હૈદરાબાદ: મહિલા ડોક્ટર પર ગેંગરેપ અને ત્યારબાદ હત્યાનો હિચકારો બનાવ, બે શંકાસ્પદોની ધરપકડ
હૈદરાબાદ રેપ અને મર્ડર કેસ: પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે શુક્રવારે એક ટ્રક ડ્રાઈવર મોહમ્મદ પાશા અને એક ક્લિનરને પકડ્યા છે. હાલ તેમની પૂછપરછ ચાલુ છે.
હૈદરાબાદ: હૈદરાબાદ (hyderabad) માં 22 વર્ષની યુવતી પશુ ચિકિત્સક (veterinary doctor) ની હત્યાના મામલે બે શંકાસ્પદોની ધરપકડ કરાઈ છે. પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે શુક્રવારે એક ટ્રક ડ્રાઈવર મોહમ્મદ પાશા અને એક ક્લિનરને પકડ્યા છે. હાલ તેમની પૂછપરછ ચાલુ છે. સમગ્ર મામલે પોલીસનું કહેવું છે કે તેમણે આ કેસ સંલગ્ન તમામ પુરાવા ભેગા કરી લીધા છે. પોલીસ સૂત્રોનું માનીએ તો મહિલા ડોક્ટરનું મોત શ્વાસ રૂંધાવવાના કારણે થયું છે. જો કે અધિકૃત રીતે પોલીસે તેની પુષ્ટિ કરી નથી. મૃતક યુવતીના પરિવારે તો દોષિતોને જીવતા બાળી મૂકવાની માગણી પણ કરી હોવાના મીડિયા રિપોર્ટ્સ છે.
ઘરે આવતી વખતે રાત્રે લેડી ડોક્ટરનું વ્હીકલ થયું ખરાબ, સવારે મળી બળેલી લાશ!
સૂત્રોનું માનીએ તો મહિલા ડોક્ટરની હત્યા અગાઉ તેના પર સામૂહિક દુષ્કર્મ થયું. ત્યારબાદ આરોપીઓએ યુવતીનું ગળુ દબાવીને તેની હત્યા (Murder) કરી નાખી. આરોપીઓએ મૃતદેહને દુપટ્ટામાં લપેટીને તેના પર કેરોસીન નાખી બાળી મૂક્યો. મૃતદેહ જ્યારે મળ્યો ત્યારે 70 ટકાથી વધુ બળી ગયો હતો.
બેકાબુ થયેલી કાર આંખના પલકારામાં ફ્લાયઓવરથી નીચે ખાબકી, VIDEO જોઈને થથરી જશો
શું છે સમગ્ર મામલો?
તેલંગણાની રાજધાની હૈદરાબાદની નજીક શાદનગર પરગણામાં બુધવારે મોડી રાતે અજાણ્યા વ્યક્તિઓએ એક પશુચિકિત્સક યુવતીની હત્યા કરીને તેના મૃતદેહને બાળી મૂકવાના મામલાએ હાહાકાર મચાવી દીધો છે. યુવતીનો મૃતદેહ ગુરુવારે મળી આવ્યો. ડોક્ટરનો બળેલી અવસ્થામાં મૃતદેહ રંગા રેડ્ડી જિલ્લાના શાદનગર નજીક ચતનપલ્લી પુલ પર મળી આવ્યો હતો.
જુઓ LIVE TV
દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube