હૈદરાબાદ: મહિલા ડોક્ટર પર ગેંગરેપ બાદ હત્યા મામલે તેલંગણાના મંત્રીજીનું વિવાદિત નિવેદન
તેલંગણા (Telangana)ની રાજધાની હૈદરાબાદ (Hyderabad)માં 22 વર્ષની પશુ ચિકિત્સકની હત્યાના મામલે રાજ્ય સરકારના ગૃહ મંત્રી મહેમૂદ અલી મહેમૂદ (Mahmood ali mahmood) નું વિચિત્ર નિવેદન સામે આવ્યું છે. તેમનું કહેવું છે કે જો યુવતીએ તેની બહેનને ફોન કરવાની જગ્યાએ પોલીસને ફોન કર્યો હોત તો તેનો જીવ બચી શક્યો હોત. ગૃહ મંત્રી મહેમૂદ અલી મહેમૂદે આ મામલે વિવાદિત નિવેદન આપતા કહ્યું કે તે એક ડોક્ટર હતી...ભણેલી ગણેલી હતી...શું તેણે તેની બહેનને ફોન કર્યો? તેણે 100 નંબર પર પહેલા ફોન કરવો જોઈતો હતો.
નવી દિલ્હી: તેલંગણા (Telangana)ની રાજધાની હૈદરાબાદ (Hyderabad)માં 22 વર્ષની પશુ ચિકિત્સકની હત્યાના મામલે રાજ્ય સરકારના ગૃહ મંત્રી મહેમૂદ અલી મહેમૂદ (Mahmood ali mahmood) નું વિચિત્ર નિવેદન સામે આવ્યું છે. તેમનું કહેવું છે કે જો યુવતીએ તેની બહેનને ફોન કરવાની જગ્યાએ પોલીસને ફોન કર્યો હોત તો તેનો જીવ બચી શક્યો હોત. ગૃહ મંત્રી મહેમૂદ અલી મહેમૂદે આ મામલે વિવાદિત નિવેદન આપતા કહ્યું કે તે એક ડોક્ટર હતી...ભણેલી ગણેલી હતી...શું તેણે તેની બહેનને ફોન કર્યો? તેણે 100 નંબર પર પહેલા ફોન કરવો જોઈતો હતો.
હૈદરાબાદ: મહિલા ડોક્ટર પર ગેંગરેપ અને ત્યારબાદ હત્યાનો હિચકારો બનાવ, બે શંકાસ્પદોની ધરપકડ
રાષ્ટ્રીય મહિલા આયોગી પણ રિપોર્ટ માંગ્યો
આયોગના ચેરપર્સન રેખા શર્માએ કહ્યું કે આ સમિતિ દોષિતોને સજા નહીં મળે ત્યાં સુધી શાંતિથી બેસશે નહીં. તેમણે હૈદરાબાદ પોલીસ પાસે વિસ્તૃત કાર્યવાહી રિપોર્ટ માંગ્યો છે. આ બધા વચ્ચે પોલીસે શંકા વ્યક્ત કરી છે કે ડોક્ટરના મૃતદેહને દુપટ્ટામાં લપેટીને ફ્લાયઓવર નીચે લાવવામાં આવ્યો અને તેને બાળી મૂક્યો. મહિલા ડોક્ટરની લાશ એટલી બળી ગઈ હતી કે ઓળખાણ પણ મુશ્કેલ થઈ હતી. પીડિતાએ ગણેશજીનું લોકેટ પહેર્યું હતું જેના કારણે મૃતદેહની ઓળખ થઈ શકી.
ઘરે આવતી વખતે રાત્રે લેડી ડોક્ટરનું વ્હીકલ થયું ખરાબ, સવારે મળી બળેલી લાશ!
શું છે સમગ્ર મામલો?
તેલંગણાની રાજધાની હૈદરાબાદની નજીક શાદનગર પરગણામાં બુધવારે મોડી રાતે અજાણ્યા વ્યક્તિઓએ એક પશુચિકિત્સક યુવતીની હત્યા કરીને તેના મૃતદેહને બાળી મૂકવાના મામલાએ હાહાકાર મચાવી દીધો છે. યુવતીનો મૃતદેહ ગુરુવારે મળી આવ્યો. ડોક્ટરનો બળેલી અવસ્થામાં મૃતદેહ રંગા રેડ્ડી જિલ્લાના શાદનગર નજીક ચતનપલ્લી પુલ પર મળી આવ્યો હતો.
જુઓ LIVE TV
દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube