હૈદરાબાદ: તેલંગણાની રાજધાની હૈદરાબાદમાં 6 વર્ષની માસૂમ સાથે કથિત રીતે થયેલા બળાત્કાર અને ત્યારબાદ હત્યાના કેસમાં નવો વળાંક આવ્યો છે. હવે હૈદરાબાદ સિટી પોલીસે દુષ્કર્મ અને હત્યાના આરોપી પી.રાજુની જાણકારી આપનારા માટે 10 લાખ રૂપિયાના ઈનામની જાહેરાત કરી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અર્ધનગ્ન અવસ્થામાં મળી હતી મૃત બાળકી
હૈદરાબાદ શહેરના સઈદાબાદ વિસ્તારની સિંગરેની સ્લમ કોલોનીમાં 9 સપ્ટેમ્બરના રોજ છ વર્ષની બાળકી અર્ધનગ્ન અવસ્થામાં પાડોશીના ઘરમાં મૃત મળી આવી હતી. બાળકીના બળાત્કાર અને પછી હત્યાનો મુખ્ય સંદિગ્ધ 30 વર્ષનો રાજૂ નામનો પાડોશી છે. 


10 સપ્ટેમ્બરના રોજ છેલ્લીવાર જોવા મળ્યો હતો આરોપી
શરૂઆતમાં હૈદરાબાદ પોલીસે દાવો કર્યો હતો કે આરોપીને ગણતરીના કલાકોમાં પકડી લેવામાં આવશે પરંતુ હાલ તો સંદિગ્ધ હજુ પણ ફરાર છે અને પોલીસ તેની શોધ ચલાવી રહી છે. આરોપી છેલ્લીવાર 10 સપ્ટેમ્બરના રોજ સીસીટીવી કેમેરામાં જોવા મળ્યો હતો. 


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube