસ્પિટલમાં થઈ રહેલી પીટાઈ જોઈને ગાર્ડે તેમને પરિસરથી ભગાડ્યા ત્યારે આ લડાઈ શાંત પડી. 


Video: 'અમારી જવાબદારી હજુ'...ગૂમ થયેલા લોકો વિશે વાત કરતા કરતા રેલમંત્રી રડી પડ્યા


'એક બાજુ મહાત્મા ગાંધી, બીજી બાજુ નથુરામ'...રાહુલ ગાંધીનું ભારતીય સમુદાયને સંબોધન


સેક્સને મળ્યું રમતનું સ્વરૂપ, આ દેશમાં થશે ચેમ્પિયનશીપ, જાણો 16 અજીબોગરીબ નિયમ


હોસ્પિટલમાં ત્રણેયનો આમનો સામનો થતા આ હાઈવોલ્ટેજ ડ્રામા શરૂ થયો જે મોડે સુધી ચાલતો રહ્યો. જો કે પ્રેમજીતની માતાનું કહેવું છે કે તે જૂલીકુમારી (પહેલી પત્ની)ને જ તેની વહુ ગણે છે. જ્યારે પ્રેમજીતનું કહેવું છે કે પહેલી પત્ની ખુબ હેરાન કરતી હતી. અત્રે જણાવવાનું કે જૂલી કુમારી અને પ્રેમજીતના બે બાળકો પણ છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube