લોકસભા ચૂંટણી 2019: ચૂંટણી પંચ દ્વારા આપવામાં આવતા જાત-જાતના ચૂંટણી ચિન્હો
લોકસભા ચૂંટણીમાં હવે મોટાભાગની પાર્ટીઓ દ્વારા ઉમેદવારોની જાહેરાત કરી દેવામાં આવી છે. રાષ્ટ્રીય કક્ષાની પાર્ટીઓ, રાજ્યકક્ષાની પાર્ટીઓ ઉપરાંત નોંધાયેલી પાર્ટીઓ, ચૂંટણી પંચની માન્યતા ન મળી હોય તેવી બિનમાન્યતા પ્રાપ્ત પાર્ટીઓ તથા અપક્ષ ઉમેદવારો પણ ચૂંટણીમાં ઉમેદવારી નોંધાવતા હોય છે, જેના કારણે ચૂંટણી પંચને અનેક પ્રકારના ચૂંટણી ચિન્હો આપવા પડતા હોય છે
Trending Photos
ઝી ડિજિટલ ડેસ્ક/ અમદાવાદઃ લોકસભા ચૂંટણીમાં હવે મોટાભાગની પાર્ટીઓ દ્વારા ઉમેદવારોની જાહેરાત કરી દેવામાં આવી છે. રાષ્ટ્રીય કક્ષાની પાર્ટીઓ, રાજ્યકક્ષાની પાર્ટીઓ ઉપરાંત નોંધાયેલી પાર્ટીઓ, ચૂંટણી પંચની માન્યતા ન મળી હોય તેવી બિનમાન્યતા પ્રાપ્ત પાર્ટીઓ તથા અપક્ષ ઉમેદવારો પણ ચૂંટણીમાં ઉમેદવારી નોંધાવતા હોય છે. ભારતમાં ચૂંટણીની શરૂઆત થઈ ત્યારે ચૂંટણી પંચ દ્વારા વિવિધ પક્ષોને ચૂંટણી ચિન્હ ફાળવવાની શરૂઆત થઈ હતી.
ચૂંટણી ચિન્હ ફાળવવાનું કારણ એ હતું કે, દેશમાં ઘણા બધા મતદારો નિરક્ષર હતા, જેમને વાંચતા કે લખતાં આવડતું ન હતું, પરંતુ તેઓ ફોટો જોઈને ચિન્હને ઓળખી શકે એમ હતા. ભારતમાં રાષ્ટ્રીય પક્ષો અને રાજ્ય કક્ષાના પક્ષોને ચૂંટણી પંચ દ્વારા ચૂંટણી ચિન્હ પસંદ કરવાની સ્વતંત્રતા આપવામાં આવે છે. આ ઉપરાંત ચૂંટણી પંચમાં નોંધાયેલી પાર્ટીને પણ બાકી રહેલા ચૂંટણી ચિન્હોમાંથી ચૂંટણી ચિન્હ પસંદ કરવાની છૂટ હોય છે.
ભારતમાં લોકસભા ચૂંટણીમાં એક બેઠક પર 10થી માંડીને 45થી 50 જેટલા ઉમેદવારો ચૂંટણી લડતા હોય છે. જેના કારણે ચૂંટણી પંચને ચૂંટણી લડી રહેલા દરેક ઉમેદવારને ચૂંટણી ચિન્હ આપવું પડતું હોય છે. અપક્ષ ઉમેદવારોને પણ ચૂંટણી પંચને કોઈ ને કોઈ ચિન્હ ફાળવું પડતું હોય છે. આથી, ચૂંટણી પંચ વિવિધ પ્રકારની ચીજ-વસ્તુઓને ચૂંટણીના ચિન્હ તરીકે પસંદ કરતું હોય છે.
ચૂંટણી પંચ દ્વારા આપવામાં આવતા ચૂંટણી ચિન્હોનાં નામ જાણીને તમને પણ આશ્ચર્ય થશે. આવા જ કેટલાક નામ અહીં રજૂ કર્યા છે
- એરકન્ડીશનર
- શેરડી-ખેડૂત
- કાચનો પ્યાલો
- તિજોરી
- હાથી
- ગ્રામોફોન
- લોલક
- ટ્રેક્ટર ચલાવતો ખેડૂત
- પેન્સિલ બોક્સ
- હાથલારી
- ડોલ
- બંગડીઓ
- સાત કિરણો સાથેની કલમની ટાંક
ઈતિહાસની અટારીએથી લોકસભા ચૂંટણીઃ ઈન્દિરા ગાંધીની હત્યા અને 1984ની લોકસભા ચૂંટણી
- ટેલિવિઝન
- હેલિકોપ્ટર
- ગેસ સિલિન્ડર
- બેટરી ટોર્ચ
- ફોન ચાર્જર
- માઈક
- હેલમેટ
- જહાજ
- બેટ્સમેન
- કપ અને રકાબી
- લીલું મરચું
- નારિયેળીનું ખેતર
- દાતરડું અને હથોડી
- હળ લઈને જતો ખેડૂત
ઈતિહાસની અટારીએથી લોકસભા ચૂંટણી : દેશમાં 1989માં બીજી વખત બિનકોંગ્રેસી સરકારની રચના
- શંખ
- નગારું
- હેન્ડપમ્પ
- લાલટેન
- ત્રિકમ
- ચશ્મા
- પીંછી
- છત્રી
- જીપ
- પતંગ
- પ્રેશર કૂકર
- આગગાડી
- ગાડું
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે