હૈદરાબાદ ગેંગરેપ અને મર્ડર કેસ મામલે સંસદમાં જયા બચ્ચને આપી દીધું મોટું નિવેદન

હૈદરાબાદમાં વેટનરી ડૉક્ટરની સાથે ગેંગરેપ અને હત્યાનો મુદ્દો સંસદમાં પણ ગૂંજ્યો. શિયાળુ સત્રનાં સોમવારનાં લોકસભામાં આ મુદ્દો ઉઠાવવામાં આવ્યો. 

હૈદરાબાદ ગેંગરેપ અને મર્ડર કેસ મામલે સંસદમાં જયા બચ્ચને આપી દીધું મોટું નિવેદન

નવી દિલ્હી : હૈદરાબાદમાં વેટનરી ડૉક્ટરની સાથે ગેંગરેપ અને હત્યાનો મુદ્દો સંસદ (parliament)માં પણ ગૂંજ્યો. લોકસભા અને રાજ્યસભામાં સાંસદોએ આ ઘટના પર પોતાનો આક્રોશ વ્યક્ત કર્યો. રાજ્યસભામાં બોલત વખતે સાંસદ જયા બચ્ચને (Jaya Bachchan) મોટું નિવેદન આપ્યું છે. તેણે કહ્યું છે કે ગુનેગારને સાર્વજનિક પ્લેટફોર્મ પર સજા આપવી જોઈએ અને તેમનું લિન્ચિંગ કરવું જોઈએ. સમાજવાદી પાર્ટીના રાજ્યસભા સાંસદ જયા બચ્ચને કહ્યું કે, મને લાગે છે કે આ સમય છે જ્યારે લોકો ઇચ્છે છે કે સરકાર યોગ્ય અને નિશ્ચિત જવાબ આપે. તેમણે કહ્યું કે, આ પ્રકારનાં લોકો (બળાત્કારીઓ)ને સાર્વજનિક રીતે સજા આપવાની જરૂર છે. 

રાજ્યસભામાં સભાપતિ વેંકૈયા નાયડૂએ કહ્યું કે, ‘હૈદરાબાદમાં જે થયું તે આપણા સમાજ અને મૂલ્ય પ્રમાણી માટે અપમાનજનક છે. આપણે જોવું જોઇએ કે આવી ચીજો કેમ થઈ રહી છે અને આપણે ઉપાયોની શોધ કરવી જોઇએ. હું ઇચ્છુ છું કે તમામ પોતાના મંતવ્યો આપે.’

AIADMKના રાજ્યસભા સાંસદ વિજિલા સત્યનાથે કહ્યું કે, દેશ બાળકો અને મહિલાઓ માટે સુરક્ષિત નથી. આ અપરાધને અંજામ આપનારા લોકોને 31 ડિસેમ્બર પહેલા મોતની સજા આપવી જોઇએ. ફાસ્ટ ટ્રેક કૉર્ટની સ્થાપના કરવી જોઇએ. ન્યાય મોડો આપવો એનો મતલબ ન્યાય ના આપવો થાય છે.  સદનમાં કોંગ્રેસ સહિત ઘણા દળોએ આ મુદ્દો ઉઠાવ્યો. કોંગ્રેસ નેતા ગુલામ નબી આઝાદે કહ્યું કે કોઈપણ સરકાર અથવા નેતા નહીં ઇચ્છે કે આવી ઘટના તેમના રાજ્યમાં ઘટે. આ સમસ્યા ફક્ત કાયદો બનાવવાથી હલ નહીં થાય અને આવી ઘટનાઓને અટકાવવા માટે એની વિરુદ્ધ એક સાથે ઉભા રહેવાની જરૂર છે.

દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news