ઘરે આવતી વખતે રાત્રે લેડી ડોક્ટરનું વ્હીકલ થયું ખરાબ, સવારે મળી બળેલી લાશ!
તેલંગાણાની રાજધાની નજીક શાદનગર વિસ્તાર નજીક અજ્ઞાત વ્યક્તિઓએ એક પશુ ચિકિત્સક યુવતીની હત્યા કરીને એને આગ લગાવી દીધી છે
Trending Photos
હૈદરાબાદ : તેલંગાણા (Telangana)ની રાજધાની નજીક શાદનગર વિસ્તાર નજીક અજ્ઞાત વ્યક્તિઓએ એક પશુ ચિકિત્સક યુવતીની હત્યા કરીને એને આગ લગાવી દીધી હોવાની ઘટના પ્રકાશમાં આવી છે. આ યુવતી પ્રિયંકા રેડ્ડીનો મૃતદેહ ગુરુવારે મળી આવ્યો છે. આ શબ શાદનગર વિસ્તાર નજીક ચતનપલ્લી પુલ પાસે જોવા મળ્યું હતું.
પ્રિયંકા રેડ્ડી શાદનગરના પોતાના ઘરથી કોલ્લુરુ ગામમાં એક પ્રાણીઓની હોસ્પિટલમાં પોતાની ડ્યુટી બજાવવા નિકળી હતી. પ્રિયંકાએ બુધવારે પોતાની બહેનને કોલ કરીને કહ્યું કે તેનું ટુ વ્હીલર ઘર પરત ફરતી વખતે ખરાબ થઈ ગયું છે અને તેને બહુ ડર લાગી રહ્યો છે. આ પછી પરિવારે તેનો સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો હતો પણ તેનો મોબાઇલ સ્વિચ ઓફ આવતો હતો.
પોલીસે આપેલી માહિતી પ્રમાણે એક મહિલાનું બળેલું શબ પુલ પાસે મળી આવ્યું હતું અને તેની ઉંમર 20થી 25 વચ્ચે હતી. શ્રીધર રેડ્ડીએ આ શબ તેમની દીકરી પ્રિયંકા રેડ્ડીનું છે એવી ઓળખ કરી છે. હાલમાં વરિષ્ઠ પોલીસ અધિકારી તપાસ માટે ઘટના માટે પહોંચી છે અને પુરાવા તરીકે ટોલ ગેટ પાસેના સીસીટીવી ફુટેજનું સ્કેનિંગ કરવામાં આવી રહ્યું છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે