હૈદરાબાદ: હૈદરાબાદ (Hyderabad) માં એક લેડી ડોક્ટર સાથે ગેંગરેપ બાદ કરવામાં આવેલી નૃશંસ હત્યાએ સમગ્ર દેશને હચમચાવી નાખ્યો છે. રાજ્યની પોલીસે હવે આ મામલે બેદરકારી વર્તવા બદલ પોલીસકર્મીઓ પર કાર્યવાહી કરી છે. સાઈબરાબાદ પોલીસ કમિશનર વીસી સજ્જનારે આ કેસમાં 3 પોલીસકર્મીઓને સસ્પેન્ડ કર્યા છે. સાઈબરાબાદ પોલીસ કમિશનર વીસી સજ્જનારે કહ્યું કે 27-27 નવેમ્બરના રાતે એક મહિલા ગુમ થઈ હોવાના મામલે શમશાબાદ પોલીસ સ્ટેશનમાં FIR નોંધાવવામાં વિલંબ સંબંધિત ડ્યૂટીમાં બેદરકારી વર્તવાના મામલે આજે વિસ્તૃત તપાસ કરવામાં આવી. પોલીસ કમિશનરે વધુમાં જણાવ્યું કે તપાસના  પરિણામોના આધારે સબ ઈન્સ્પેક્ટર એમ.રવિકુમાર, હેડ કોન્સ્ટેબલ પી.વેણુગોપાલ રેડ્ડી અને હેડ કોન્સ્ટેબલ એ.સત્યનારાયણ ગૌડને આગામી આદેશ સુધી સસ્પેન્ડ કરી દેવામાં આવ્યાં છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

હૈદરાબાદ: લેડી ડોક્ટરના ગેંગરેપ અને હત્યા કેસમાં 2 ડ્રાઈવર સહિત 4ની ધરપકડ, CCTV ફૂટેજથી પકડાયા


પરિવારે પોલીસ પર બેદરકારી વર્તવાનો લગાવ્યો હતો આરોપ
મૃતક ડોક્ટરના પરિવારજનોએ આરોપ લગાવ્યો હતો કે સાઈબરાબાદ પોલીસ (Cyberabad police) તેમને દોડાવતી રહી. જો તેમણે તત્કાળ કાર્યવાહી કરી હોતતો પીડિતાને જીવતી બચાવી શકાઈ હોત. માતાએ જણાવ્યું હતું કે આ ઘટના બાદ મારી નાની પુત્રી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવા પહોંચી પરંતુ તેને બીજા પોલીસ સ્ટેશન શમશાબાદ મોકલવામાં આવી. પોલીસે કાર્યવાહી કરવાની જગ્યાએ કહ્યું કે આ મામલો તેમના વિસ્તારનો નથી. ત્યારબાદ પીડિતાના પરિવાર સાથે કેટલાક પોલીસકર્મી ગયા અને સવારે 4 વાગ્યા સુધી સર્ચ અભિયાન ચલાવવામાં આવ્યું પરંતુ તેની કોઈ ભાળ મળી નહી. પીડિતાની બહેને કહ્યું હતું કે 'એક પોલીસ સ્ટેશનથી બીજા પોલીસ સ્ટેશન જવામાં અમારો ઘણો સમય વેડફાઈ ગયો. જો પોલીસે સમયસર કાર્યવાહી કરી હોત તો મારી બહેન આજે જીવિત હોત.'


હૈદરાબાદ: મહિલા ડોક્ટર પર ગેંગરેપ બાદ હત્યા મામલે તેલંગણાના મંત્રીજીનું વિવાદિત નિવેદન 


હૈદરાબાદમાં ક્રોધે ભરાયેલી ભીડે પોલીસ સ્ટેશનમાં ઘૂસવાની કોશિશ કરી
હૈદરાબાદ ગેંગરેપ અને મર્ડર  કેસને લઈને દેશભરમાં જબરદસ્ત આક્રોશ છે. તેલંગણા સહિત અનેક રાજ્યોમાં શનિવારે આ નૃશંસ રેપ અને હત્યાકાંડ સામે વિરોધ પ્રદર્શન થયાં. હૈદરાબાદમાં ભીડે શાદનગર પોલીસ સ્ટેશનને ઘેર્યું અને તે સમયે તેમાં ઘૂસવાની પણ કોશિશ કરી હતી. તે જ સમયે ચારેય આરોપીઓને કોર્ટમાં રજુ કરતા પહેલા ત્યાં રાખવામાં આવ્યાં હતાં. આ દરમિયાન લોકોએ પોલીસકર્મીઓ પર ચપ્પલો પણ ફેંકી. પ્રદર્શનકારીઓએ માગણી કરી હતી કે આરોપીઓને તેમના હવાલે કરી દો. પ્રદર્શનકારીઓને પોલીસ સ્ટેશનમાં રોકવા માટે પોલીસે લાઠીચાર્જ પણ કરવો પડ્યો હતો. અત્રે જણાવવાનું કે શનિવારે ચારેય આરોપીઓને રંગારેડ્ડી કોર્ટમાં હાજર કરાયા હતાં અને તેમને 14 દિવસની જ્યુડિશિયલ કસ્ટડીમાં જેલમાં મોકલવામાં આવ્યાં છે. 


ઘરે આવતી વખતે રાત્રે લેડી ડોક્ટરનું વ્હીકલ થયું ખરાબ, સવારે મળી બળેલી લાશ!


દિલ્હીમાં પણ વિરોધ પ્રદર્શન
રાજધાની દિલ્હીમાં પણ હૈદરાબાદ કાંડને લઈને વિરોધ પ્રદર્શન થયા. સંસદ ભવનની બહાર પ્રદર્શન કરી રહેલી એક યુવતીને પોલીસે અટકાયતમાં લીધી. દિલ્હી પોલીસ પર આરોપ લાગ્યા છે કે પ્રદર્શનકારી યુવતીની સાથે પોલીસ સ્ટેશનમાં ગેરવર્તણૂંક થઈ અને તેની મારપીટ કરાઈ. 


શું છે સમગ્ર મામલો?
તેલંગણાની રાજધાની હૈદરાબાદની નજીક શાદનગર પરગણામાં બુધવારે મોડી રાતે અજાણ્યા વ્યક્તિઓએ એક પશુચિકિત્સક યુવતીની હત્યા કરીને તેના મૃતદેહને બાળી મૂકવાના મામલાએ હાહાકાર મચાવી દીધો છે. યુવતીનો મૃતદેહ ગુરુવારે મળી આવ્યો. ડોક્ટરનો બળેલી અવસ્થામાં મૃતદેહ રંગા રેડ્ડી જિલ્લાના શાદનગર નજીક ચતનપલ્લી પુલ પર મળી આવ્યો હતો. 


આ VIDEO પણ જુઓ...


દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube