નવી દિલ્હી : કોરોના વાયરસની સારવારમાં કારગત એન્ટીમરેલિયર દવા હાઇડ્રોક્સીક્લોરોક્વીન (HCQ) પર વિવાદ હજી પણ ચાલી રહ્યો છે. આ વખતે 100 જેટલા વૈજ્ઞાનિકોએ લેસેંટ સ્ટડીની પ્રમાણીકતા પર સવાલ ઉઠાવ્યો. અત્રે ઉલ્લેખનીય છે કે, લેસેન્ટનાં રિપોર્ટ બાદ જ વિશ્વ સ્વાસ્થય સંગઠન (WHO) એ HCQ નાં ક્લીનિકલ ટ્રાયલને અટકાવા માટેનાં નિર્દેશ આપ્યા હતા. અભ્યાસમાં દાવો કરવામાં આવ્યો હતો કે, આ દવાથી મૃત્યુનો ખતરો વધી જાય છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Delhi ની Border Seal કરવા અંગે સુપ્રીમ લાલઘુમ, ત્રણેય રાજ્યોને મળી એક પાસ બનાવવા આદેશ

હવે ધ લેસેન્ટ મેડિકલ જર્નલ પોતે તેનાં નિષ્કર્ષો અંગે ચિંતિત છે. હાઇડ્રોક્સીક્લોરોક્વીન પહેલા એક ચમત્કારીક દવા કહેવામાં આવી રહી હતી અને ત્યાર બાદ ઘાતક દવા પણ કહેવાવા લાગી. જો કે આ પરિવર્તન પાછળ હાલમાં થયેલો અભ્યાસ કારણભુત છે. આ સ્ટડીમાં દાવો કરવામાં આવ્યો હતો કે, HCQ હૃદયનાં ધબકારા  અનિયમિત કરે છે જેના કારણે મોતનો ખતરો વધી જાય છે. 


LIVE: ઓસ્ટ્રેલિયાના PM ને ગુજરાતી ખીચડીનું વળગણ, વર્ચ્યુઅલ સમિટમાં પણ કર્યો ઉલ્લેખ

રિપોર્ટ પર જ સવાલ
આ અહેવાલ બાદ લોકોની દવા પ્રત્યેની વિચારસરણી બદલાઇ ગઇ. ડબલ્યુએચઓએ HCQ ના પરીક્ષણો પર પ્રતિબંધ લગાવી દીધો. જો કે હવે 100થી વધારે વૈજ્ઞાનિકોએ લેટેસ્ટ સ્ટડી પર સવાલ ઉઠાવ્યા છે, જેમાં આ દવાને ખતરનાક ગણાવવામાં આવી છે. આ એક ઠોકી કમેન્ટને પરત લેવા સમાન છે. હવે તેના પર ગંભીર વૈજ્ઞાનિક સવાલ ઉઠાવવામાં આવ્યા છે. જર્નલ હવે ડેટાનો એક સ્વતંત્ર ઓડિટ ચાલુ કરી રહ્યું છે. જો કે વૈજ્ઞાનિકો ઇચ્છે છે કે ડબલ્યુએચઓ તેની તપાસ કરાવે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube