હૈદરાબાદઃ વેટરનરી ડોક્ટરના(Veterinary doctor) બળાત્કાર અને હત્યાની (Rape and Murder) ઘટના પછી શહેર અને દેશમાં જે પ્રકારે રોષ જોવા મળી રહ્યો છે ત્યાર પછી હૈદરાબાદ પોલીસને(Hydrabad Police) મોડે-મોડો જ્ઞાન લાદ્યું છે. હૈદરાબાદ પોલીસે મુસાફરી કરતા સમયે મહિલાઓ અને યુવતીઓ માટે સ્વસુરક્ષાનાં કેવા-કેવા પગલાં(Precautionary Steps) લેવા જોઈએ તેના અંગે એક એડવાઈઝરી(Advisory) બહાર પાડી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ઉલ્લેખનીય છે કે, હૈદરાબાદના આઉટર રિંગરોડ પર શમશાબાદ ટોલનાકા પાસે 26 વર્ષની એક યુવતી પર બે ટ્રક ડ્રાઈવર અને બે ક્લીનરે સામુહિક બળાત્કાર ગુજાર્યો હતો. ત્યાર પછી તેની હત્યા કરીને તેના મૃતદેહને તોઓ શાનદગર સુધી લઈ ગયા હતા અને અહીં સળગાવી નાખ્યો હતો. હત્યાની હિચકારી ઘટના પછી બીજા દિવસે આ યુવતીનો મૃતદેહ સળગી ગયેલી અવસ્થામાં મળ્યો હતો. 


હૈદરાબાદ ગેંગરેપ અને મર્ડર કેસ મામલે સંસદમાં જયા બચ્ચને આપી દીધું મોટું નિવેદન


આ ઘટના પછી સમગ્ર દેશમાં સડકથી લઈને સંસદ સુધી રોષ જોવા મળી રહ્યો છે. લોકો કેન્ડલ માર્ચ કાઢીને યુવતીના હત્યારાઓને તાત્કાલિક સજા આપવાની માગણી કરી રહ્યા છે અને સાથે જ દેશમાં મહિલા સુરક્ષા-સલામતી મુદ્દે તંત્રની નિષ્ફળતા સામે પોતાનો રોષ ઠાલવી રહ્યા છે. મંગળવારે લોકસભા અને રાજ્યસભામાં પણ આ મુદ્દે ભારે ચર્ચા થઈ હતી અને સાંસદોએ ઘટના પર ખેદ વ્યક્ત કરવાની સાથે જ પોતાનો રોષ વ્યક્ત કર્યો હતો. સમાજવાદી પાર્ટીના નેતા અને વરિષ્ઠ બોલિવૂડ અભિનેત્રી જયા બચ્ચને તો ત્યાં સુધી કહી નાખ્યું કે, "આ બળાત્કારીઓને જાહેરમાં લાવવા જોઈએ અને તેમનું લિન્ચિંગ કરવું જોઈએ."


હૈદરાબાદ પોલીસે જાહેર કરેલા મહિલાઓ માટે સ્વસુરક્ષાના પગલાં:-
1. મુસાફરી કરતા સમયે તમારા પરિવાર/સ્વજન/મિત્રોને જણાવો કે ક્યાં જઈ રહ્યા છો અને ક્યારે પાછા આવશે. 


2. જો શક્ય હોય તો અંતિમ લોકેશન જરૂર શેર કરો. 


3. કયા સાધનમાં મુસાફરી કરી રહ્યા છો - રિક્ષા અતવા ટેક્સી. વાહનની નંબર પ્લેટનો ફોટો, સંપર્ક માહિતી પરિજનોને શેર કરો. (રીક્ષા ડ્રાઈવરની પાછળની સીટ પર લખેલું હોય છે, ટેક્સી ડ્રાઈવરનું આઈડી કાર્ડ ઉપલબ્ધ હોય છે.)


‘શું મહિલા સશક્તિકરણ આપણી પ્રાથમિકતા નથી?’: ADG અનિલ પ્રથમ... જુઓ વીડિયો....


હૈદરાબાદ ગેંગરેપ-મર્ડર: CM કેસી રાવના નિર્દેશ, કેસની સુનાવણી ફાસ્ટ ટ્રેક કોર્ટમાં થશે


6. તમે જે વિસ્તારમાં હોવ ત્યાં આજુ-બાજુમાં કોઈ વ્યક્તિ દેખાતી ન હોય તો તમે તાત્કાલિક નજીકમાં રહેલી કોઈ દુકાન, કોમર્શિયલ એકમ પાસે જતા રહો અને ત્યાં દુકાનની નજીકમાં જ ઊભા રહેવું., જેથી ત્યાંથી પરિવહન કરતા ટ્રાફિકની તમારા પર નજર રહે. 


7. હંમેશાં 100 નંબર ડાયલ કરવા માટે તૈયાર રહો. 


8. હોકઆઈ ડાઉનલોડ કરો અને લોકેશન સેવા કાયમ માટે ચાલુ રાખો. 


હૈદરાબાદ ગેંગરેપ: એસઆઈ સહિત 3 પોલીસકર્મી સસ્પેન્ડ, સમગ્ર દેશમાં આક્રોશ


13. પોલીસ ગુનાખોરી અટકાવવા માટે હંમેશાં તમારી સાથે જ છે. સ્થાનિક અસામાજિક તત્વો અને આવા તત્વોની બેઠકો બાબતે સ્થાનિક પોલીસને તાત્કાલિક જાણ કરો. 


14. જો તમે ચકાસણી માટે કેટલાક ફોટો મેળવવા માગતા હોવ તો તમે વ્હોટ્સએપ નંબર 9490616555 પર ફોટા શેર કરો અને તમારી સુરક્ષાને પાકી કરો. 


દેશની દીકરીઓની આ હાલત ક્યાં સુધી? હવસખોરોને ક્યારે મળશે આકરી સજા


દેશના ઉપરાષ્ટ્રપતિ અને રાજ્યસભાના સભાપતિ એમ. વેંકૈયા નાયડુએ જણાવ્યું કે, મહિલાઓ સામેની હિંસા રોકવા માટે નવો કાયદાની જરૂર નથી, પરંતુ રાજકીય ઈચ્છાશક્તિ, વહીવટી કુશળતા, લોકોની માનસિક્તામાં સુધારો લાવવાની જરૂર છે. તો અને તો જ આપણે આ સામાજિક દૈત્યનો નાશ કરી શકીશું. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાવો : facebook | twitter | youtube


ભારતના વધુ સમાચાર માટે અહીં કરો ક્લિક.....