હૈદરાબાદ: સ્માર્ટફોનના પ્રતાપે આજે દરેકને સેલ્ફી અને તસવીરોનો ચસ્કો લાગ્યો છે. દરેક પોતાને ફોટોગ્રાફર સમજવા લાગ્યા છે. પરંતુ સેલ્ફીનો આ ક્રેઝ ક્યારેક જીવલેણ પણ સાબિત થઈ શકે છે. અવારનવાર એવી ઘટનાઓ સામે આવે છે જેમાં સેલ્ફી લેવાના ચક્કરમાં લોકો જીવ ગુમાવે છે. હૈદરાબાદમાં પણ એક સ્ટંટની સેલ્ફી લેવાના ચક્કરમાં યુવક ગંભીર રીતે ઘાયલ થયો અને હોસ્પિટલ પહોંચી ગયો. યુવકની આ સેલ્ફી સોશિયલ મીડિયા પર ખુબ વાઈરલ થઈ છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ ઘટના બુધવારની છે. શિવા નામનો યુવક સ્માર્ટ ફોન લઈને રેલના પાટા પર ઊભો છે અને સેલ્ફી લેવા માટે સ્માઈલ કરે છે. પાછળથી એક ટ્રેન આવી રહી છે અને એક હાથેથી તે આવતી ટ્રેન તરફ ઈશારો કરી રહ્યો છે. ટ્રેન એકદમ નજીક આવે છે અને એકદમ અવાજ સાથે જ તે ટ્રેનની અડફેટે આવી જાય છે. શિવાને આ ઘટનામાં ગંભીર ઈજા થઈ છે. હાલ તે હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. જો કે તેની હાલત આઉટ ઓફ ડેન્જર છે. પરંતુ સોશિયલ મીડિયા પર યુવકની મુર્ખતા પર ખુબ કોમેન્ટ કરવામાં આવી રહી છે. 


સેલ્ફી ડેથ કન્ટ્રી
સેલ્ફીનો ક્રેઝ હકીકતમાં તો એક જીવલેણ એડવેન્ચર સાબિત થઈ રહ્યો છે. જ્યાં મોજ મસ્તીની ઈચ્છામાં અને કઈંક નવું કરવાની ખ્વાઈશ રાખનારા લોકોએ જેમાં મોટાભાગના તો યુવા જ હોય છે, તેમણે જીવ ગુમાવવા પડે છે અથવા તો દુર્ઘટનાનો શિકાર થવુ પડે છે. આ એક અજીબ વિડંબણા છે કે માત્ર એક સેલ્ફીનો ક્રેઝ યુવાઓની જિંદગીને જોખમમાં મૂકે છે. 94 મિલિયન સેલ્ફી પ્રતિદિન દુનિયામાં ક્લિક થાય છે. સેલ્ફી એટલે કે પોતાનો ફોટો જાતે જ ખેંચવો.



ભારત જ નહીં પરંતુ સમગ્ર દુનિયામાં લોકોની દીવાનગી વધી છે પરંતુ યુવાઓમાં તો આ ક્રેઝ માથે ચડીને બોલે છે. ભારત પણ હવે સેલ્ફી ડેથ કંટ્રીમાં સામેલ થઈ રહ્યું છેં જ્યાં રિપોર્ટ મુજબ સેલ્ફી દરમિયાન સૌથી વધારે મોત થાય છે. ધ વોશિંગ્ટન પોસ્ટના એક રિપોર્ટમાં દાવો કરાયો કે વર્ષ 2015માં ભારતમાં અનેક લોકોએ ખતરનાક રીતે સેલ્ફી લેવાની કોશિશ કરી. જેના કારણે અનેક લોકોએ જીવ ગુમાવ્યાં. દુનિયાભરમાં સેલ્ફીના ચક્કરમાં 27 લોકોના જીવ ગયા જેમાંથી 15થી વધુ લોકોના મોત તો ભારતમાં જ થયાં.