નવી દિલ્હી: નિર્ભયા રેપ કેસ (Nirbhaya rape case) ને સાત વર્ષ થઈ ગયા પરંતુ હજુ સુધી પીડિતાને પૂરેપૂરો ન્યાય મળ્યો નથી. આ ઘટના બાદ દેશભરમાં પ્રદર્શન થયા અને કાયદો બદલવાની માગણી ઉઠી. પરંતુ 7 વર્ષ બાદ  પણ દેશમાં તે જ રીતે મહિલાઓ સાથે હેવાનિયત ચાલુ જ છે. હૈદરાબાદ (Hyderabad) બાદ દેશના અલગ અલગ ભાગોમાં રેપની ઘટનાઓ સામે આવી રહી છે. હેવાનિયત આચરનારા ખુલ્લેઆમ ઘૂમી રહ્યાં છે. સવાલ એ છે કે જે લોકો ભારતને શરમજનક સ્થિતિમાં મૂકે છે તેમને સજા ક્યારે મળશે. જ્યારે મહિલાઓ જ સુરક્ષિત નથી તો સમાજ કેવી રીતે સુરક્ષિત રહેશે?


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

હૈદરાબાદ: લેડી ડોક્ટરના ગેંગરેપ અને હત્યા કેસમાં 2 ડ્રાઈવર સહિત 4ની ધરપકડ, CCTV ફૂટેજથી પકડાયા


હૈદરાબાદમાં મહિલા વેટરનિટી ડોક્ટરને ગેંગરેપ બાદ ગળું દબાવીને હત્યા કરી નાખવામાં આવી. રાક્ષસોએ ત્યારબાદ કેરોસિન છાંટીને મૃતદેહને બાળી મૂક્યો. સ્કૂટી પંચરમાં મદદ કરવાના બહાને યુવતીનો ગેંગરેપ કર્યો જો કે પોલીસે ચારેય આરોપીઓની ધરપકડ તો કરી લીધી છે. પોલીસ કેસને ફાસ્ટ ટ્રેક કોર્ટમાં મોકલવાની ભલામણ કરશે. વકીલોએ પણ આરોપીઓનો કેસ નહીં લડવાનો નિર્ણય કર્યો છે. આરોપીઓ વિરુદ્ધ લોકોએ આજે ખુબ વિરોધ પ્રદર્શન કર્યાં. 


આ બાજુ રાંચીમાં લો કોલેજની વિદ્યાર્થીની સાથે ગેંગરેપની ઘટના ઘટી. આરોપીઓએ વિદ્યાર્થીનીનું અપહરણ કર્યું. પોલીસે 12 આરોપીઓની ધરપકડ કરી છે. ઉત્તર પ્રદેશના સંભલમાં ગત 21 નવેમ્બરના રોજ સગીરા પર રેપ આચરવામાં આવ્યો. રેપ બાદ આરોપીએ પીડિત છોકરીને જીવતી બાળી મૂકી. પીડિતે આજે દિલ્હીની સફદરજંગ હોસ્પિટલમાં દમ તોડ્યો. પોલીસે રેપના આરોપીની ધરપકડ કરીને જેલમાં મોકલી દીધો છે પરંતુ સવાલ એ છે કે રેપથી હિન્દુસ્તાન ક્યાં સુધી લોહીલુહાણ થતું રહેશે. 


UP: સંભલમાં રેપ બાદ છોકરીને જીવતી બાળી મૂકી, 9 દિવસ બાદ પીડિતાનું સારવાર દરમિયાન મોત


કાયદો નવો પરંતુ કશું સુધર્યું નહીં
રેપના મામલે કાયદો જરૂર નવો આવ્યો પરંતુ કોઈ સુધાર જોવા મળ્યો નથી. ભારતમાં ક્રિમિનલ લો એમેન્ડમેન્ટ એક્ટ 2018 મુજબ વયસ્ક પર રેપ બદલ 10 વર્ષ, 12 વર્ષથી ઓછી ઉંમરની છોકરી પર રેપની સજા 20 વર્ષ, જન્મટીપ કે ફાંસી, 12-16 વર્ષની છોકરી પર રેપ બદલ ઉમરકેદની સજા, રેપ બાદ હત્યા કરાય તો ફાંસીની સજા પણ શક્ય છે. 16 વર્ષથી ઓછી ઉંમરના અપરાધીને બાળ સુધાર ગૃહમાં મોકલાય છે. 


આ VIDEO પણ જુઓ...


દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube