અજય કશ્યપ, બરેલીઃ ઉત્તર પ્રદેશના બરેલીથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. હકીકતમાં અહીં એક મુસ્લિમ મહિલાને તેના પતિએ એટલા માટે ઘરમાંથી બહાર કાઢી મુકી કારણ કે તેણે વિધાનસભા ચૂંટણીમાં ભાજપને મત આપ્યો હતો. એટલું જ નહીં પીડિતાનો પતિ હવે તેને ત્રણ તલાક આપવાની ધમકી આપી રહ્યો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ઘરમાંથી કાઢતા પહેલા સાસરિયાએ માર માર્યો
મહત્વનું છે કે મુસ્લિમ મહિલાને ઘરમાંથી બહાર કાઢતા પહેલાં પતિ અને તેના પરિવારજનોએ માર માર્યો હતો. પીડિતા વિનંતી કરી રહી હતી કે મને મારો નહીં અને ઘરમાંથી કાઢો નહીં, પરંતુ તેની વાત કોઈએ સાંભળી નહીં. પતિ અને સાસરિયા તરફથી કરવામાં આવેલા અત્યાચાર બાદ હવે મહિલાએ મદદની અપીલ કરી છે. 


પાછલા વર્ષે થયા હતા લગ્ન
મહત્વનું છે કે મુસ્લિમ મહિલા નજમા ઉઝમાના લગ્ન પાછલા વર્ષો તેના પાડોશમાં રહેતા તય્યબ અંસારી સાથે થયા હતા. તેણે તય્યબ અંસારી સાથે પ્રેમ લગ્ન કર્યા હતા. તે બરેલીના બારાદરી વિસ્તારના એજાઝ નગરની રહેવાસી છે. તેના પતિ અને સાસરા પક્ષ સમાજવાદી પાર્ટીનું સમર્થન કરે છે. પરંતુ નજમાએ ભાજપને મત આપ્યો હતો. તે યુપીમાં યોગી સરકારના કામકાજથી પ્રભાવિત છે. 


આ પણ વાંચોઃ Manipur CM Oath Ceremony: સતત બીજીવાર મણિપુરના મુખ્યમંત્રી બન્યા એન બીરેન સિંહ, રાજ્યપાલે અપાવ્યા શપથ


યોગી સરકારના કામકાજથી પ્રભાવિત છે પીડિતા
પીડિત મુસ્લિમ મહિલા નજમાએ કહ્યું કે ભાજપે ધર્મ-જાતિથી ઉપર ઉઠી સમાજ માટે કામ કર્યું છે. ભાજપ સરકારે ફ્રીમાં રાશન આપ્યું, મહિલાઓને સુરક્ષા આપી છે. પરંતુ મહિલાએ ભાજપને મત આપ્યો તો તેના પરિવારજનોને આ વાત પસંદ આવી નહીં. હવે તે મહિલા મદદ માટે મેરા હક ફાઉન્ડેશનના ફરહત નકવી પાસે પહોંચી છે. 


નજમાએ કહ્યું કે તેણે દેશના હિતમાં મત આપ્યો છે પરંતુ તેના પતિ અને પરિવારજનો દુશ્મન બની ગયા છે. મહિલાનું કહેવું છે કે તેના પતિ તેના છુટાછેડા કરી દેશે અને ઘરમાં રહેવા દેશે નહીં. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube