હૈદરાબાદ: લોકસભા ચૂંટણી 2019 (Lok Sabha Elections 2019) ના પહેલા ચરણથી પહેલા તેલંગાણા પોલીસે સોમવારના એક રાષ્ટ્રીય પાર્ટીથી જોડાયેલા 8 કરોડ રૂપિયા કેશ જપ્ત કર્યા છે. પોલીસે આરોપ લગાવ્યો છે કે આ રકમ ચૂંટણી કમિશનના દિશા-નિર્દેશો તેમજ યોગ્ય પ્રક્રિયાનું પાલન કર્યા વગર બેંકમાંથી કાઢવામાં આવ્યા છે. જોકે, રાષ્ટ્રીય પાર્ટીએ આરોપને નકારી કાઢી અને વળતો આરોપ લગાવ્યો છે કે આ સ્પષ્ટ પણે જરૂરીયાત કરાત વધારે કાર્યવાહી અને શાસક તેલંગાણા રાષ્ટ્ર સમિતિ (ટીઆરએસ)નું રાજકીય ષડ્યંત્ર છે. પાર્ટીમાં પ્રદેશના મુખ્ય પ્રવક્તાએ કહ્યું, અમે આ વ્યવહારની ખૂબ નિંદા કરીએ છે. અમારી પાર્ટીએ કોઇ કાયદો તોડ્યો નથી અને ચૂંટણી કમિશનના કોઇ દિશા-નિર્દેશનું ઉલ્લંઘન કર્યું નથી.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વધુમાં વાંચો: CBDT દરોડા : દેશના મોટા રાજકીય પક્ષને ટ્રાન્સફર કરાયા હતા 20 કરોડ રૂપિયા


જણાવી દઇએ કે આ પહેલા આયકર વિભાગે તમિલનાડુના વેલ્લોરની એક સિમેન્ટ ફેક્ટરીથી 11.53 કરોડ રૂપિયા જપ્ત કર્યા હતા. આયકર વિભાગે આ રમક 31 માર્ચે જપ્ત કરી હતી. કહેવામાં આવી રહ્યું છે કે, આ રૂપિયાનો ઉપયોગ ચૂંટણીમાં કરવાનો હતો. આ રોકડ રકમને બોરી અને ગાદલામાં ભરવામાં આવ્યા હતા. આ પહેલા ચૂંટણી કમિશને પણ લોકસભા ચૂંટણી કાર્યક્રર્મની જાહેરાત થયા બાદથી અત્યાર સુધીમાં જપ્ત કરેલી રોકડ વગેરની યાદી જાહેર કરી છે.


લોકસભા ચૂંટણી 2019: ચૂંટણી પંચ દ્વારા આપવામાં આવતા જાત-જાતના ચૂંટણી ચિન્હો


ત્યારબાદ તમિલનાડુમાં લગભગ 208.55 કરોડ રૂપિયાની રોકડ જપ્ત કરવામાં આવી જેના વિશે શંકા છે કે આ રોડક મતદાતાઓને લાલચ આપવા માટે લાવવામાં આવી હતી. આ આંકડા અન્ય મોટા રાજ્યો- આંધ્ર પ્રદેશમાં 158.61 કરોડ, પંજાબમાં 144.39 કરડ અને ઉત્તર પ્રદેશમાં 135.13 કરોડ રૂપિયા છે. ચૂંટણી કમિશનના એક અધિકારીએ જણાવ્યું કે, એક એપ્રિલ સુધી કુલ 1460.02 કરોડના સામાનને જપ્ત કરવામાં આવ્યા છે.


દેશના અન્ય સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો...